બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / captain Rohit Sharma broke the record of dhoni and ganguly by winning the semifinals

World Cup 2023 / વર્લ્ડકપ ફાઇનલ પહેલા જ આ મામલે ધોનીથી આગળ નીકળ્યો રોહિત શર્મા, દાદાનો 20 વર્ષ જૂનો રેકૉર્ડ પણ ધ્વસ્ત

Vaidehi

Last Updated: 07:17 PM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેપ્ટન રોહિત શર્માએ પોતાના શાનદાર નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ 2023નાં ફાઈનલ્સમાં પહોંચાડ્યું છે. આ સાથે જ રોહિત ટીમ ઈન્ડિયાનાં સૌથી સફળ કેપ્ટન ધોની અને ગાંગુલીથી પણ આગળ નિકળી ગયાં છે.

  • કેપ્ટન રોહિત શર્માએ 2 નવા રેકોર્ડ બનાવ્યાં
  • સેમીફાઈનલ જીતીને ધોની અને ગાંગુલીને પાછળ મૂક્યાં
  • એક વર્લ્ડ કપ એડિશનમાં સૌથી વધુ મેચ જીતનારા કેપ્ટન બન્યાં

ભારતીય ટીમે બુધવારે 15 નવેમ્બરનાં ન્યૂઝીલેન્ડને માત આપીને ચોથી વખત વર્લ્ડકપનાં ફાઈનલ્સમાં પોતાની એન્ટ્રી કરી છે. વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાને સતત 10મી વખત જીત મળી છે અને આ સાથે જ કેપ્ટન રોહિત શર્માએ તમામને પાછળ મૂક્યું છે. રોહિત આ મામલે ટીમ ઈન્ડિયાનાં સૌથી સફળ કેપ્ટન મનાતા એમ.એસ.ધોની અને સૌરવ ગાંગુલીથી પણ આગળ નિકળી ગયાં છે. રોહિત હવે ભારત માટે એક વર્લ્ડ કપ એડિશનમાં સૌથી વધુ મેચ જીતનારા કેપ્ટન બની ગયાં છે.

દાદા અને ધોની બંને પાછળ
રોહિત શર્માએ વર્લ્ડ કપ 2023 અત્યાર સુધીમાં કુલ 10 મેચ જીતી લીધી છે. જ્યારે સૌરવ ગાંગુલીએ 2003 વર્લ્ડ કપમાં કેપ્ટનશીપ કરતાં 9 મેચ જીતી હતી. એમ.એસ.ધોનીની વાત કરીએ તો તેમની કપ્તાનીમાં ભારતે 2015 વર્લ્ડ કપમાં 7 મેચ જીતી હતી. એટલે કે રોહિત હવે ધોની અને ગાંગુલી બંનેથી આગળ નિકળી ગયાં છે. ખાસ વાત તો એ છે કે રોહિત આ ટૂર્નામેન્ટની ફાઈનલનાં એકમાત્ર અજય કેપ્ટન છે. તમામ લીગ મેચ જીત્યાં બાદ સેમીફાઈન્લ્સમાં પણ તેમને જીત મળી છે.

ફાઈનલમાં પહોંચનારા ચોથા ભારતીય કેપ્ટન
આ સાથે જ રોહિત શર્મા વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચનારા ચોથા ભારતીય કેપ્ટન બની ગયાં છે. તેમના પહેલા કપિલ દેવ, સૌરવ ગાંગુલી અને એમ.એસ.ધોનીએ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચાડ્યું હતું. રોહિત હવે ચોથા એવા કેપ્ટન બન્યાં છે.  રોહિતની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા ત્રીજી વખત વિશ્વ વિજેતા બનવા ઈચ્છશે. કપિલ દેવે 1983 અને એમ.એસ ધોનીએ 2011માં પોતાની કેપ્ટનશીપમાં ભારતને વિજેતા બનાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ