બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / british were the first to introduce double decker buses at this place in india

જાણવા જેવું / ડબલ ડેકર બસની શરૂઆત અંગ્રેજોએ સૌ પ્રથમ આ જગ્યાએથી કરી હતી, નહીં કે..., હવે બની ગઇ શહેરની ઓળખ

Published By: Vikram Mehta

Last Updated: 05:08 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં ડબલ ડેકર બસોને બંધ કરી દેવામાં આવી છે. આ બસ મુંબઈની ઓળખ બની ગઈ હતી. ડબલ ડેકર બસ ક્યાં અને કોણે શરૂ કરી હતી, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • મુંબઈમાં ડબલ ડેકર બસોને બંધ કરી દેવામાં આવી
  • ડબલ ડેકર બસ ક્યાં અને કોણે શરૂ કરી?
  • આવો જાણીએ ડબલ ડેકર બસનો ઈતિહાસ

મુંબઈમાં ગયા વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ ડીઝલથી ચાલનાર ડબલ ડેકર બસોને બંધ કરી દેવામાં આવી છે. આ બસ મુંબઈની ઓળખ બની ગઈ હતી. સૌથી પહેલા ડબલ ડેકર બસ ક્યાં અને કોણે શરૂ કરી હતી, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

સૌથી પહેલા ડબલ ડેકર બસ ક્યાં શરૂ થઈ?
સૌથી પહેલા અંગ્રેજોએ વર્ષ 1937માં ડબલ ડેકર બસ શરૂ કરી હતી. ત્યારથી આ બસો મુંબઈની ઓળખ બની ગઈ છે. તે પહેલા આ બસો લંડનની ઓળખ હતી.

ડબલ ડેકર બસ હિસ્ટ્રી
ડબલ ડેકર બસ ઈંગ્લેન્ડની ઓળખ બની ગઈ છે, પણ આ બસની શરૂઆત ઈંગ્લેન્ડથી નથી થઈ. માનવામાં આવે છે કે, ફ્રાંસીસીએ પેરિસમાં વર્ષ 1829માં ડબલ ડેકર બસની શરૂઆત કરી હતી. આ બસ ઘોડાથી ચલાવવામાં આવતી હતી. ત્યારપછી લંડનમાં આ પ્રકારની બસની શરૂઆત કરવામાં આવી. બસમાં 22 યાત્રીકો બેસી શકે તેવી વ્યવસ્થા હતી.  

વધુ વાંચો: અમદાવાદમાં નવા લુકમાં ડબલ ડેકર બસ શરૂ: 34 વર્ષ પહેલા કરી દેવાઈ હતી બંધ, જાણો ખાસિયત

વિશ્વયુદ્ધથી એન્જિનથી ચાલતી ડબલ ડેકર બસ બની
વિશ્વયુદ્ધ પછી વર્ષ 1923માં એન્જિનથી ચાલતી પ્રથમ ડબલ ડેકર બસ બની. તે સમયે લંડનના રસ્તાઓ માટે વધુ ઉંચી ના હોય તેવી ડબલ ડેકર બસ બનાવવામાં આવી. યાત્રીઓ સરળતાથી સફર કરી શકતા હતા. લંડનના નાના રસ્તાઓ પર સામાન્ય બસ ચાલી શકતી નહોતી. આ કારણોસર ત્યારપછી અનેક કંપનીઓએ ડબલ ડેકર બસની શરૂઆત કરી. 

સંકળાયેલા મુદ્દાઓ

Double decker Bus double decker bus history first double decker bus ડબલ ડેકર બસ ડબલ ડેકર બસ હિસ્ટ્રી પહેલી ડબલ ડેકર બસ ભારતમાં ડબલ ડેકર બસની શરૂઆત double decker bus history

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ