ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / 15મેથી થઇ રહ્યુ છે બુધ ગોચર , આ 4 રાશિના જાતકો થઇ જજો સતર્ક!

જ્યોતિષ શાસ્ત્ર / 15મેથી થઇ રહ્યુ છે બુધ ગોચર , આ 4 રાશિના જાતકો થઇ જજો સતર્ક!

Published By: Bijal Vyas

Last Updated: 04:11 PM, 13 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધનું વૃષભ રાશિમાં ગોચર શુક્રવાર 15 મે ના રોજ રાત્રે 12:34 વાગ્યે થશે. બુધ ગ્રહ 29 મે ના રોજ સવારે 11:14 વાગ્યા સુધી વૃષભ રાશિમાં રહેશે.

ADVERTISEMENT

બુધનું વૃષભ રાશિમાં ગોચર શુક્રવાર 15 મે ના રોજ રાત્રે 12:34 વાગ્યે થશે. બુધ ગ્રહ 29 મે ના રોજ સવારે 11:14 વાગ્યા સુધી વૃષભ રાશિમાં રહેશે. બુધનું આ ગોચર ચાર ચોક્કસ રાશિના વ્યક્તિઓ પર નકારાત્મક અસર કરી શકે છે. આ વ્યક્તિઓને તેમના જીવનમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સાથે જ પૈસા ઉધાર આપવાથી નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેમણે તેમના વિરોધીઓ પ્રત્યે સતર્ક રહેવું જોઈએ, નહીં તો તેમને નુકસાન થવાનું જોખમ છે. આવો આપણે આ ચાર રાશિઓ પર બુધના વૃષભ રાશિમાંથી ગોચરની પ્રતિકૂળ અસરો વિશે જાણીએ....

મિથુન રાશિ:

બુધનું ગોચર મિથુન રાશિના લોકો માટે ખર્ચમાં વધારો અને વ્યસ્ત ભાગદોડ લાવી શકે છે. જોકે, વિદેશ યાત્રા સંબંધિત તકો ફાયદાકારક સાબિત થઈ શકે છે. પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે તમારી પાસે ભરપૂર ઉર્જા હશે. નુકસાન ટાળવા માટે નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખો. છુપાયેલા શત્રુઓથી સતર્ક રહો. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે, ખાસ કરીને ત્વચા સંબંધિત સમસ્યાઓ અંગે.

rashi-bhavishya

તુલા રાશિ:

બુધનું આ ગોચર તુલા રાશિના લોકો માટે અણધાર્યા પડકારો લાવી શકે છે, તેથી સાવધાની રાખો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે, ખાસ કરીને એલર્જી અથવા ત્વચા સંબંધિત સમસ્યાઓના મામલામાં છુપાયેલા દુશ્મનો સમસ્યાઓ ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે. ખર્ચ અને મુસાફરીમાં વધારો થઈ શકે છે. તમે આધ્યાત્મિક કાર્યો અને દાન-પુણ્ય કામો તરફ થઇ શકે છે. કાનૂની બાબતોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવી યોગ્ય રહેશે.

આ પણ વાંચોઃ શનિ જયંતિ પર સર્જાશે મહાસંયોગ, જે 16 મે બાદ આ જાતકો પર કરશે રૂપિયાનો વરસાદ

ધન રાશિ:

બુધનું ગોચર ધન રાશિના જાતકોના જીવનમાં સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક ચિંતાઓ લાવી શકે છે; તેથી તમારી જાતનું ધ્યાન રાખો. નાણાકીય નુકસાન ટાળવા માટે, કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું કે બીજાને ઉધાર આપવાનું ટાળો. વિદેશમાં રોજગાર સંબંધિત તકો ઊભી થઈ શકે છે. વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત કરવા માટે વધુ મહેનત કરવાની જરૂર પડશે. અનુસાશનમાં અને એકાગ્ર રહો. વિચારશીલ આયોજન તમને પડકારોનો અસરકારક રીતે સામનો કરવામાં મદદ કરશે.

Shukra-Budh-Yuti-2025

કુંભ રાશિ:

કુંભ રાશિના લોકો માટે બુધનું ગોચર મિક્સ પરિણામો આપશે. મિલકત અથવા વાહન ખરીદવા માટે આ સમય સારો છે. કોઈપણ પ્રકારના વિવાદો અથવા કાનૂની બાબતોમાં ફસાઈ જવાનું ટાળો. તમને જૂના મિત્રો તરફથી સારા સમાચાર મળી શકે છે. તમારા માતાપિતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. સાવધાની સાથે મુસાફરી કરો અને તમારા સામાન અંગે સતર્ક રહો. નિર્ણય લેતી વખતે વ્યવહારિક દ્રષ્ટિકોણ અપનાવો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

4 zodiac signs bad effects budh gochar 2026

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ