બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Politics / captain amarinder singh tweet on harish rawat Resentment

રાજનીતિ / કોંગ્રેસ સાથે હરીશ રાવતની નારાજગી સામે આવતા જ કેપ્ટન અમરિંદરે ફટકારી 'સિક્સર', ટ્વિટ કરીને બરાબરની ખેંચી

Hiren

Last Updated: 10:16 PM, 22 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતના પાર્ટીથી નારાજ થવાના અને નારાજગી વ્યક્ત કર્યા બાદ હવે આના પર કેપ્ટન અમરિંદરસિંહે કટાક્ષ કર્યો છે.

  • કોંગ્રેસ સાથે હરીશ રાવતની નારાજગી પર કેપ્ટનનો કટાક્ષ
  • કેપ્ટન અમરિંદર સિંહે લખ્યું- જે વાવશો એજ લણશો
  • રાવતના એક ટ્વિટથી કોંગ્રેસમાં હડકંપ મચ્યો છે

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતના એક ટ્વિટથી કોંગ્રેસના રાજકારણમાં હડકંપ મચ્યો છે. રાવતના કંઇક એવા ટ્વિટ સામે આવ્યા છે જે પાર્ટી હાઇકમાન્ડને તેમની નારાજગી વ્યક્ત કરે છે. ત્યારે હવે આ નારાજગી પર કેપ્ટન અમરિંદરે કટાક્ષ કર્યો છે. હરીશ રાવત પર પ્રહાર કરતા અમરિંદરસિંહે ટ્વીટ કરીને લખ્યું કે, 'જે વાવશો તે જ લણશો...ભવિષ્યની શુભકામનાઓ.'

જણાવી દઇએ કે હરીશ રાવત પર પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રસ છોડી ચૂકેલા અમરિંદરસિંહે આ પ્રહાર એટલા માટે કર્યા કારણ કે હવે પંજાબ કોંગ્રેસમાં કલહ ચાલી રહ્યો હતો તો હરીશ રાવતને જ સિદ્ધુ અને કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચે સમાધાન કરાવવાની જવાબદારી કોંગ્રેસ હાઇકમાન્ડે જવાબદારી સોંપી હતી.

જોકે, હરીશ રાવત તેમાં અસફળ જ રહ્યા હતા જ્યારબાદ કોંગ્રેસ હાઇકમાન્ડે સહમતિ ન બનવા પર કેપ્ટન અમરિંદરસિંહે પહેલા જ મુખ્યમંત્રી પદ છોડી દીધુ અને પછી ખુદને કોંગ્રેસથી અલગ કરી દીધા. હવે તેઓ ખુદની નવી રાજકીય પાર્ટી બનાવીને પંજાબ ચૂંટણીમાં ભાજપ સાથે મળીને ચૂંટણી રંગ જમાવી રહ્યા છે.

આ પહેલા હરીશ રાવતના એક ટ્વિટથી ઉત્તરાખંડની રાજનીતિમાં હડકંપ મચી ગયો હતો. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ચૂંટણી પ્રચાર કમિટીના અધ્યક્ષ હરીશ રાવતે ટ્વિટ કરી કહ્યું હતું, 'છે ને અજીબ વાત, ચૂંટણીરૂપી દરિયામાં તરવાનું છે, મદદ માટે સંગઠનનું માળખું વધુ સ્થળો પર મદદનો હાથ આગળ વધારવાને બદલે મોં ફેરવીને ઉભા થઇ રહ્યા છે અથવા તો નકારાત્મક ભૂમિકા નિભાવી રહ્યા છે.'

એક બાદ એક કેટલાક ટ્વિટ કરીને કોંગ્રેસ નેતૃત્વ પર સવાલ ઉઠાવતા હરીશ રાવતે ટ્વિટર પર લખ્યું હતું, સત્તાને ત્યાં કોઈ મગરમચ્છ છોડી રાખે છે જેના આદેશ પર તરવાનું છે, તેમના સાગરિતોએ મારા હાથ-પગ બાંધી રાખ્યા છે, મનમાં બહુ બધા વિચાર આવી રહ્યા છે કે હરીશ રાવત હવે બહુ થઇ ગયું, બહુ તરી લીધું હવે વિશ્રામનો સમય છે.

હરીશ રાવતે અંદાજિત સૂત્રોએ જ્યાં રાવતની નારાજગીના કારણે ઉત્તરાખંડમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ટિકિટોની વહેંચણી ગણાવી છે. ત્યારે બીજી તરફ અહીં પણ કહેવામાં આવી રહ્યું છે કે હરીશ રાવત ખુદને મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરાવવા માટે પ્રેશર પૉલિટિક્સ કરી રહ્યા છે.

તો રાવતના નજીકના અનુસાર તેઓ 5 જાન્યુઆરીએ પોતાના રાજકીય ભવિષ્યને લઇને કોઈ મોટો નિર્ણય કરી શકે છે. તેમાં રાજનીતિથી સંન્યાસ લેવાનો નિર્ણય પણ સામેલ કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ