ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / આ 5 કારણના લીધે ઝડપથી ઉતરી જાય છે તમારી કારની બેટરી, જો-જો આવી ભૂલો કરતા!
Last Updated: 12:40 PM, 11 November 2024
ADVERTISEMENT
કેટલીક વાર આપણે જલ્દીમાં ગાડીની હેડલાઈટ્સ, ડોમલાઈટ્સ અને અન્ય લાઈટ્સ ચાલુ જ રાખતા હોઈએ છીએ, જેને લીધે બેટરી ધીમે-ધીમે ડિસ્ચાર્જ થઈ જાય છે. આજકાલની ગાડીઓમાં ઓટોમેટિક લાઈટ-ઓફ થઈ જાય છે પણ જો તમારી ગાડીમાં આ ફીચર નથી તો હમેશાં લાઈટ્સ ચેક કરી લેવી.
ADVERTISEMENT

ગાડીનો ઉપયોગ ન થવો
ADVERTISEMENT
જો તમારી ગાડી લાંબા સામે સુધી બંદ રહેતી હોય અને નિયમિતરૂપે તમે તેણે નથી ચલાવતા તો બેટરી ચાર્જ થતી નથી. આ કારણથી બેટરીના ચાર્જમાં ઘટાડો આવે છે અને બેટરી કામ નથી કરતી. આનાથી બચવું હોય તો, ગાડીને કેટલાક સમય સુધી ચલાવવી જોઈએ.
ઓવરલોડ એસેસરીઝનો ઉપયોગ
ADVERTISEMENT
મ્યુઝિક સિસ્ટમ, ચાર્જર, નેવિગેશન સિસ્ટમ અને અન્ય ઈલેક્ટ્રોનિક એસેસરીઝ બેટરી પર લોડ આપે છે. જો ગાડી બંધ હોય અને કોઈ ઈલેક્ટ્રોનિક એસેસરીઝ ચાલુ હોય તો ગાડીની બેટરી ઝડપથી જ નીકળી જાય છે.

ADVERTISEMENT
બેટરીની ચકાસણી
સામાન્ય રીતે, ગાડીની બેટરી 3-5 વર્ષ સુધી ટકી રહે છે, ત્યારબાદ તેની ક્ષમતામાં ઘટાડો થાય છે. ખાસકરીને, ઠંડા વાતાવરણમાં બેટરીની ક્ષમતામાં ઘટાડો જોવા મળે છે. આથી જ, સમય પર બેટરી બદલવી ખૂબ જ જરૂરી છે.
ADVERTISEMENT
બેટરી કનેક્શનમાં ઘડબડી કે કાટ આવવો
જો બેટરી કનેક્શનમાં કોઈ કાટ આવ્યો હોય કે બેટરીનું કનેક્શન ખરાબ થઇ ગયું હોય તો બેટરી વ્યવસ્થિત રીતે ચાર્જ ન થાય. આનાથી બચવા બેટરી ટર્મિનલને સમય સમય પર ચેક કરાવવું જરૂરી છે.
ADVERTISEMENT
આ સમસ્યાઓથી બચવા માટે બેટરીની જાળવણી કરો, સમયસર સર્વિસ કરાવો અને ઉપર જણાવેલી ભૂલો ટાળવાનો પ્રયાસ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો