બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / GSTમાં મોટા ફેરફારના લીધે ઘટી જશે પ્રોપર્ટીની કિંમત! ઘર ખરીદનારાઓ તો ફાવી જશે

રાહત / GSTમાં મોટા ફેરફારના લીધે ઘટી જશે પ્રોપર્ટીની કિંમત! ઘર ખરીદનારાઓ તો ફાવી જશે

Priyankka Triveddi

Last Updated: 12:15 PM, 22 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર GST રેટને ઓછા કરવાનો વિચાર કરી રહી છે જેની સીધી અસર રિયલ એસ્ટેસ સેક્ટર પર પડી શકે છે. જો આ બદલાવ લાગુ થશે તો ઘર બનાવવાની કિંમતમાં ઘટાડો થવાનો શક્યતા છે જેનો લાભ ઘર ખરીદનારને થશે. હાલ constructions માં ઉપયોગમાં લેવાતા વિવિધ સામનો પર અલગ-અલગ GST દર (18-28%) લાગુ પડે છે.

જાણકારોનું કહેવું છે કે એક સમાન દર કરવાથી અને ITC ઈનપુટ ટેક્સ ક્રેડિટને પાછો લાવવાથી ઘરની કિંમતમાં 2-4% સુધીનો ફેર પડી શકે છે. આ સ્ટેપ ખાસ કરીને મિડલ ક્લાસ ફેમિલી માટે ફાયદાકારક સાબિત થશે જેમની ખરીદ શક્તિ પર સતત વધતા ખર્ચનો બોજ પડી રહ્યો છે. રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ પરના GST દરો અલગ છે. સિમેન્ટ અને પેઇન્ટ પર 28% GST વસૂલવામાં આવે છે. જ્યારે સ્ટીલ, ટાઇલ્સ અને સેનિટરી વેર પર 18% GST વસૂલવામાં આવે છે. આ અલગ અલગ ભાવની સીધી અસરને કારણે પ્રોજેક્ટનો ખર્ચ અને મકાનોના ભાવ સીધા વધે છે. જાણકારો કહે છે કે આ દરોને એકસાથે લાવીને, વિકાસકર્તાઓના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે.

શું ઘરની કિંમતમાં થશે ઘટાડો?

એક રિપોર્ટ મુજબ affordable housing પર હાલ 1% GST લાગે છે પણ તેમાં કોઈ મોટો ચેન્જ નહિ આવે. પરંતુ જો ITC ફરી શરૂ કરવામાં આવશે તો ઘરની કિંમત 2-4% સુધી ઓછી થઈ શકે છે. તે જ સમયે મિડ સેગમેન્ટમાં જો GST 5% થી ઘટાડીને 3% કરવામાં આવે તો ખર્ચ 2-3% ઘટાડી શકાય છે.

house-insurance-1

ખર્ચમાં વધારો અને નફા પર દબાણ

તાજેતરના વર્ષોમાં બાંધકામ ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. 2019 અને 2024 વચ્ચે તેમાં લગભગ 40% નો વધારો થયો છે. જેમાંથી 27.3% માત્ર ત્રણ વર્ષમાં થયો છે. ટિયર -1 કેટેગરીના શહેરોમાં ગ્રેડ A પ્રોજેક્ટનો ખર્ચ 2021 માં 2200 પ્રતિ ચોરસ ફૂટથી વધીને 2024 માં 2800 થયો છે. આવામાં સિમેન્ટ અને સ્ટીલ જેવી મુખ્ય ચીજવસ્તુઓ પર ટેક્સમાં છૂટ થોડી રાહત આપી શકે છે.

વધુ વાંચો: એવું શું થયું કે ઓચિંતા અંબાણી પરિવાર પહોંચ્યો HN રિલાયન્સ હોસ્પિટલ, તંત્રમાં દોડધામ

Vtv App Promotion

લકઝરી ઘરના ભાવમાં ઘટાડો

જીએસટીના નવા રેટ્સ નવી સરળ સિસ્ટમનો ફાયદો પણ દરેક કેટેગરીના લોકોને કદાચ એકસરખો ના પણ મળે. જેમ કે લકઝરી હાઉસિંગ પ્રોજેક્ટ્સ જે મોંઘા સમાન પર નિભાર કરે છે તેમાં ખર્ચ વધી શકે છે. આ સામાનને 405 સ્લેબમાં મૂકવામાં આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GST Rate Property Market Housing Affordability
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ