બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / 'CAA is the law of the land, no one can stop it', Amit Shah's open challenge to Mamata Didi from West Bengal, see what he said

કોલકાતા / 'CAA દેશનો કાયદો છે, તેને કોઇ ના રોકી શકે', પશ્ચિમ બંગાળથી મમતા દીદીને અમિત શાહની ખુલ્લી ચેલેન્જ, જુઓ શું કહ્યું

Megha

Last Updated: 10:36 AM, 30 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિત શાહે કોલકાતાના ધર્મતલ્લા ખાતે એક જાહેર રેલીનું સંબોધન કરતા કહ્યું કે 'શું ક્યારેય એવા રાજ્યમાં વિકાસ થશે જ્યાં આટલી ઘૂસણખોરી છે? તેથી જ મમતા બેનર્જી CAA નો વિરોધ કરી રહી છે'

  • અમિત શાહે કોલકાતામાં આવનારી લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વગાડ્યું
  • 2026માં પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનાવવાનો દાવો પણ કર્યો
  • મમતા બેનર્જી CAAનો વિરોધ કરી રહી છે પરંતુ તેનો અમલ થતા કોઈ રોકી શકશે નહીં

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે કોલકાતાના ધર્મતલ્લામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ આયોજિત જાહેર સભામાં આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વગાડ્યું હતું અને વર્ષ 2026માં પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનાવવાનો દાવો પણ કર્યો હતો. સાથે જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારને CAA લાગુ કરવાથી કોઈ રોકી શકશે નહીં. મમતા બેનર્જી પર પ્રહાર કરતા બોલ્યા હતા કે તેઓ આ રાજ્યની સરહદ પર 'ઘૂસણખોરી' રોકવામાં અસમર્થ છે.

જ્યાં ઘૂસણખોરી છે ત્યાં વિકાસ પર બ્રેક લાગી છે
શાહે ધર્મતલ્લામાં વિક્ટોરિયા હાઉસની સામે જાહેર સભામાં ભીડને કહ્યું કે મમતા બેનર્જી CAAનો વિરોધ કરી રહી છે. પરંતુ આ દેશનો કાયદો બની ગયો છે. હવે તેનો અમલ થતા કોઈ રોકી શકશે નહીં. જેઓ પાડોશી દેશોમાંથી હિન્દુ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ અને જૈન ધર્મનું પાલન કરે છે અને ભારત આવ્યા છે તેઓને CAAના અમલીકરણને કારણે કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. જ્યાં ઘૂસણખોરી છે ત્યાં વિકાસ પર બ્રેક લાગી છે. ઘૂસણખોરી રોકવા માટે CAA જરૂરી છે. પીએમ મોદીએ કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 હટાવીને બંગાળના પુત્ર ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીનું સપનું પૂરું કર્યું. જો આસામમાં ભાજપની સરકાર બનશે તો ત્યાં ઘૂસણખોરી અટકશે અને જો બંગાળમાં ભાજપની સરકાર બનશે તો અહીં પણ ઘૂસણખોરી અટકશે.

CAA દેશનો કાયદો છે અને તેને કોઈ રોકી શકશે નહીં
અમિત શાહે કોલકાતાના ઐતિહાસિક ધર્મતલ્લા ખાતે એક જાહેર રેલીને સંબોધિત કરી રાજ્યમાં ભાજપના લોકસભા પ્રચાર માટે ટોન સેટ કર્યો. તેમણે કહ્યું, “…શું ક્યારેય એવા રાજ્યમાં વિકાસ થશે જ્યાં આટલી ઘૂસણખોરી છે? તેથી જ મમતા બેનર્જી CAA નો વિરોધ કરી રહી છે…પરંતુ હું કહીશ કે CAA દેશનો કાયદો છે અને તેને કોઈ રોકી શકશે નહીં…અમે તેનો અમલ કરીશું.”

ચૂંટણી હિંસાના આંકડા રાષ્ટ્રીય સ્તરે બંગાળમાં સૌથી વધુ 
શાહે વધુમાં કહ્યું કે માત્ર બેનર્જી જ નહીં પરંતુ અગાઉની CPI(M) સરકારે પણ બંગાળના વિકાસ માટે કંઈ કર્યું નથી. તેમણે કહ્યું કે બંને શાસનોએ 'બંગાળ રાજ્યને બરબાદ કરી દીધું. ચૂંટણી હિંસાના આંકડા રાષ્ટ્રીય સ્તરે બંગાળમાં સૌથી વધુ છે અને તેઓ ઘૂસણખોરી અટકાવી શક્યા નથી . મતદાર કાર્ડ અને આધાર કાર્ડ ઘુસણખોરોને ખુલ્લેઆમ અને ગેરકાયદેસર રીતે વહેંચવામાં આવી રહ્યા છે અને તેઓ ચૂપ છે."

CAA શું છે?
CAA 2020 માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું અને તેનો ઉદ્દેશ્ય અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિંદુઓ, શીખો, બૌદ્ધો, જૈનો, પારસીઓ અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતા પ્રદાન કરવાનો છે જેઓ 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારતમાં પ્રવેશ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ