બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / એરપોર્ટ પર હવે વ્હીલચેરના પણ પૈસા ચુકવવા પડશે, કૃત્રિમ અશક્તો હવે એરપોર્ટ પર દોડતા જોવા મળશે
Last Updated: 08:35 AM, 1 November 2025
DGCA Rule Change : હવાઈ મુસાફરો માટે એક મહત્વપૂર્ણ ફેરફાર અમલમાં આવ્યો છે. હવે એરપોર્ટ પર દરેક મુસાફર માટે મફત વ્હીલચેર સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ નાગરિક ઉડ્ડયન સંબંધિત નિયમોમાં સુધારો કર્યો છે, જેના અંતર્ગત એરલાઇન્સ હવે એવા મુસાફરો પાસેથી ફી વસૂલ કરી શકશે જેઓ શારીરિક રીતે સક્ષમ છે પરંતુ વ્હીલચેરની સહાય માંગે છે.
ADVERTISEMENT
હવે કયા મુસાફરોને ફી ચૂકવવી પડશે?
DGCA ના નવા નિયમો અનુસાર જો કોઈ મુસાફર અપંગ નથી કે ગતિશીલતાની તકલીફ ધરાવતો નથી છતાં એરપોર્ટ અથવા ફ્લાઇટ દરમિયાન વ્હીલચેરની માંગ કરે છે તો હવે તેને નિર્ધારિત ફી ચૂકવવી પડશે.
ADVERTISEMENT
આ ફી એરલાઇન્સ દ્વારા નક્કી કરવામાં આવશે અને તેમની વેબસાઇટ પર સ્પષ્ટ રીતે દર્શાવવી ફરજિયાત રહેશે જેથી મુસાફરો બુકિંગ વખતે જ માહિતી મેળવી શકે.
દિવ્યાંગ અને જરૂરિયાતમંદ મુસાફરો માટે સેવા મફત જ રહેશે
ADVERTISEMENT
DGCA એ સ્પષ્ટ કર્યું છે કે, અપંગતા ધરાવતા અથવા ગતિશીલતામાં ખામી ધરાવતા મુસાફરો માટે વ્હીલચેર સેવા અગાઉની જેમ સંપૂર્ણ મફત રહેશે. એરલાઇન્સે આવા મુસાફરોને પ્રાથમિકતા આપવી ફરજિયાત રહેશે અને તેમને સહાય મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવી પડશે.
રિપોર્ટિંગ સમય અને સહાય પ્રક્રિયામાં ફેરફાર
ADVERTISEMENT
નવા નિયમો મુજબ જેમને સહાયની જરૂર છે તે મુસાફરોએ સમયસર એરપોર્ટ પર પહોંચવું આવશ્યક રહેશે. એરલાઇન્સ પોતાની સુવિધા મુજબ ન્યૂનતમ રિપોર્ટિંગ સમય નક્કી કરી શકશે, જેથી સહાય સમયસર પૂરી પાડવી સરળ બને.
એરપોર્ટ પર વધુ સારી સુવિધાઓ
ADVERTISEMENT
DGCA એ એરપોર્ટ ઓપરેટરોને પણ સૂચના આપી છે કે તેઓ દિવ્યાંગ મુસાફરો માટે ખાસ વ્યવસ્થાઓ કરે, જેમ કે, અનામત ડ્રોપ-ઓફ ઝોન રાખવો, વ્હીલચેર સહાય હંમેશા ઉપલબ્ધ રાખવી, ટર્મિનલની અંદર સ્પષ્ટ સાઇનબોર્ડ અને માર્ગદર્શિકા, અને PRM કાઉન્ટર પાસે પૂરતી બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવી.

ADVERTISEMENT
આ નિર્ણયની પાછળનું કારણ
DGCAએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી એરલાઇન્સ અને એરપોર્ટ ઓપરેટરોને ફરિયાદો મળી રહી હતી કે, ઘણા સક્ષમ મુસાફરો બિનજરૂરી રીતે વ્હીલચેર સેવા લઈ રહ્યા હતા જેના કારણે ખરેખર જરૂરિયાતમંદ મુસાફરોને સમયસર સહાય મળતી નહોતી.આ સ્થિતિ સુધારવા માટે DGCAએ હવે આ નવો નિયમ અમલમાં લાવ્યો છે, જેથી સેવા વધુ ન્યાયસંગત અને પારદર્શક બને.
આ પણ વાંચો : ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, ગુજરાત સહિત આ રાજ્યોમાં IMDનું એલર્ટ
મુસાફરોએ શું કરવું જોઈએ?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.