ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Cabinet meeting to be held today under the chairmanship of CM Bhupendra Patel,
ADVERTISEMENT
ADVERTISEMENT
આ બેઠકમાં રાજ્યમાં પાણીની સ્થિતિ અંગે કરાશે સમીક્ષા તેમજ રાજ્યમાં જળાશયમાં પાણીની સ્થિતિ તેમજ ચણાના ટેકાના ભાવે થયેલી ખરીદી બાબતે ચર્ચા કરવામાં આવી શકે છે. આ સાથે આગામી સમયમાં સરકારના વિવિધ જનતાલક્ષી કાર્યક્રમ બાબતે પણ ચર્ચા થશે.
રાજ્યમાં પાણીની સ્થિતિ અંગે કરાશે સમીક્ષા
ADVERTISEMENT
મહત્વનું છે કે, રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતા જ ડેમ તળિયા ઝાટક થયા છે. પરિણામે રાજ્યમાં આગામી સમયમાં પીવાના પાણીની અછત સર્જાય તેવી શક્યતાઓ વર્તાઇ છે. રાજ્યના જળાશયોમાં માત્ર 53 ટકા જ પાણીનો જથ્થો નોંધાયો છે. જ્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 50 ટકા કરતા પણ ઓછું પાણી રહેવા પામ્યુ છે. એટલે કે હજી તો ઉનાળો આખો લેવાનો બાકી છે ત્યાં જ અત્યારથી ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. ત્યારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે યોજાનારી કેબિનેટની બેઠકમાં રાજ્યના પાણીની સ્થિતી અંગે સમીક્ષા કરાશે. તેમજ બેઠકમાં પીવાના પાણી બાબતે જિલ્લા પ્રમાણે ચર્ચા થશે
રાજ્યના કુલ 207 ડેમમાં 39 ટકા થી ઓછું પાણી બચ્યું છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, રાજ્યના કુલ 207 ડેમમાં 39 ટકા જેટલું પાણી બચ્યું છે. જ્યારે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિત 13 જિલ્લાના ડેમ ખાલી છે. વાત કરીએ કચ્છના 20 ડેમની તો તેમાં વાપરવા માટે 14 ટકાથી ઓછું છે. તેમજ ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 9 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 43 ટકા તેમજ દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 59 ટકા અને સૌરાષ્ટ્રના 141 ડેમોમાં વાપરવાનું 37 ટકાથી ઓછું પાણી બચ્યું છે.
સરકારના વિવિધ જનતાલક્ષી કાર્યક્રમ બાબતે પણ ચર્ચા થશે
ADVERTISEMENT
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે યોજાનારી કેબિનેટની બેઠકમાં રાજ્યના પાણીની સ્થિતી સાથે ચણાની ટેકાના ભાવે ખરીદી બાબતે ચર્ચા કરવામાં આવશે. તેમજ બજેટ બાદ વિવિધ યોજનાની નાણાકીય મંજૂરી બાબતે ચર્ચા કરવામાં આવશે. તેમજ આગામી સમયમાં સરકારના વિવિધ જનતાલક્ષી કાર્યક્રમ બાબતે પણ ચર્ચા થશે
સંકળાયેલા મુદ્દાઓ