બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / VTV વિશેષ / અન્ય જિલ્લા / Candidates fill up the forms by monday for the gujarat assembly by poll elections

માન્યતા / શ્રદ્ધા કે અંધશ્રદ્ધાઃ આ કારણે પેટાચૂંટણીના ઉમેદવારો ફોર્મ નથી ભરી રહ્યા, છેલ્લા દિવસે જ ભરશે

Published By: Bhushita

Last Updated: 11:31 AM, 27 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં 6 વિધાનસભાની સીટ પર પેટા ચૂંટણી યોજાવવાની તૈયારીઓ શરૂ થઈ છે. રાજ્યમાં વિધાનસભાની છ બેઠકો પરની પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. 21 ઓક્ટોબરે મતદાન છે અને 24 ઓક્ટોબરે મતગણતરી યોજાશે. તેમ છતાં ઉમેદવારો તરફથી કોઇ પણ નામાંકન દાખલ થયું નથી. રાજકીય પક્ષો હાલ શ્રાદ્ધ પક્ષ ચાલતો હોવાથી નામાંકન પ્રક્રિયાથી દૂર રહ્યા છે.

  • ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી
  • એક પણ ઉમેદવારે નથી ભર્યું ફોર્મ
  • શ્રાદ્ધ હોવાના કારણે રાજકીય પક્ષો રહે છે દૂર
  • નવરાત્રિમાં નોંધાવશે ઉમેદવારી

 
ઉલ્લેખનીય છે કે નવરાત્રિમાં ભાજપ- કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરશે. સોમવારે જ ઉમેદવારો પેટા ચૂંટણીને લઈને ફોર્મ ભરવાની શરૂઆત કરશે. 
ગુજરાતમાં 6 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે પાંચમો દિવસ છે. 4 દિવસ થઈ ચૂક્યા હોવા છતાં હાલ સુધી સુધી કોઈ જ ઉમેદવારી નોંધાઈ નથી.

ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ તમામ છ બેઠકના ઉમેદવારો ફોર્મ ભરી દેશે

ભાજપના સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્રીય પાર્લિયામેન્ટ્રી બોર્ડ આ છ બેઠકોના નામ સત્તાવાર રીતે શનિવાર સુધીમાં જાહેર કરી દેશે. નવરાત્રિ શરૂ થાય પછી જ સોમવારે અને ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ તમામ છ બેઠકના ઉમેદવારો ફોર્મ ભરી દેશે. આ જ પ્રમાણેનો વ્યૂહ કોંગ્રેસે પણ અપનાવ્યો છે. જો કે કોંગ્રેસ કાયમની માફક મેન્ડેટ જે-તે ઉમેદવારને પોસ્ટ મારફતે મોકલીને જ છેલ્લા દિવસે ફોર્મ ભરાવશે તેવી વાત પક્ષના સૂત્રોમાંથી જાણવા મળી છે.

શક્ય છે કે વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ઉમેદવારો ભરશે ફોર્મ

મંગળવારે ભાજપના રાજ્ય સંસદીય દળની બેઠક મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સાંજે મળશે. આ બેઠકમાં જ લગભગ ઉમેદવારોને સંલગ્ન નિર્ણય લેવાઇ જશે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

Navratri 2019 Shradh 2019 assembly election candidates form gujarat ઉમેદવાર ફોર્મ વિધાનસભા પેટા ચૂંટણી Gujarat ByElection 2019

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ