ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / આવકવેરાથી ભરાઈ ગઈ સરકારી તિજોરી, 80 દિવસમાં 5.45 લાખ કરોડ

બિઝનેસ / આવકવેરાથી ભરાઈ ગઈ સરકારી તિજોરી, 80 દિવસમાં 5.45 લાખ કરોડ

Published By: Priykant Shrimali

Last Updated: 11:10 AM, 21 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Income Tax : કોર્પોરેટ ટેક્સ અને નોન-કોર્પોરેટ ટેક્સમાં વધારાથી સરકારી તિજોરીને ઘણો ફાયદો થયો, એડવાન્સ ટેક્સમાં પણ વધારો થયો તો રિટર્નમાં પણ જબરદસ્ત વધારો થયો

ADVERTISEMENT

Income Tax : દેશના ખજાનામાં પ્રત્યક્ષ કર વસૂલાતનો હિસ્સો સતત વધી રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના 80 દિવસ માટે સરકારે આપેલા આંકડા આ હકીકતને સંપૂર્ણપણે સાબિત કરી રહ્યા છે. બીજી તરફ કોર્પોરેટ ટેક્સ અને નોન-કોર્પોરેટ ટેક્સમાં વધારાથી સરકારી ખજાનાને ઘણો ફાયદો થયો છે. એડવાન્સ ટેક્સમાં પણ વધારો થયો છે. આ ઉપરાંત રિટર્નમાં પણ જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો 58 ટકાનો વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે, સરકાર દ્વારા કરદાતાઓને આપવામાં આવતી સેવા અને ઝડપી પ્રક્રિયાને કારણે ટેક્સ રિફંડમાં વધારો થયો છે.

પ્રત્યક્ષ કર વસૂલાતમાં ઉછાળો

સરકાર દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતનો પ્રત્યક્ષ કર સંગ્રહ 19 જૂન સુધીમાં 4.86 ટકા વધીને રૂ. 5.45 લાખ કરોડ થયો છે. જોકે રિફંડમાં તીવ્ર ઉછાળાને કારણે ચોખ્ખા કર સંગ્રહમાં નજીવો ઘટાડો જોવા મળ્યો. જો આપણે કુલ કર સંગ્રહ વિશે વાત કરીએ તો તેમાં કોર્પોરેટ ટેક્સ, નોન-કોર્પોરેટ ટેક્સ, સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) અને અન્ય ચાર્જનો સમાવેશ થાય છે - તે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન રૂ. 5,19,936 કરોડથી વધીને રૂ. 5,45,207 કરોડ થયો છે.

આ પણ વાંચો : કરદાતાઓ માટે ફાયદાના સમાચાર, ITR ફાઈલિંગને લઈ નવી સુવિધા શરૂ

ટેક્સ રિફંડમાં મોટો વધારો

ટેક્સ રિફંડમાં 58.04 ટકાનો વધારો થયો છે જે એક વર્ષ પહેલા 54,661 કરોડ રૂપિયાથી વધીને 86,385 કરોડ રૂપિયા થયો છે. રિફંડમાં આ વધારો કદાચ સારી કરદાતા સેવાઓ અને ઝડપી પ્રક્રિયાને કારણે થયો છે. પરિણામે, ચોખ્ખા ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 1.39 ટકાનો થોડો ઘટાડો થયો છે, જે ગયા વર્ષે 4,65,275 કરોડ રૂપિયાથી ઘટીને 4,58,822 કરોડ રૂપિયા થયો છે. આ તરફ સરકારી આંકડા અનુસાર એડવાન્સ ટેક્સ વસૂલાતમાં 3.87 ટકાનો વધારો થયો છે, જે 1,55,533 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. કોર્પોરેટ એડવાન્સ ટેક્સમાં લગભગ 6 ટકાનો વધારો થયો છે અને આ આંકડો 1,21,604 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે, પરંતુ નોન-કોર્પોરેટ એડવાન્સ ટેક્સ 2.68 ટકા ઘટીને 33,928 કરોડ રૂપિયા થયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Advance Tax Income Tax Government Treasury

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ