ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / cancer cases increased 300 percents within a year in india

રિપોર્ટ / કેમ ઝડપથી લોકો બની રહ્યા છે કેન્સરનો શિકાર? એક વર્ષમાં 300% કેસ વધ્યા

Published By: Krupa

Last Updated: 12:16 PM, 3 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ હેલ્થ પ્રોફાઇલ, 2019 દ્વારા જારી આંકડાના પ્રમાણે એનસીડી ક્લિનિક્સે 2017થી લઇને 2018ની વચ્ચે કેન્સરના મામલાની ઓળખ કરી છે.

ADVERTISEMENT

  • દેશભરમાં સામાન્ય કેન્સર મામલે ઝડપથી વૃદ્ધિ થઇ છે
  • આ એક વર્ષના અંતરાલમાં કેન્સરના કેસ 324% વધ્યા છે
  • કેન્સરના સૌથી વધારે કેસ ગુજરાતના સામે આવ્યા છે

દેશભરમાં સામાન્ય કેન્સર સહિત ઓરલ, સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સરના મામલે ઝડપથી વૃદ્ધિ થઇ છે. નેશનલ હેલ્થ પ્રોફાઇલ 2019 દ્વારા જારી આંકડા પ્રમાણએ એનસીડી ક્લિનિક્સે 2017થી લઇને 2018ની વચ્ચે કેન્સરના મામલાની ઓળખ કરી છે. આ રિપોર્ટ જણાવે છે કે આ એક વર્ષના અંતરાલમાં કેન્સરના કેસ 324% વધ્યા છે. 

રિપોર્ટનું માનીએ તો ગત વર્ષે એનસીડી ક્લિનિક્સમાં 6.5 કરોડ લોકોએ કેન્સરની તપાસ કરાવી હતી, જેમાં 1.6 લાખ લોકોમાં સામાન્ય કેન્સર મળી આવ્યું છે. એટલે કે લોકોમાં સામાન્ય કેન્સર ઉપરાંત પણ બીજા પ્રકારના કેન્સર ઝડપથી ફેલાઇ રહ્યા છે. 

જ્યારે 2017માં કેન્સરના કુલ 29,635 મામલા જ જોવા મળ્યા હતા. 2017થી લઇને 2018ની વચ્ચે એનસીડી ક્લિનિક્સમાં આવેલા કેન્સર પીડતોની સંખ્યા બમણી થઇ છે. 

પહેલા વર્ષે જ્યાં કેન્સરના કુલ 3.5 કરોડ મામલા જોવા મળ્યા હતા. તો બીજા વર્ષે વધીને 6.6 કરોડ થઇ ચુકી હતી. વિશેષજ્ઞોનું માનવું છે કે લોકોની બદલતી લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ, ખાવા પીવાની આદતો, આલ્કોહોલ અને તમાકુંનું સેવન એનું મોટું કારણ રહ્યું છે. 

કેન્સરના સૌથી વધારે કેસ ગુજરાતના સામે આવ્યા છે. વર્ષ 2017માં ગુજરાતમાં 3,939 કેન્સર પીડિતોની પુષ્ટિ થઇ હતી.તો 2018માં આ સંખ્યા વધીને 72,169 થઇ ગઇ. 

એટલે કે ગુજરાતમાં કૉમન કેન્સરના નવા મામલા 68,230 વધ્યા છે. ગુજરાત બાગ સૌથી વધારે ખરાબ સ્થિતિ કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા અને પશ્વિમ બંગાળનું રહ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cancer Health lifestyle કેન્સર દર્દી સ્વાસ્થ્ય Report

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ