બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / Budget / Budget 2024 Was there a change in the income tax slab or not Finance Minister Nirmala Sitharaman announced
Megha
Last Updated: 12:37 PM, 1 February 2024
ADVERTISEMENT
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યાં છે. બજેટ રજૂ કરતી વખતે તેમણે કહ્યું કે સરકારનું વિઝન સબકા સાથ, સબકા વિશ્વાસ છે અને સરકાર તે મુજબ કામ કરી રહી છે.
ADVERTISEMENT
નિર્મલા સીતારમણે ઈન્કમ ટેક્સ પર શું કહ્યું?
નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2024-25નું બજેટ રજૂ કરી રહ્યાં છે. તેમણે કરદાતાઓનો આભાર માન્યો છે. સરકારે ટેક્સના દરમાં ઘટાડો કર્યો છે. 7 લાખ સુધીની કમાણી કરનારાઓ માટે કોઈ કર જવાબદારી નથી.
ભારતમાં વ્યક્તિની આવક પર લાદવામાં આવતા કરને આવકવેરો અથવા ઇન્કમ ટેક્સ કહેવામાં આવે છે. આ ટેક્સ સ્લેબ સિસ્ટમ મુજબ લાગુ કરવામાં આવે છે. ઓછી આવક ધરાવતા લોકોએ નીચલા સ્લેબ પ્રમાણે ટેક્સ ચૂકવવો પડે છે, જ્યારે વધુ આવક ધરાવતા લોકોએ ઊંચા સ્લેબ પ્રમાણે ટેક્સ ચૂકવવો પડે છે. આ સ્લેબમાં સમયાંતરે ફેરફારો થતા રહે છે. સામાન્ય રીતે આ ફેરફારો બજેટ સમયે થાય છે.
બે વર્ષ પહેલા દેશમાં માત્ર એક જ પ્રકારની ટેક્સ સિસ્ટમ લાગુ હતી, પરંતુ હવે બે પ્રકારની ટેક્સ સિસ્ટમ છે. એક ઓલ્ડ રેજીમ અને બીજું ન્યુ રેજીમ. છેલ્લા સામાન્ય બજેટમાં ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ ટેક્સ સ્લેબ આ રીતે હતો.
નવી સરકાર ચાર્જ સંભાળ્યા બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરશે.
મોદી સરકાર 2.0નું છેલ્લું બજેટ નવી સંસદમાં આજે એટલે કે સામાન્ય ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાના કાર્યકાળનું છઠ્ઠું બજેટ રજૂ કર્યું છે અને આ બજેટ વચગાળાનું બજેટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જ સ્પષ્ટ કર્યું હતું કે નવી સરકાર ચાર્જ સંભાળ્યા બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વચગાળાના બજેટમાં પણ મોદી સરકાર સામાન્ય લોકો અને કરદાતાઓ માટે રાહતનો ડબ્બો ખોલી શકે છે.
બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી 9મી ફેબ્રુઆરી સુધી ચાલશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટને મંજૂરી આપવા માટે કેબિનેટની બેઠક પહેલા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. જ્યાં બજેટને મંજૂરી આપ્યા પછી, રાષ્ટ્રપતિએ નિર્મલા સીતારમણને દહીં-ખાંડ ખવડાવ્યા હતા. એક દિવસ પહેલા એટલે કે 31 જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદને સંબોધિત કરી હતી અને તેમણે મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. સંસદનું બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી શરૂ થયું હતું અને 9મી ફેબ્રુઆરી સુધી ચાલશે.
2019 ના વચગાળા બજેટમાં શું જાહેરાત કરવામાં આવી હતી?
પરંપરા મુજબ, વોટ ઓન એકાઉન્ટમાં કોઈ મોટી નીતિની જાહેરાત કરવામાં આવતી નથી. 2019 ના વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગને આકર્ષવા માટે, સરકારે 5 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવકને આવકવેરામાંથી મુક્તિ આપી હતી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 12 કરોડ ખેડૂતોને 6,000 રૂપિયા રોકડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
આ મહિનામાં આવી શકે છે પૂર્ણ બજેટ
વચગાળાનું બજેટ એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિના માટે કેન્દ્ર સરકારના જરૂરી ખર્ચને પહોંચી વળવા એડવાન્સ ગ્રાન્ટ માટે સંસદની મંજૂરી માંગે છે. એપ્રિલ/મેમાં સામાન્ય ચૂંટણીઓ પછી ચૂંટાયેલી નવી સરકાર કદાચ જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ કરશે. આદર્શ આચારસંહિતા લાગુ થયાના થોડા અઠવાડિયા પહેલા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.