બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / caretaker misbehave with 5 month old child in surat

હદ થઇ / કેરટેકર રાખતા પહેલા સાવધાન, સુરતની આ ઘટના તમને હચમચાવી નાંખશે

Khyati

Last Updated: 11:22 AM, 5 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના રાંદેરમાં કેરટેકર મહિલાની અસલિયત આવી સામે, 5માસના બાળકને એવો બેરહેમીથી માર માર્યો કે બાળક બેભાન થઇ ગયું

  • સુરતના રાંદેરમાં હચમચાવી દેનારી ઘટના
  • કેરટેકરનું નિર્દયી વર્તન સીસીટીવીમાં કેદ
  • 5માસના બાળકને થયુ બ્રેઇન હેમરેજ 

માતા પિતા બંને નોકરી કરતા હોવાથી બાળકને સાચવવા માટે કેરટેકર રાખતા હોય છે. તેઓના મનમાં એમ હોય છે કે આપણે નોકરીએ હોઇએ ત્યારે બાળક તો સચવાશે.  સારામાં સારા પૈસા આપીને કેરટેકરને પોતાના ઘરે બોલાવવામાં આવે છે. પરંતુ કેરટેકરને બાળકને સાચવવામાં જ નહી પરંતુ તેને મળતા પૈસામાં જ રસ હોય છે. તમારુ બાળક સચવાય છે તે વાત ભૂલ ભરેલી છે. અને આવો જ એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો. સુરતમાં કેરટેકર મહિલાએ બાળક સાથે એવું બેરહેમી વર્તન કર્યુ કે બાળકને હોસ્પિટલ લઇ જવો પડ્યો.

5 માસના બાળકને પલંગ પર પટક્યો

સુરતના રાંદેર વિસ્તારની આ ઘટના છે. એક કેરટેકરનો વીડિયો સામે આવ્યો છે. ટ્વિન્સ બાળકોને સાચવવા માટે કેરટેકરની નિમણૂંક કરવામાં આવી હતી,. બાળકની સારસંભાળ રાખવાને બદલે આ મહિલાએ તો બાળક સાથે નિર્દયી વર્તન કર્યુ. દ્રશ્યોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે આ મહિલા બાળકને 3થી 4 વાર પલંગ પર પછાડે છે. આટલુ ઓછુ હોય તેમ લાફો પણ મારે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ મહિલા પાંચ માસના બાળક સાથે આવું વર્તન કેવી રીતે કરી શકી. કેવી રીતે હિંમત થઇ આ ફૂલ જેવા કૂમળા બાળકને લાફો મારવાની.

5 મિનિટ સુધી હવામાં ઉછાળ્યો બાળકને 

બાળક, બાળક હોય છે. આપણુ હોય કે બીજાનું.  નાનું બાળક તો રડવાનું જ છેને. તેને ક્યાં બોલતા આવડે છે.  આ તો પાંચ માસનું બાળક છે. તેને શું ખબર પડે. બાળક રડે તો શું તેને મારવાનો હોય ?  આ કૂમળા છોડ જેવા બાળકને આ મહિલા હવામાં 5 મિનિટ સુધી ફંગોળ્યો.  લાફો માર્યો, ઉછાળ્યો. બાળક રોતુ રહ્યુ પરંતુ આ મહિલાને કોઇ અસર ન થઇ. મહિલા વધારે ને વધારે તેને મારવા લાગી. પરિણામે બાળક બેભાન થઇ ગયો.

બ્રેઇન હેમરેજ થતા સારવાર હેઠળ

કેરટેકરનું આવુ વર્તન 5 માસનું બાળક ક્યાંથી સહન કરી શકે. બાળક બેભાન થઇ જતા તેના માતા પિતાને જાણ કરવામાં આવી. માતા પિતા નોકરી ધંધા છોડીને તુરંત જ દોડી આવ્યા અને બાળકને હોસ્પિટલ લઇ ગયા. ત્યાં ડોક્ટરે તપાસ કરતા બાળકને બ્રેઇન હેમરેજ થયુ હોવાનુ સામે આવ્યુ.. સમગ્ર મામલે રાંદેર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે કેરટેકર મહિલાને શોધી કાઢવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

કેરટેકર મારા દીકરાના મિત્રની પત્ની છે: પરિવારજન

તો સમગ્ર મામલે પરિવારજનનું કહેવુછે કે  બાળકના માથામાં 3 ફ્રેકચર થયા છે. બાળક થોડુ રડ્યો તેમાં જ મારવાનું ચાલુ કરી દીધુ હતું. બાળક બેભાન થઇ ગયો ત્યાં સુધી તે મારતી રહી અને કેરટેકરે માતાને કહ્યું કે બાળકને ખેંચ આવી છે. બાળકો સાથે ખરાબ વર્તન થયુ હોવાની પાડોશીએ ફરિયાદ કરી હતી. આ કેરટેકર દીકરાના મિત્રની પત્ની હોવાનું પરિવારજને જણાવ્યુ હતું.સાથે લોકોને પણ અપીલ કરી હતી કે આવી કેરટેકર રાખતા પહેલા તમે વિચારજો.

 

કડક કાર્યવાહી થશે- મનીષાબેન વકીલ

સુરતમાં કેરટેકર દ્વારા બાળકને માર મારવા મુદ્દે મંત્રી મનીષાબેન વકીલે નિવેદન આપતા જણાવ્યુ હતું કે સુરતની ઘટના ખુબ જ ગંભીર છે. નિર્દય રીતે બાળકને માર મારવામાં આવ્યો છે.  માતા-પિતાએ જાગૃત બનવું પડશે. ઘરના CCTV રોજ ચેક કરવા જોઇએ. તો સાથે માતા પિતાને ચેતવતા કહ્યું કે નોકરી કરતા માતા-પિતાએ બાળકો માટે કાળજી લેવી જોઇએ.લોકોએ સંયુક્ત પરિવારમાં રહેવુ જોઇએ. રાજ્ય સરકાર આ કિસ્સામાં કડક કાર્યવાહી કરશે. કેરટેકર પ્રોવાઇડર સંસ્થાઓ માટે સરકાર નિયમ બનાવશે.

સળગતા સવાલો

  • શું માનવતા મરી પરવારી છે?
  • બાળક પર કેરટેકરને થોડી પર દયા ન આવી?
  • ડે કેર ચલાવનાર પાસે લાયસન્સ છે?
  • શું માતા-પિતાએ કેર ટેકરને રાખતા પહેલા તેનો ઈતિહાસ ચકાસ્યો હતો?
  • બાળકના મોત માટે કેરટેકર સામે શું કાર્યવાહી કરાશે?
  • પોલીસ દાખલારૂપ કાર્યવાહી કરી દાખલો બેસાડશે કે કેમ?
  • નિર્દયી કેરટેકર સામે હત્યાના પ્રયાસનો ગુનો કેમ ન દાખલ કરવો જોઈએ?
  • કેરટેકરનું કામ બાળકને સાચવવાનું છે તો આવી ક્રૂરતા કેમ?
  • શું ખરેખર બાળક માટે કેર ટેકર સુરક્ષિત છે?

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ