બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / camphor and castor oil tips to cure bleeding from gums

ઉપાય / કપૂર અને દિવેલનો આ ઉપાય પેઢામાંથી આવતું લોહી કરશે બંધ

Krupa

Last Updated: 11:00 AM, 18 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરરોજ સવારે અને રાત્રે ટૂથબ્રશ કર્યા પછી પણ કેટલાક લોકોના મોંમાંથી દૂર્ગંધ આવતી રહે છે. અને પેઢામાંથી લોહી નીકળતું રહે છે. એવા સમયે ઘણી વખત વ્યક્તિ શરમજનક પરિસ્થિતિમાં મુકાઇ જાય છે. ત્યારે અમે આપને કેટલીક એવી આસાન ઘરેલું નુસખાં જણાવીએ છીએ જેનાંથી તમારી આ સમસ્યાનો અંતઆવી જશે. અને મોમાં આવતી દૂર્ગંધ પણ મટી જશે.

  • દિવેલનો ઉપાય એકદમ કારગાર છે તે તમારી સમસ્યાનું તુરંત સમાધાન આપશે
  • લવિંગનું તેલ લઇને આંગળી વડે પેઢા પર મસાજ કરી શકો છે
  • રોજ વરિયાળીનું સેવન કરવાથી શ્વાસમાં તાજગી આવે છે

દિવેલ અને કપૂરનો ઉપાય
આ માટે બે ચમચી દિવેલ લો અને તેમાં કપૂરની એક ગોટી મિક્સ કરી દો. કપુર તેમાં આપો આપ ઓગળી જશે. આ મિશ્રણને એક ચોખ્ખી ડબ્બીમાં ભરી દો. હવે દરરોજ સવાર અને સાંજ આંગળીનાં વેઢા વડે આ મિશ્રણ લો અને પછી તેને પેઢા પર બરાબર ઘસો. જાણે મસાજ કરતાં હોવ. આમ કરવાથી પેઢવા મજબૂત થશે. પેઢામાંથી આવતુ લોહી પણ બંધ થઇ જશે. સાથે જ મોમાંથી આવતી દુર્ગંધની સમસ્યા પણ દૂર થઇ જશે. દિવેલ ઉપરાંત અન્ય પણ ઉપાય છે જે તમે આજમાવી શકો છો. જોકે દિવેલનો ઉપાય એકદમ કારગાર છે તે તમારી સમસ્યાનું તુરંત સમાધાન આપશે.

લવિંગનું તેલ
તમે લવિંગનું તેલ લઇને આંગળી વડે પેઢા પર મસાજ કરી શકો છે. તેનાંથી પણ ફાયદો થશે.

એપલ સાઇડર વિનેગર
એપલ સાઇડર વિનેગર મોંમાથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. માટે 1/4 ગ્લાસ પાણીમાં 2 ચમચી એપ્પલ સાઇડર વિનેગર મિક્સ કરી લો. તે પછી તેને પાણીમાં 15-20 મિનિટ માટે મોમાં રાખીને કોગળા કરો. આમ કરવાથી મિનિટોમાં મોંમાંથી આવતી દુર્ગંધ ગાયબ થઇ જશે.

વરિયાળી
માઉથ ફ્રેશનેસ માટે વરિયાળીનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. વરિયાળી મોંમાં રહેલા જીવાણુંને મારવામાં મદદરૂપ છે. રોજ વરિયાળીનું સેવન કરવાથી શ્વાસમાં તાજગી આવી જાય છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

bleeding camphor castor oil કપૂર દિવેલ લોહી Solution
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ