બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:44 PM, 13 November 2025
તાજેતરમાં વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક સંદેશ જોરશોરથી ફેલાઈ રહ્યો છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારે નવા નાણા અધિનિયમ 2025 અંતર્ગત નિવૃત્ત થનારા કર્મચારીઓ માટે પેન્શન, ડીએ વધારો અને પગાર પંચના સુધારા જેવા લાભો પાછા ખેંચી લીધા છે. સંદેશામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે નિવૃત્તિ બાદ કર્મચારીઓને કોઈ વધારાના લાભો નહીં મળે.
ADVERTISEMENT

પરંતુ PIB (Press Information Bureau) દ્વારા કરવામાં આવેલી તથ્ય-તપાસમાં આ દાવાઓને સંપૂર્ણપણે ખોટા અને ભ્રામક ગણાવવામાં આવ્યા છે. PIBએ સ્પષ્ટ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે આવી કોઈ કાર્યવાહી કરી નથી. કોઈ નવો અધિનિયમ એવો પાસ થયો નથી જે પેન્શન અથવા ડીએ લાભો રદ્દ કરે.
ADVERTISEMENT

હકીકતમાં, પેન્શન સંબંધિત કેટલાક નિયમોમાં માત્ર નાના સુધારા (amendments) કરવામાં આવ્યા છે, પરંતુ તેનું નિવૃત્ત થનારા કર્મચારીઓના લાભો પર કોઈ નકારાત્મક અસર નથી.
ADVERTISEMENT
🚨 Will retired Govt employees stop getting DA hikes & Pay Commission benefits under the Finance Act 2025⁉️
— PIB Fact Check (@PIBFactCheck) November 13, 2025
A message circulating on #WhatsApp claims that the Central Government has withdrawn post-retirement benefits like DA hikes and Pay Commission revisions for retired… pic.twitter.com/E2mCRMPObO
PIBના જણાવ્યા મુજબ, સુધારો માત્ર CCS (Pension) Rules, 2021 ના નિયમ 37માં કરવામાં આવ્યો છે. આ સુધારો એ માટે છે કે જો કોઈ PSU (Public Sector Undertaking) નો કર્મચારી સરકારની સેવામાં જોડાય છે અને પછી અનૈતિક વર્તન અથવા ખોટી કાર્યવાહી માટે બરતરફ થાય છે, તો આવા કેસમાં હવે તેની પેન્શન અને નિવૃત્તિ લાભો સંપૂર્ણપણે રદ થઈ જશે.
ADVERTISEMENT

અગાઉ, આવા કર્મચારીઓ માટે નિયમો થોડા નરમ હતા. જો કોઈ કર્મચારીને બરતરફ કરવામાં આવ્યો હોય તો પણ તેને કેટલાક નિવૃત્તિ લાભો મળતા હતા. પરંતુ હવે નવા નિયમો હેઠળ જો કોઈ કર્મચારી સરકારી સેવા દરમિયાન શિસ્તભંગ કે ભ્રષ્ટાચાર જેવી ગંભીર ખામીઓ કરે, તો તેને પેન્શન, ફેમિલી પેન્શન અને કરુણા ભથ્થા જેવા લાભો મળશે નહીં.
ADVERTISEMENT
આ પણ વાંચો : બેંકની FD છોડો! સરકારની પાંચ યોજનામાં રોકાણથી કરો બમ્પર કમાણી
સરકારના જણાવ્યા અનુસાર, આ સુધારાનો હેતુ કર્મચારીઓને વધુ પ્રામાણિકતા અને જવાબદારીથી કામ કરવા પ્રોત્સાહિત કરવો છે. આનો સામાન્ય કર્મચારીઓ પર કોઈ પ્રભાવ નથી, અને કોઈ પણ નિયમ એવો લાગુ નથી જે તમામ નિવૃત્ત કર્મચારીઓના પેન્શન અથવા ડીએ લાભો રદ્દ કરે. PIBએ અંતે લોકોને ચેતવણી આપી છે કે વોટ્સએપ અથવા સોશિયલ મીડિયા પર ફેલાતા આવા ખોટા સંદેશાઓ પર વિશ્વાસ ન કરે અને કોઈ પણ માહિતી માનતા પહેલા સત્તાવાર સ્ત્રોતો પરથી તેની તપાસ કરી લેવી જોઈએ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.