બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ટેરિફ લાગુ થાય એ પહેલા જ સોનું સસ્તું કે મોંઘુ? ચેક કરી લેજો આજના લેટેસ્ટ રેટ

Gold Price Today / ટેરિફ લાગુ થાય એ પહેલા જ સોનું સસ્તું કે મોંઘુ? ચેક કરી લેજો આજના લેટેસ્ટ રેટ

Published By: Shilpa Parmar

Last Updated: 01:14 PM, 26 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધવાર 27 ઓગસ્ટથી અમેરિકા તરફથી ભારત પર વધારાનો 25% ટેરિફ લાગુ થવાનો છે. ત્યારબાદ ભારતમાંથી જતા માલસામાન પર કુલ 50% ટેરિફ વસૂલાશે. આવા સમયે સોનાના ભાવમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. જાણો આજના સોનાના ભાવ શું છે?

યુએસના હાઈ ટેરિફ લાગુ થવાના એક દિવસ પહેલાં જ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ગઇકાલે એટલે કે સોમવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે મંગળવાર 26 ઓગસ્ટ 2025ના રોજ ફરી સોનું મોંઘું બન્યું છે.

આજે 24 કેરેટ સોનાના ભાવમાં ગઈકાલની સરખામણીએ લગભગ 500 રૂપિયા વધારો થયો છે. 24 કેરેટ સોનું 1,00,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે પહોંચી ગયું છે. જ્યારે 22 કેરેટ સોનું 93,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે વેચાઈ રહ્યું છે.

Gold-Ornaments

જાણી લો તમારા શહેરમાં સોનાના લેટેસ્ટ ભાવ

સોનામાં જોવા મળી રહેલો વધારો એવા સમયે આવ્યો છે જ્યારે બુધવાર 27 ઓગસ્ટથી અમેરિકા તરફથી ભારત પર વધારાનો 25% ટેરિફ લાગુ થવાનો છે. ત્યારબાદ ભારતમાંથી નિકાસ થતાં માલ પર કુલ 50% ટેરિફ લાગશે. આ નિર્ણય અમેરિકાએ ભારત દ્વારા રશિયાથી સસ્તું તેલ ખરીદવામાં આવી રહ્યું છે તે મુદ્દાને લઈને લીધો છે.

Gold-Ornamentss

દિલ્લી, જયપુર, નોઇડા, ગાઝિયાબાદ અને લખનૌમાં આજે 24 કેરેટ સોનું 1,00,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે આ શહેરોમાં 22 કેરેટ સોનું 93,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે.

ચેન્નઈ, મુંબઈ, કોલકાતા, બેંગલોર અને પટનામાં 24 કેરેટ સોનું 1,00,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 93,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. આજે મોટાભાગના શહેરોમાં સોનું મોંઘું થયું છે. રોકાણકારોએ સોનાને “સેફ હેવન” ગણીને તેમાં રોકાણ કરી રહ્યા છે.

gold-silver-rate

સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય?

સોના અને ચાંદીના ભાવ રોજબરોજ બદલાતા રહે છે અને રોજ અલગ ભાવ નક્કી થાય છે. તેના ભાવ બદલાતા રહે છે તેના પાછળ ઘણા પરિબળો અસર કરે છે. જાણો સોનાના ભાવ પર અસર કરતાં મુખ્ય કારણો:

  • આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ અમેરિકન ડોલરમાં નક્કી થાય છે. જો ડોલર મજબૂત બને કે રૂપિયો નબળો પડે તો ભારતમાં સોનાં-ચાંદીના ભાવ વધી જાય છે.
  • ભારતમાં સોનાનો મોટાભાગનો જથ્થો આયાત કરવામાં આવે છે. જેમાં ઈમ્પોર્ટ ડ્યુટી, GST અને સ્થાનિક ટેક્સ સીધા તેની કિંમત પર અસર કરે છે.
  • વૈશ્વિક ઘટનાઓ જેમ કે યુદ્ધ, મંદી કે વ્યાજદરમાં ફેરફાર, આ બધું પણ સોના-ચાંદીના ભાવ પર મોટો પ્રભાવ પાડે છે. અનિશ્ચિતતા વધે ત્યારે રોકાણકારો સોનાને "સુરક્ષિત રોકાણ" માનીને ખરીદી કરે છે, જે કારણે ભાવ વધી જાય છે.
  • ભારતમાં સોનું માત્ર રોકાણ નથી, પણ પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલ છે. લગ્ન, તહેવારો અને શુભ પ્રસંગો પર સોનાની ખરીદી અનિવાર્ય માનવામાં આવે છે. માંગ વધે એટલે ભાવ પણ વધે છે.
  • સોનું લાંબા સમયથી મોંઘવારીના સમયે બચત તરીકે કામ કરતું આવ્યું છે. જ્યારે મોંઘવારી કે શેરબજારમાં જોખમ વધે ત્યારે લોકો સોનામાં રોકાણ કરવાનું સુરક્ષિત માને છે. તેથી તેની માંગ અને કિંમત બંને વધી જાય છે.

વધુ વાંચો: PF અને PPFથી કમાણી કરતા હોય તો આ બાબતો જાણી લેજો, નહીંતર ફાયદાને બદલે નુકસાન

સોના-ચાંદીના ભાવ માત્ર બજાર પર નહીં, પણ ડોલર, ટેક્સ, વૈશ્વિક પરિસ્થિતિ અને ભારતીય પરંપરાઓ પર પણ આધારિત હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tariffs Gold Price Today Silver prices

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ