ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:09 PM, 9 September 2025
ADVERTISEMENT
Business: તમે ઓછા પૈસામાં વિશ્વસનીય અને સરકારી વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તો ભારતીય પોસ્ટની ફ્રેન્ચાઇઝ યોજના તમારા માટે એક સુવર્ણ તક છે. તમે એક નાની પોસ્ટ ઓફિસ ખોલશો જ્યાં લોકો પત્રો મોકલી શકે છે, પૈસા મંગાવી શકે છે, બચત ખાતું ખોલી શકે છે.
ADVERTISEMENT
ભારતીય પોસ્ટ એટલે કે પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી તમારા માટે એક શ્રેષ્ઠ તક બની શકે છે. સરકારની આ યોજનામાં તમે ફક્ત 5 હજાર રૂપિયાનું રોકાણ કરીને એક નાની પોસ્ટ ઓફિસ ખોલી શકો છો અને દર મહિને સારી આવક મેળવી શકો છો.

ADVERTISEMENT
પોસ્ટ ઓફિસની આ યોજના એવા લોકો માટે ખાસ છે જેઓ પોતાના ગામ કે શહેરમાં રહીને પોતાનું કામ કરવા માંગે છે. ખાસ કરીને એવી જગ્યાએ જ્યાં પોસ્ટ ઓફિસ દૂર હોય અને લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
બે રીતે જોડાઈ શકો
ADVERTISEMENT
પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી યોજનામાં બે રીતે કામ કરી શકાય છે. પહેલો રસ્તો પોસ્ટ ફ્રેન્ચાઇઝ આઉટલેટ ખોલવાનો છે અને બીજો રસ્તો પોસ્ટલ એજન્ટ બનવાનો છે. તમારા વિસ્તારમાં કોઈ પોસ્ટ ઓફિસ નથી, તો તમે પોસ્ટ ફ્રેન્ચાઇઝ આઉટલેટ ખોલી શકો છો. બીજો રસ્તો પોસ્ટલ એજન્ટ બનવાનો છે. આમાં તમારે લોકોને પોસ્ટેજ સ્ટેમ્પ, સ્ટેશનરી અને પોસ્ટ સંબંધિત વસ્તુઓ પહોંચાડવાની રહેશે. આ કામ શહેરો અને ગામડાઓ બંનેમાં કરી શકાય છે.

ADVERTISEMENT
તેમાં કેટલા પૈસા ખર્ચ થશે ?
તમે પોસ્ટ ફ્રેન્ચાઇઝ આઉટલેટ ખોલવા માંગતા હો તો તમારી પાસે ફક્ત 200 ચોરસ ફૂટ જગ્યા હોવી જરૂરી છે જ્યાં તમે આ નાની ઓફિસ બનાવી શકો છો. આ ઉપરાંત રૂપિયા 5,000 ની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવી પડશે. પોસ્ટલ એજન્ટ બનવા તમારે સ્ટેશનરી અને સ્ટેમ્પ ખરીદવા પડે છે અને લોકોને વેચવા પડે છે. જે એક મહિનામાં સારી આવક આપે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ બિઝનેસ / શું ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાશે? ટેક્સપેયરને રિટર્ન ભરવામાં આવી રહી છે
ક્યાં સંપર્ક કરવો?
ADVERTISEMENT
તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. ત્યાંથી તમને ફોર્મ મળશે અને કર્મચારી તમને શું કરવું અને કેવી રીતે કરવું તે કહેશે. તમે તમારા ગામ કે શહેરમાં રહીને આ કામ કરી શકો છો.
કોણ અરજી કરી શકે છે?
પોસ્ટ ઓફિસની આ યોજના માટે વધુ શિક્ષણની જરૂર નથી. જો તમે 8મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હોય તો તમે અરજી કરી શકો છો. તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. અરજી કરવા માટે તમારે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો સબમિટ કરવા પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT