બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ઓગસ્ટમાં સોનાના ભાવમાં 5000 રૂપિયાનો વધારો, સપ્ટેમ્બરમાં ગોલ્ડ બનાવશે નવો રેકોર્ડ

બિઝનેસ / ઓગસ્ટમાં સોનાના ભાવમાં 5000 રૂપિયાનો વધારો, સપ્ટેમ્બરમાં ગોલ્ડ બનાવશે નવો રેકોર્ડ

Published By: Shilpa Parmar

Last Updated: 08:11 PM, 31 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓગસ્ટ મહિનામાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે. ગત એક મહિનામાં સોનાના ભાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. જાણી લો ઓગસ્ટમાં સોનાના ભાવ કેટલા વધ્યા અને આગળ સોનાના ભાવમાં કેટલો વધારો થઈ શકે છે?

ભારતીય શેરબજાર અને સોનાના ભાવમાં સામાન્ય રીતે એકબીજાથી વિરુદ્ધ રીતે વધઘટ થતી રહે છે. જ્યારે માર્કેટમાં તેજી રહે છે ત્યારે સોનાના ભાવ એટલા જ રહે છે અથવા તેમાં ઘટાડો થાય છે. તેનાથી વિરુદ્ધ , જો માર્કેટમાં મંદી આવે તો સોનાના ભાવોમાં લગભગ વધારો થતો હોય છે.

ટેરિફના નવાં નિયમો લાગ્યા બાદ ઓગસ્ટ 2025માં પણ ભારતીય શેરબજારમાં આશરે 1.50 ટકા જેટલો ઘટાડો આવ્યો છે. આ સમયે સોનામાં રેકોર્ડબ્રેક તેજી જોવા મળી રહી છે. ચાલો જાણીએ કે એક મહિનામાં સોનાના ભાવ કેટલા વધ્યા અને આવનાર સમયમાં સોનાની સ્થિતિ કેવી હશે?

Gold-Ornaments

શેરબજારમાં જબરદસ્ત ઘટાડો

ભારતીય શેરબજારમાં ગત એક મહિનામાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. ઓગસ્ટમાં માર્કેટનો મુખ્ય સેન્સેક્સ લગભગ 1,375.93થી તૂટીને 79,809.65ના આંકડા પર આવી ગયો છે. નીફ્ટી 50 પણ આશરે 1.38 ટકા ઘટીને 24,426.85 પર આવી છે. સાથે જ વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં રોકાણ ઓછું કર્યું છે.

ઓગસ્ટમાં માર્કેટમાંથી કુલ 34,993 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા. આ ઘટાડાએ સોનાના ભાવને સપોર્ટ આપ્યો. આખા મહિનામાં 3 ઓક્ટોબર 2025ના રોજ એક્સપાયર થનારા ગોલ્ડ કોન્ટ્રાક્ટના ભાવમાં પ્રતિ 10 ગ્રામ દીઠ MCX પર 5,055 રૂપિયાનો વધારો થયો.

Gold-Ornaments1

સોનાની કિંમતમાં થયો વધારો

ગત એક મહિનામાં ફ્યુચર માર્કેટમાં સોનાની કિંમતોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. MCX પર 3 ઓક્ટોબર 2025ના રોજ એક્સપાયર થનારા ગોલ્ડ કોન્ટ્રાક્ટની કિંમત 31 જુલાઈ 2025એ 98,769 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. એક મહિનાના અંતે, એટલે કે 29 અગસ્ત 2025ના રોજ આ કોન્ટ્રાક્ટની કિંમત વધીને 1,03,824 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે એક મહિનામાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 5 હજાર રૂપિયાથી વધુનો વધારો થયો છે.

આવનાર સમયમાં હજુ ભાવ વધારો થશે?

સોનાની કિંમતોમાં આવનાર સપ્ટેમ્બર મહિનામાં પણ તેજી જોવા મળી શકે છે. કારણ કે, જે પરિબળો સોનાની કિંમતોને સપોર્ટ આપી રહ્યા હતા તેમાં હજુ ઘટાડો થવાના સંકેત નથી. ટ્રમ્પ પોતાના ટેરિફના નિયમોથી આખી વૈશ્વિક અર્થવ્યવસ્થાને હચમચાવી રહ્યા છે.

વધુ વાંચો: 10 સપ્ટેમ્બર પહેલા દાવ લગાવી દેજો! કંપની એક શેર પર આપશે બે મફત શેર

વૈશ્વિક તણાવ હજુ ઘટ્યો નથી અને રૂપિયો પણ પોતાના ઓલ-ટાઈમ લો નજીક ટ્રેડ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સોનાના ભાવને આવનારા મહિને પણ મજબૂત સપોર્ટ મળવાની શક્યતા છે. એટલે કે, સપ્ટેમ્બરમાં સોનાના ભાવમાં વધુ તેજી જોવા મળી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tariff Gold Price Silver Price

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ