બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / રોકાણકારો રૂપિયા તૈયાર રાખજો! આવી રહ્યો છે 10000 કરોડનો IPO, જે માર્કેટમાં બૂમ પડાવશે
Last Updated: 08:29 AM, 15 September 2025
IPO માર્કેટમાં વર્ષ 2025માં પણ ગયા વર્ષ જેવી જ તેજી જોવા મળી રહી છે. એક પછી એક ઘણી કંપનીઓના ઇશ્યૂ આવી રહ્યા છે અને બજારમાં લિસ્ટ થઈ રહ્યા છે. આમાંથી કેટલીક કંપનીઓ લિસ્ટિંગ બાદ રોકાણકારો માટે ફાયદાકારક સાબિત થઈ છે, જ્યારે કેટલીક નિરાશાજનક રહી છે.
ADVERTISEMENT
હવે આવતા બે-ત્રણ અઠવાડિયા પ્રાઇમરી માર્કેટમાં ભારે બદલાવ જોવા મળશે, કારણ કે ડઝનથી વધારે કંપનીઓ પોતાના IPO ઓપન કરવા તૈયાર છે, જેનાથી બજારમાંથી આશરે 10000 કરોડ રૂપિયા ઉઠાવવામાં આવશે.

ADVERTISEMENT
IPO માર્કેટમાં ચાલુ રહેશે તેજી
જો તમે પણ IPOમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આવનાર બે-ત્રણ અઠવાડિયા તમારા માટે ખાસ રહેવાના છે. ઘણી કંપનીઓના IPO ખૂલવા માટે તૈયાર છે. રિપોર્ટ મુજબ, મર્ચન્ટ બેંકર્સનું કહેવું છે કે આ કંપનીઓને પહેલેથી જ માર્કેટ રેગ્યુલેટર SEBIની મંજૂરી મળી ગઈ છે. સાથે જ GST 2.0 હેઠળના સુધારા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની રેપો રેટ નીતિએ પણ કંપનીઓના મનોબળને મજબૂત બનાવ્યું છે. કુલ મળીને, આવનારા દિવસોમાં રોકાણકારોને એક-બે નહીં, પરંતુ અનેક IPOમાં રોકાણ કરવાની તક મળશે.
ADVERTISEMENT
આ કંપનીઓ લાવશે IPO
રિપોર્ટ મુજબ, પ્રાઇમરી માર્કેટમાં એન્ટ્રી લેવા તૈયારી કરી રહેલી કંપનીઓમાંઆઈ વેલ્યુ ઇન્ફોસોલ્યુશન્સ, સાત્વિક ગ્રીન એનર્જી, જિંકુશાલ ઇંડસ્ટ્રીસ , એટલાન્ટા ઇલેક્ટ્રિકલ્સ , પાર્ક મેડી વર્લ્ડ , સોલારવર્લ્ડ એનર્જી સોલ્યુશન્સ, સોલાર વર્લ્ડ એનર્જી સોલ્યુશન્સ, જૈન રિસોર્સ રિસાયક્લિંગ , CIEL HR Services, GK એનર્જી , ગણેશ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, આનંદ રાઠી શેર અને સ્ટોક બ્રોકર્સ અને શેષસાઈ ટેક્નોલોજીસનો સમાવેશ થાય છે. આ કંપનીઓના પ્રાઇસ બૅન્ડનું એલાન આવતા અઠવાડિયાથી શરૂ થઈ શકે છે અને તેમના IPO સપ્ટેમ્બરના અંત સુધીમાં લોન્ચ થવા તૈયાર છે.
ADVERTISEMENT

આવતા અઠવાડિયે આ IPO થશે ઓપન
ADVERTISEMENT
આવનાર અઠવાડિયે મેનબોર્ડ કેટેગરીમાં પહેલો IPO Euro Pratik Sales છે, જે બજારમાંથી 451.31 કરોડ રૂપિયા ઉઠાવશે. તેની પ્રાઇસ બૅન્ડ 235-247 રૂપિયા નક્કી થઈ છે અને લોટ સાઇઝ 60 શેર છે. તેમાં 18 સપ્ટેમ્બર સુધી રોકાણ કરી શકાશે. તેની સંભાવિત લિસ્ટિંગ તારીખ 23 સપ્ટેમ્બર છે.
બીજો IPO VMS TMTનો છે, જે 17 સપ્ટેમ્બરે ખુલશે અને તેનું કદ 148.50 કરોડ રૂપિયા છે. તેની પ્રાઇસ બૅન્ડ 94-99 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઇઝ 150 શેરની છે. આ IPO 19 સપ્ટેમ્બરે બંધ થશે અને તેનું લિસ્ટિંગ 24 સપ્ટેમ્બરે થઈ શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: શેરબજારમાંથી કમાણી કરી હોય, તો કયું ITR ફોર્મ ભરવાનું? જાણો ઈન્કમ ટેક્સના નિયમો
SME કેટેગરીના IPO પણ કરશે એન્ટ્રી
હવે SME કેટેગરીના IPOની વાત કરીએ, તો સોમવારથી TechD Cybersecurity IPO ખુલશે, જેનું કદ 38.99 કરોડ રૂપિયા છે અને તેમાં 17 સપ્ટેમ્બર સુધી રોકાણ કરી શકાશે. તેની પ્રાઇસ બૅન્ડ 183-193 રૂપિયા પ્રતિ શેર છે. આગળ, Sampat Aluminiumનો IPO 17-19 સપ્ટેમ્બર દરમિયાન ખુલ્લો રહેશે, જેનું કદ 20.53 કરોડ રૂપિયા છે. ઉપરાંત, JD Cablesનો IPO 95.99 કરોડ રૂપિયાનો છે, જે 18 સપ્ટેમ્બરે ખુલશે અને 22 સપ્ટેમ્બરે બંધ થશે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.