બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / GST ઘટવા છતાંય સામાન મોંઘો મળશે! આખરે ક્યાં મામલો અટવાયો, મેળવો વિગત

બિઝનેસ / GST ઘટવા છતાંય સામાન મોંઘો મળશે! આખરે ક્યાં મામલો અટવાયો, મેળવો વિગત

Priyankka Triveddi

Last Updated: 08:47 AM, 9 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી મોટી ભેટની જાહેરાત કરી તે પછી નાણાંમંત્રી સીતારમણ અને તેમની ટીમે ભારતીયોને મોટી ભેટ રૂપે 2 GST સ્લેબ નાબૂદ કર્યા છે. અને હવે નવા સ્લેબ મુજબ ઘર જરૂરિયાતની વસ્તુઓ પર આગામી 22 સપ્ટેમ્બરથી નવા જીએસટી દર લાગુ પડશે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું સામાન્ય જનતાને 22 તારીખથી જ જરૂરી સામાન સસ્તી મળવા લાગશે કે નહીં?

GST on FMCG: GST સ્લેબમાં ફેરફાર કર્યા પછી FMCG પ્રોડક્ટ પર જીએસટી ઓછો લાગુ પડશે એટલે કે તેની વેચાણ કિંમતમાં ઘટાડો થશે. પણ સવાલ એ થાય છે કે શું 22 સપ્ટેમ્બરથી જ વસ્તુઓ સસ્તા કે નવા ભાવે મળવી શરૂ થઈ જશે? એવું કહેવામાં આવી રહ્યું છે કે ભલે નવા જીએસટી રેટ લાગુ કરવામાં આવ્યા હોય પણ હજુ જનતાએ જૂના જીએસટી રેટ પર જ વસ્તુઓ ખરીદવી પડશે. તેનું કારણ છે કે હજુ બજારમાં જુનો સમાન વેચવા મૂકેલો છે જે જૂના જીએસટી રેટ મુજબનો છે અને જ્યાં સુધી તે સમાન પૂરો થઈને નવો સમાન ના આવે ત્યાં સુધી નવા જીએસટી દરની અસર FMCG પ્રોડક્ટ પર જોવા મળશે નહીં.

FMCG-Products-New-Logo

'ટૂંકા ગાળાનો અવરોધ'

GST દરોમાં ઘટાડો થયા બાદ FMCG કંપનીઓ માટે જૂના MRPવાળા સ્ટોકનું શું કરવું તે એક મોટો પ્રશ્ન છે. નવા GST દર લાગુ થવાથી વસ્તુઓની કિંમત ઘટી શકે છે. પરંતુ જૂના સ્ટોક પર હજી પણ જૂની, વધુ કિંમતવાળી MRP છાપેલી છે. ઉદ્યોગ માને છે કે GSTમાં ઘટાડો થવાથી લાંબા ગાળે વપરાશ વધશે પરંતુ શરૂઆતમાં જૂના સ્ટોકને કારણે 'ટૂંકા ગાળાનો અવરોધ' આવી શકે છે. આનો અર્થ એ છે કે ગ્રાહકોને તરત જ નીચા ભાવનો લાભ નહીં મળે. જ્યાં સુધી જૂનો સ્ટોક પૂરો ન થાય ત્યાં સુધી વસ્તુઓ મોંઘી જ રહેશે.

સરકાર પાસે માંગ્યો સમય

કંપનીઓ સરકાર પાસેથી સ્પષ્ટ માર્ગદર્શિકાની રાહ જોઈ રહી છે. તેઓ ઈચ્છે છે કે સરકાર તેમને જૂના MRP સાથેના સ્ટોકને ડિસ્કાઉન્ટ પર વેચવાની મંજૂરી આપે જેથી ગ્રાહકોને ફાયદો થાય અને કંપનીઓનો સ્ટોક પણ ખાલી થઈ શકે. કેટલીક મોટી કંપનીઓ આ સ્થિતિને પહોંચી વળવા માટે આયોજન કરી રહી છે. તેઓ MRPમાં ફેરફાર કેટલી ઝડપથી કરી શકે છે, તેના પર ધ્યાન આપી રહ્યા છે અને સાથે સાથે સરકાર સાથે પણ વાતચીત કરી રહ્યા છે. ટૂંકમાં આ સ્થિતિ FMCG કંપનીઓ અને ગ્રાહકો બંને માટે એક પડકાર છે. કંપનીઓ ઇચ્છે છે કે સરકાર યોગ્ય નિયમો બનાવે જેથી જૂનો સ્ટોક સરળતાથી વેચી શકાય અને ગ્રાહકોને નવા, નીચા ભાવનો લાભ મળે.

fmcg-new-logo1

દિવાળી પછી મળશે સસ્તો સામાન ?

નવી GST સિસ્ટમ હેઠળ ભાવ ઘટાડવામાં આવ્યા બાદ નવી MRP વાળી ચીજવસ્તુઓ બજારમાં પહોંચવામાં સમય લાગશે. તેથી ગ્રાહકોને આ લાભ નવરાત્રિ અને દિવાળી જેવા તહેવાર સમયે નહિ મળે. પરંતુ આગામી મહિનાની શરૂઆત અથવા મધ્ય સુધીમાં મળશે. GST દર 5% સુધી ઘટાડવાથી ઉદ્યોગને 'ટૂંકા ગાળાનો વિક્ષેપ' પડ્યો છે. આનું મુખ્ય કારણ એ છે કે FMCG ઉદ્યોગ MRP સિસ્ટમ પર આધારિત છે. વિતરકો અને કંપનીઓ પાસે હજુ પણ જૂના, ઊંચા MRP વાળા સ્ટોક છે. આ સ્ટોક ખાલી થયા પછી જ નવી, સસ્તી પ્રોડક્ટ્સ બજારમાં આવશે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે સરકાર દ્વારા GST દરમાં ઘટાડો થવાથી ગ્રાહકોને લાંબા ગાળે ફાયદો થશે, પરંતુ શરૂઆતમાં જૂના સ્ટોકને કારણે ભાવમાં તાત્કાલિક ઘટાડો જોવા નહીં મળે.

ઉત્પાદનો બજારમાં પહોંચવામાં થોડો સમય લાગશે . ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ના નવા દર 22 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આવતા મહિનાની શરૂઆત અથવા મધ્ય સુધીમાં FMCG ઉત્પાદનોના ભાવમાં ઘટાડો જોવા મળશે

વધુ વાંચો: ઓનલાઇન સેલ થઇને ગાંડા ન થતા, બેંકમાં રહેલા તમામ પૈસા થઇ જશે સાફ

Vtv App Promotion 2

બિલ પર ડિસ્કાઉન્ટનો લાભ

વી-માર્ટ રિટેલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર લલિત અગ્રવાલના જણાવ્યા અનુસાર કંપની હાલના સ્ટોક પર છાપવામાં આવેલ MRP (Maximum Retail Price) માં કોઈ ફેરફાર કરશે નહીં. આના બદલે ગ્રાહકોને GSTના ઘટાડાનો લાભ સીધો અંતિમ બિલ પર ડિસ્કાઉન્ટના રૂપમાં આપવામાં આવશે. આ એક વ્યવહારુ ઉકેલ છે જે જૂના સ્ટોકને ઝડપથી ખાલી કરવામાં અને ગ્રાહકોને તાત્કાલિક લાભ આપવામાં મદદ કરશે. GST કાઉન્સિલ દ્વારા લગભગ 400 વસ્તુઓ પરના દરો ઘટાડવામાં આવ્યા છે. આમાં ટેલિવિઝન, એર કંડિશનર જેવી ગ્રાહક ચીજવસ્તુઓ, ખોરાક અને રોજિંદા વપરાશની ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ પગલું ભાવને વધુ તર્કસંગત બનાવવા અને વપરાશને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યું છે. આનાથી ઉદ્યોગ અને ગ્રાહકો બંનેને ફાયદો થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GST Rate Reduction GST on FMCG FMCG સ્ટોક
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ