બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 09:10 AM, 12 April 2024
ગ્રહોનો વ્યક્તિના જીવન પર ખૂબ અસર પડે છે. નવગ્રહોમાં બુધને બુદ્ધિ, જ્ઞાનના કારક માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષ અનુસાર જે વ્યક્તિની કુંડળીમાં બુધ કમજોર હોય તેને જીવનમાં સફળતા મેળવવામાં ખૂબ જ મહેનત કરવી પડે છે. એવી વ્યક્તિ પોતાના કરિયરમાં વધારે કંઈ મેળવી નથી શકતી. આ વખતે બુધ પોતાની સ્થિતિમાં પરિવર્તન કરી ચુક્યા છે.
ADVERTISEMENT
બુધ મેષ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યા છે. 4 એપ્રિલ 2024એ સવારે 10.36 મિનિટ પર બુધ મેષ રાશિમાં અસ્ત થઈ ચુક્યા છે અને હવે 1 મેએ ઉદય થશે. તેની અમુક રાશિઓ પર નકારાત્મક અસર જોવા મળશે. અમુક રાશિના લોકો માટે આ પરિવર્તન કરિયરમાં સમસ્યાઓ લઈને આવી શકે છે. જાણો તે રાશિઓ કઈ છે.
ADVERTISEMENT
કન્યા
કન્યા રાશિના લોકો માટે બુધનું અસ્ત થવું ફોકસમાં કમી લઈને આવી શકે છે. જેના કારણે નોકરીમાં ઘણી વખત સમસ્યાનો સામનો કરવો પડશે. ધ્યાન ભટકવાથી કામ પુરૂ ન થયું ચિંતામાં વધારો થઈ શકે છે. કન્યા રાશિના લોકોને કામને લઈને પ્રેશર થઈ શકે છે. ત્યાં જ જે લોકો ક્રિએટિવ ફિલ્ડમાં છે તેમને પણ નવા આઈડિયા વિચારવામાં મુશ્કેલી થશે.
વૃષભ
વૃષભ રાશિનાલોકોને પણ બુધના પરિવર્તનતી સમસ્યાનો સામનો કરવો પડશે. આ પરિવર્તનથી વૃષભ રાશિના લોકોને ખભા પર વધારે કામનો ભાર સહન પડશે જેના કારણે સ્ટ્રેસ આવી શકે છે.
કર્ક
કર્ક રાશિના લોકો માટે આ રાશિ પરિવર્તન ખૂબ જ સમસ્યા ઉભી કરી શકે છે. કર્ક રાશિના લોકોનું કામમાં મન નહીં લાગે જેના કારણે અધિકારીઓના આલોચનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન નોકરી જવાનો ખતરો પણ થઈ શકે છે.
મેષ
બુધના મેષમાં રાશિ પરિવર્તનથી મેષ રાશિ વાળાને પણ સમસ્યાનો સામનો કરો પડશે. મેષ રાશિના લોકોને આ પરિવર્તનથી નોકરી બદલવાનો ખ્યાલ આવતો રહેશે જેનાથી કામમાં મન ભટકી શકે છે. જોકે આ સમય દરમિયાન કામમાં ફેરફાર લાવવાથી બચવું.
વધુ વાંચો: બચીને રહેજો! આજે આ જન્મતારીખ વાળાના લોકોના જીવનમાં મચશે ભયંકર ઉથલપાથલ
ધન
ધન રાશિના લોકો માટે પણ આ પરિવર્તન શુભ નહીં રહે. ધનુ રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે જેનાથી નોકરી છોડવાનું મન થશે. સ્ટ્રેસ વધવાથી સહકર્મિઓથી લડાઈ-ઝગડો પણ થઈ શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.