બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / New look double decker bus launched in Ahmedabad

મોટી ભેટ / અમદાવાદમાં નવા લુકમાં ડબલ ડેકર બસ શરૂ: 34 વર્ષ પહેલા કરી દેવાઈ હતી બંધ, જાણો ખાસિયત

Priyakant

Last Updated: 11:19 AM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Double Decker Bus Latest News: 34 વર્ષ પછી મળશે અમદાવાદ શહેરને ડબલ ડેકર બસ, 7 જેટલી ડબલ ડેકર બસ અમદાવાદના રસ્તાઓ પર જોવા મળશે, જાણો કેટલા લોકો બેસી શકશે આ ડબલ ડેકર બસમાં ?

  • અમદાવાદને 34 વર્ષ બાદ મળી ડબલ ડેકર બસ
  • મેયર પ્રતિભા જૈનના હસ્તે ડબલ ડેકર બસની શરૂઆત
  • 7 જેટલી ડબલ ડેકર બસ અમદાવાદના રસ્તા પર દોડશે
  • 60 જેટલા લોકો ડબલ ડેકર બસમાં બેસી શકશે

Ahmedabad Double Decker Bus : મેટ્રો સિટી અમદાવાદને આજે એક મોટી ભેટ મળી છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં આજથી ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે. આજે અમદાવાદના મેયર પ્રતિભા જૈન સહિતના મહાનુભાવો દ્વારા આ ડબલ ડેકર બસને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તાજેતરમાં જ ગાંધીનગરમાં ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે. જે બાદમાં હવે અમદાવાદમાં પણ AMC દ્વારા આ પ્રકારની બસની શરૂઆત કરાઇ છે. 

કેવી છે આ ડબલ ડેકર બસ ? 
અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા આજે મેયરના હસ્તે ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદને 34 વર્ષ બાદ મળેલ  ડબલ ડેકર બસમાં જેટલા 60 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. મહત્વનું છે કે, આજથી 7 જેટલી ડબલ ડેકર બસ અમદાવાદના રસ્તા પર દોડશે.  

ડબલ ડેકર બસનો ઇતિહાસ છે 34 વર્ષ જૂનો
આજથી 34 વર્ષ પહેલા એટલે કે 80 અને 90ના દાયકામાં બાળકો અને મોટેરાઓ તમામને ફેવરિટ હતી આ ડબલ ડેકર બસ. તમને યાદ હોય તો જ્યારે તમે આ ડબલ ડેકર બસના ઉપલા ડેક પર આગળની સીટ પર બેસતા ત્યારે કેવો રાજા જેવો અનુભવ થતો હતો ? અગાઉ 90ના દાયકાના અંતમાં ડબલ ડેકર બસ અદૃશ્ય થઈ ગયા બાદ હવે છેક 34 વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) ડબલ-ડેકર સ્વપ્નને પુનર્જીવિત કર્યું છે. 

વધુ વાંચો: અર્થી પર બેસી રહ્યો, ચિતા શાંત ન થઈ ત્યાં સુધી સાથ ન છોડ્યો: પોપટનો પ્રેમ જોઈ ડાઘુઓ રડી પડ્યા

આ ડબલ ડેકર બસમાંથી સાત બસો પ્રથમ તબક્કામાં હસ્તગત કરવામાં આવી છે. જોકે ધીરે ધીરે તેની સંખ્યા 10 આકર્ષક વેસ્ટિબ્યુલ ઈ-બસો સાથે 25 સુધી પહોંચશે. નોંધનીય છે કે, મંગળવારે AMTS બજેટ પ્રસ્તાવમાં આ યોજનાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ