બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / RBIના આદેશ બાદ દેશની 7 મુખ્ય બેંકોએ કર્યો મોટો ફેરફાર, ગ્રાહકોના હિતમાં લેવાયો નિર્ણય
Business News : આજના સમયમાં ઓનલાઈન બેંકિંગની સુવિધા વરદાનરુપ સાબિત થઈ રહી છે, જો કે આ સુવિધાની સાથે સાથે ફ્રોડના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે, ત્યારે સાયબર ગુનાઓને અટકાવવા માટે RBIએ મોટો આદેશ આપ્યો હતો, જેના પગલે દેશની અનેક બેંકોએ મોટો ફેરફાર કર્યો છે.
ADVERTISEMENT
દરેક લોકો પોતાના બેંકની માહિતી કે પોતાના ખાતાની અપડેટ માટે ઓનલાઈન બેંકની વેબસાઈની મુલાકાત લેતા હોય છે. ત્યારે હવે ગ્રાહકોએ પોતાની બેંકોની નવી વેબસાઈટ અથવા ડોમેન યાદ રાખવું પડશે નહીંતર છેતરપિંડી પણ થઈ શકે છે. RBIના આદેશ બાદ અનેક બેંકોની વેબસાઈટ બદલી ગઈ છે.
ADVERTISEMENT
RBIના આદેશ બાદ SBI, PNB, HDFC સહિત સરકારી અને ખાનગી બેંકો વેબસાઇટના ડોમેન અથવા URL એડ્રેસમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ઘણા વર્ષોથી બેંક ફ્રોડ કેસોમાં વધારો થયો છે, જેના કારણે આરબીઆઈએ ગ્રાહકોની સુરક્ષા વધારવા માટે આ નિર્ણય લીધો છે. ડિજિટલ પેમેન્ટ ફ્રોડ અટકાવવા તેમજ ઓનલાઈન બેન્કિંગ સેવાઓમાં ગ્રાહકોનો વિશ્વાસ વધારવા માટે આ સુરક્ષાભર્યું પગલું લેવાયું છે.
ADVERTISEMENT
વધુ વાંચો : એરપોર્ટ પર હવે વ્હીલચેરના પણ પૈસા ચુકવવા પડશે, કૃત્રિમ અશક્તો હવે એરપોર્ટ પર દોડતા જોવા મળશે
ADVERTISEMENT
અગાઉ RBI એ 21 એપ્રિલ, 2025ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, બેંકોએ તેમના હાલના ડોમેનને '.bank.in' ડોમેનમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શક્ય તેટલી વહેલી તકે અને કોઈપણ સંજોગોમાં 31 ઓક્ટોબર, 2025 પહેલાં પૂર્ણ કરવાની રહેશે.
દેશની 7 બેંકોની વેબસાઈટના ડોમેનમાં ફેરફાર
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 1, 2025
જાણો બેંકોની વેબસાઈટના નવા URL એડ્રેસ#BankingUpdate #IndianBanks #BankWebsiteChange #BankDomainUpdate #OnlineBanking #DigitalIndia #BankAlert #CustomerAwareness #BankSecurity #FinanceNews #RBIUpdate #BankingSector #TechUpdate… pic.twitter.com/0nfhf2eUQT
ADVERTISEMENT
જો .bank.in ડોમેનની વાત કરવામાં આવે તો એ RBI દ્વારા ખાસ કરીને ભારતીય બેંકો માટે શરૂ કરાયેલ એક સુરક્ષિત અને ખાસ ઇન્ટરનેટ ડોમેન છે જે ડિજિટલ ચુકવણી છેતરપિંડી અટકાવવા અને ઓનલાઈન બેંકિંગ સેવાઓમાં વિશ્વાસ વધારવામાં મદદ કરે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.