ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / વિશ્વ / canada punjabi sikh leader Ripudaman singh malik murder

મર્ડર / કેનેડિયન શિખ નેતા રિપુદમનસિંહ મલિકની ગોળી મારીને હત્યા, 1985માં એર ઇન્ડિયા બોમ્બ વિસ્ફોટમાં હતા શંકાસ્પદ

Published By: Hiren

Last Updated: 12:12 AM, 15 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1985માં એર ઇન્ડિયા બોમ્બ વિસ્ફોટ મામલે નિર્દોષ છૂટેલા બિઝનેસમેન પંજાબી મૂળના કેનેડિયન શિખ નેતા રિપુદમનસિંહ મલિકની ગુરૂવારે સવારે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

ADVERTISEMENT

  • કેનેડાના રહેવાસી શિખ નેતા રિપુદમનસિંહની ગોળી મારીને હત્યા
  • ખાલસા ક્રેડિટ યૂનિયનના સંસ્થાપક હતા રિપુદમનસિંહ
  • 1985ના એર ઇન્ડિયા બોમ્બ વિસ્ફોટમાં તેઓ શંકાસ્પદ હતા

કેનેડાના રહેવાસી શિખ નેતા રિપુદમનસિંહની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. 1985ના એર ઇન્ડિયા બોમ્બ વિસ્ફોટમાં તેમનું નામ સામે આવ્યું હતું. પરંતુ બાદમાં 2005માં તેમને તે કેસમાં નિર્દોષ જાહેર કરાયા હતા.

ઘટનાની વાત કરીએ તો શુક્રવારે સવારે 9 વાગ્યે ગોળીઓનો અવાજ આવ્યો, ત્યારે એક ગોળી રિપુદમનસિંહને પણ વાગી હતી. અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું. કેટલાક પોલીસ અધિકારીઓએ પ્રાથમિક સારવાર કરી અને તેમને હોશમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગોળીઓ એટલી નજીકથી મારવામાં આવી કે રિપુદમન બચી ન શક્યા.

હવે રિપુદમનને કેમ મારવામાં આવ્યા, એ હજુ સુધી સ્પષ્ટ નથી અને તપાસ એજન્સિઓ આ મામલે તપાસમાં લાગી ગઈ છે. માહિતી જણાવી દઇએ કે રિપુદમનસિંહ મલિક હંમેશાથી વિવાદોમાં રહ્યા છે. તેમના જીવનનો સૌથી મોટો વિવાદ 1985નો એર ઇન્ડિયા વિસ્ફોટ જ રહ્યો. આયરિશ હવાઈ ક્ષેત્રમાં આકાશમાં વિમાનમાં બ્લાસ્ટ થયો અને ઘટનાસ્થળે જ 331 મુસાફરોના જીવ ગયા હતા.

તે એક આતંકવાદી હુમલો હતો અને કેટલાક લોકોના નામ સામે આવ્યા હતા. જેમાંથી એક નામ હતું રિપુદમનસિંહ મલિક જેમણે ખાલિસ્તાનીથી લઇને અનેક બીજા નામોથી સંબોધિત કરાયા. કેટલાક વર્ષો સુધી તેના પર ખાલિસ્તાની થવાના આરોપ લાગતા રહ્યા. પરંતુ તે ઘટનાના 20 વર્ષ બાદ કોર્ટે તેમને અને તેમના સાથીઓને નિર્દોષ છોડી દીધા.

સંકળાયેલા મુદ્દાઓ

Ripudaman singh canada કેનેડા રિપુદમનસિંહ મલિક Ripudaman singh murder

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ