બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / Can 8 Indians escape the death penalty? Government of India took the front

Death Penalty In Qatar / શું મોતની સજાથી બચી શકશે 8 ભારતીયો? ભારત સરકારે સંભાળ્યો મોરચો, જુઓ શું કહે છે પૂર્વ રાજદૂત

Priyakant

Last Updated: 09:49 AM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Death Penalty In Qatar Latest News: કતારમાં ભારતીય રાજદૂત રહેલા કેપી ફેબિયનનું નિવેદન: મને નથી લાગતું કે નેવીના 8 ભૂતપૂર્વ અધિકારીઓને ફાંસી આપવામાં આવશે

  • કતારની કોર્ટે ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓને મૃત્યુદંડની સજા ફટકારી
  • નાગરિકોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે તમામ કાયદાકીય વિકલ્પોની શોધ યથાવત: ભારત સરકાર 
  • 8 નેવી અધિકારીઓને તમામ મદદ આપવા તૈયાર: ભારત વિદેશ મંત્રાલય

Death Penalty In Qatar : કતારની કોર્ટે ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓને મૃત્યુદંડની સજા ફટકારી છે. આ મામલે ભારત સરકારે કહ્યું છે કે, કતારમાં ફસાયેલા ભારતીય નાગરિકોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે તમામ કાયદાકીય વિકલ્પોની શોધ કરવામાં આવી રહી છે. ભારતના  વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, તે આ 8 નેવી અધિકારીઓને તમામ મદદ આપવા તૈયાર છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે, શું કતાર ખરેખર 8 ભારતીયોને ફાંસીની સજા આપી શકે છે ?  આ અંગે કતારમાં ભારતીય રાજદૂત રહેલા કેપી ફેબિયને કહ્યું કે,  મને નથી લાગતું કે નેવીના 8 ભૂતપૂર્વ અધિકારીઓને ફાંસી આપવામાં આવશે.

શું કહ્યું ભૂતપૂર્વ રાજદ્વારીએ ? 
ભૂતપૂર્વ રાજદ્વારીએ કહ્યું કે, મેં ભારત સરકારનું નિવેદન ખૂબ જ કાળજીપૂર્વક અને યોગ્ય રીતે વાંચ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારત કાયદાકીય રીતે તમામ વિકલ્પોનો ઉપયોગ કરશે. આ એક એવો મામલો છે જેની જાહેરમાં બહુ ચર્ચા કરી શકાતી નથી. પૂર્વ રાજદ્વારીએ કહ્યું કે, મને લાગે છે કે, કતારના અમીર તમીમ બિન હમદ અલ થાની 8 ભારતીયોને માફ કરી શકે છે. તેમણે કહ્યું કે, પરંતુ એ પણ મહત્વનું છે કે આ માટે અરજી કરવી પડશે. મને ખાતરી છે કે તે યોગ્ય સમયે થશે. 

તો શું ભારતીયોને ફાંસીની સજા નહીં મળે?
કતારમાં ભારતીય રાજદૂત રહેલા કેપી ફેબિયનએ કહ્યું કે, દર વર્ષે બે એવા પ્રસંગો આવે છે જ્યારે કતારના કેદીઓને માફ કરી દે છે. જો ક્ષમાની વિનંતી સમયસર કરવામાં ન આવે તો બીજા દિવસે માફી નહીં મળે એ પણ સાચું છે. આ સાથે તેઓ આ મામલે વિચાર કરવા માટે પણ પૂરો સમય લેશે. તેમણે કહ્યું કે, આવા મામલા ખૂબ જ જટિલ હોય છે. પરંતુ હજુ પણ મને લાગે છે કે તેમને ફાંસી આપવામાં આવશે નહીં.

ભૂતપૂર્વ રાજદૂતે શું કહ્યું ? 
8 ભારતીયોને સજાના મામલામાં કેપી ફેબિયનએ કહ્યું કે આમાં પણ ડિપ્લોમસી કામ કરે છે, પરંતુ ડિપ્લોમસીમાં બધું જ ખુલીને કહેવામાં આવતું નથી. આવી સ્થિતિમાં તેમને ક્યારે માફી મળશે તે પ્રશ્ન છે. એક જૂનો કિસ્સો સંભળાવતા કેબિને કહ્યું કે થોડા વર્ષો પહેલા ફિલિપાઈન્સના ત્રણમાંથી એક નાગરિકને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. વાત જાણે જેમ કે છે,  તે કતાર જનરલ પેટ્રોલિયમ માટે કામ કરતો હતો, જ્યારે અન્ય બે આરોપીઓ એરફોર્સ માટે કામ કરતા હતા. તેમના પર આરોપ હતો કે, એરફોર્સ માટે કામ કરતા બંને આરોપીઓ કતાર પેટ્રોલિયમ માટે કામ કરતા ત્રીજા ફિલિપિનો નાગરિકને માહિતી આપતા હતા, જે તેને ફિલિપાઈન્સ સરકારને આપી રહ્યા હતા. અને આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો હતો. તે કેસમાં જનરલ પેટ્રોલિયમ માટે કામ કરતા આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ આ કેસમાં અપીલ કરવામાં આવી હતી અને કોર્ટે સજા ઘટાડીને આજીવન કેદ કરી હતી. જ્યારે બે આરોપીઓને 25 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. પરંતુ જ્યારે ફરીથી અપીલ કરવામાં આવી ત્યારે તેની સજા વધુ ઘટાડીને 15 વર્ષ કરી દેવામાં આવી. તેણે કહ્યું કે હું ત્યાંની કાનૂની શક્યતાઓ વિશે વાત કરી રહ્યો છું.

ભારત પાસે આ બે વિકલ્પો
ભૂતપૂર્વ રાજદ્વારીએ કહ્યું હતું કે, કાયદાકીય પ્રક્રિયા અપનાવવી ફાયદાકારક હોઈ શકે છે કે નહીં. કારણ કે આ લાંબા સમયથી ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે અમારી પાસે માત્ર 2 જ વિકલ્પ છે. પહેલા આપણે આ મામલાને ઈન્ટરનેશનલ કોર્ટમાં લઈ જઈએ. બીજું આપણે કતારના અમીરને અપીલ કરવી જોઈએ કે જો શક્ય હોય તો 8 ભારતીયોને માફ કરવામાં આવે. 

પૂર્વ રાજદૂતે નૂપુર શર્માનો ઉલ્લેખ કર્યો 
પૂર્વ રાજદૂતે વધુમાં કહ્યું કે, 'જી-20 વખતે મને યાદ છે કે અમે માત્ર સાઉદી અરેબિયાને જ આમંત્રણ આપ્યું હતું, પરંતુ વધુ સારું હોત કે અમે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલને આમંત્રિત કરી શક્યા હોત, આ સંગઠન પર્સિયનથી ઘેરાયેલા દેશોનું સંગઠન છે. ગલ્ફ તે એક પ્રાદેશિક જૂથ છે તેના સભ્ય દેશો બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત છે. પરંતુ આ કરવામાં આવ્યું ન હતું. તેમણે કહ્યું કે, દક્ષિણ અરેબિયાને આમંત્રિત કરવાની જરૂર નથી, પરંતુ GCCને સમિટમાં આમંત્રણ આપવું જોઈતું હતું. તેણે કહ્યું કે, તમે બધાને આમંત્રણ આપો તો બધા આવશે. તેમણે ભાજપના પ્રવક્તા નુપુર શર્માનો પણ ઉલ્લેખ કર્યો હતો. એમ પણ કહ્યું કે, તેણે પ્રોફેટ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેણે આવું ન કહેવું જોઈતું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ