બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:58 PM, 7 July 2025
ભારતીય રિઝર્વ બેંકે ત્રણ બેંકો સામે કડક વલણ દાખવ્યું છે. આ પ્રતિબંધો બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 35A અને 56 હેઠળ લાદવામાં આવ્યા છે. આ ત્રણ બેંકોને 4 જુલાઈથી તેમના વ્યવસાય બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમય ગ્રાહકોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ યાદીમાં સમાવિષ્ટ બે બેંકોના ગ્રાહકો મર્યાદિત રકમ ઉપાડી શકશે. જ્યારે એક બેંકને આમ કરવાની મંજૂરી આપવામાં આવી નથી.
ADVERTISEMENT
6 મહિના અમલમાં રહેશે કાયદો
RBIનો આ આદેશ 6 મહિના સુધી અમલમાં રહેશે. RBIએ બેંકોના લાઇસન્સ રદ કર્યા નથી. પરંતુ થોડા સમય માટે પ્રતિબંધો મૂક્યા છે. બેંકોની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. કેન્દ્રીય બેંક સુધારા માટે જરૂરી સૂચનાઓ પણ જારી કરશે. જો પરિસ્થિતિ સુધરશે તો આ પ્રતિબંધોને દૂર કરવાનો નિર્ણય પણ લઈ શકાય છે. આ યાદીમાં ઇનોવેટિવ કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ (દિલ્હી), ધ ઇન્ડસ્ટ્રિયલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (ગુવાહાટી) અને ધ સહકારી બેંક લિમિટેડ (મુંબઈ)નો સમાવેશ થાય છે.
ADVERTISEMENT

આ સેવાઓ બંધ રહેશે
ADVERTISEMENT
ત્રણેય બેંકોને RBI ની પરવાનગી વિના કોઈપણ લોન કે એડવાન્સ મંજૂર કે રિન્યૂ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમને કોઈપણ રોકાણ, ઉધાર અને અન્ય વ્યવહારો, જેમાં નવી થાપણો સ્વીકારવાનો સમાવેશ થાય છે. જેને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. તેઓ તેમની જવાબદારીઓ પૂરી કરવા માટે કોઈપણ ચુકવણી પણ કરી શકશે નહીં. કોઈપણ કરાર કે વ્યવસ્થા કરવા પર પણ પ્રતિબંધ રહેશે. મિલકત કે સંપત્તિના વેચાણની પણ મંજૂરી આપવામાં આવશે નહીં. જો કે બેંકો કર્મચારીઓના પગાર, ભાડું, વીજળી બિલ વગેરે જેવા કેટલાક આવશ્યક કાર્યો પર ખર્ચ કરી શકે છે. આ ઉપરાંત ડિપોઝિટ સામે લોન ફરીથી સેટ કરવાની પણ પરવાનગી આપવામાં આવી છે.
ગ્રાહકો આટલી રકમ ઉપાડી શકશે
ADVERTISEMENT
RBI એ ઇનોવેટિવ કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ દિલ્હી અને ધ ઇન્ડસ્ટ્રિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ ગુવાહાટીને તેમના બેંક બચત ખાતા, ચાલુ ખાતા અથવા અન્ય કોઈપણ ખાતામાંથી ₹35000 સુધી ઉપાડવાની મંજૂરી આપી છે. જોકે ભવાની સહકારી બેંક લિમિટેડ મુંબઈના ગ્રાહકોને આ સુવિધા મળશે નહીં. DICGC એક્ટ 1961 ની જોગવાઈઓ હેઠળ દરેક ગ્રાહકને તેમની થાપણો પર ₹5 લાખ સુધીની થાપણ વીમા દાવાની રકમ મેળવવાનો અધિકાર છે.
વધુ વાંચો: ટેક્સી ચાલકોને મોટો ઝટકો! હવે Ola-Uberમાં નહીં ચાલે આ ગાડીઓ, લાગુ કરાશે નવો નિયમ
ADVERTISEMENT

RBI એ આ પગલું કેમ ભર્યું?
ADVERTISEMENT
તાજેતરમાં RBI એ બેંકના બોર્ડ અને વરિષ્ઠ મેનેજમેન્ટ સાથે બેંકના કાર્યપ્રણાલીમાં સુધારો કરવા માટે ચર્ચા કરી હતી. આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કારણ કે બેંકે દેખરેખની ચિંતાઓને દૂર કરવા અને બેંકના થાપણદારોના હિતોનું રક્ષણ કરવા માટે નક્કર પ્રયાસો કર્યા ન હતા. 3 જુલાઈના રોજ ત્રણેય બેંકોને સૂચનાઓ જારી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.