બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Botad Rohishala village A 1242 year old temple of Khodiyar Mataji is located

દેવ દર્શન / નિ:સંતાન ચારણને ત્યાં સાત બહેનો સાથે અવતર્યા માતાજી, ભક્તોને આજે પણ મળે છે પરચા: મા ખોડિયારની પ્રાગટ્ય કથા

Dinesh

Last Updated: 07:17 AM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદ થી ૩૦ કિલોમીટર દુર રોહિશાળા ગામ આવેલું છે. રોહીશાળામાં ખોડિયાર માતાજી તેમની સાત બહેનો અને ભાઈ સાથે વાંઝીયા મહેણું ભાંગવા પ્રગટ થયેલાં જેથી રોહિશાળા ખોડિયાર માતાજીનું પ્રાગટય સ્થાન કહેવાય છે

  • મા ખોડિયારની પ્રાગટ્ય ગાથા
  • બોટાદના રોહિશાળા ગામે બિરાજમાન છે મા
  • 1242 વર્ષ જૂનું ખોડિયાર મંદિર

બોટાદ જિલ્લાના રોહિશાળા ગામે 1242 વર્ષ પ્રાચીન ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે, રોહિશાળા ગામમાં ખોડિયાર માતાજી તેમના સાત બહેનો અને એક ભાઈ સાથે પ્રગટ થયા હતા. વાંઝીયા મહેણુ ભાંગવા માતાજી આ સ્થળે પ્રગટ થયા હતા.  બોટાદ થી ૩૦ કિલોમીટર દુર રોહિશાળા ગામ આવેલું છે. રોહીશાળામાં ખોડિયાર માતાજી તેમની સાત બહેનો અને ભાઈ સાથે વાંઝીયા મહેણું ભાંગવા પ્રગટ થયેલાં જેથી રોહિશાળા ખોડિયાર માતાજીનું પ્રાગટય સ્થાન કહેવાય છે. રાજકવિ મામડિયા નિસંતાન હોવાના કારણે રાજ દરબારમાં તેમને નિસંતાન પણાનુ મહેણુ  મારવામાં આવતા. ચારણે ભોળાનાથની ઉપાસના કરતા ભોળાનાથે પ્રસન્ન થઈ સાત ભવ સુધી સંતાન સુખ ન હોવાનુ કહ્યુ આ સાંભળી માતા પાર્વતીએ ભગવાનને તેમના ભક્તને નિરાશ ના કરવાનુ કહેતા ભગવાન ભોળાનાથે વરદાન આપ્યું કે જા તારા ઘરે 7 દીકરી અને 1 દીકરો પ્રગટ થશે

રસપ્રદ છે ઈતિહાસ
ભગવાન શિવના શેષનાગને આદેશ બાદ નાગ કન્યાઓ રોહિ‌શાળા ગામમાં મામડિયા ચારણને ત્યાં સવંત 835 ચૈત્ર સુદ નોમના પાવન દિવસે હાલનું જ્યાં મંદિર છે ત્યાં તે સમયના મામડિયા ચારણના ઘરે વરખડીમાં ખોડલ, આવડ, જોગડ, તોગડ, સાંસાઈ, બીજબાઈ, હોલબાઈ અને ભાઈ મેરખીયાએ અવતાર ધારણ કર્યો. હાલ રોહીશાલામાં ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે. દરરોજ  દૂર દૂર થી ભાવિક ભક્તો ખોડિયાર માતાજીના દર્શન કરવા મંદિરે આવી ધન્ય થાય છે. જે કોઈ દુખિયા લોકો શ્રધ્ધાથી માતાજીને પોતાના દુખની પ્રાથના કરે એટલે માતાજી તેમના દુ:ખ દુર કરે છે.

રામનવમીએ ઉજવાય છે ભવ્ય ઉત્સવ
માતાજીના મંદિરે વારે તહેવારે ધાર્મિક ઉત્સવોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. રામનવમીના દિવસે ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી મંદિરે ખૂબ મોટા ઉત્સવની ઉજવણી થાય છે. રોહીશાળા ગામ માતાજીનુ પ્રાગટ્ય સ્થળ છે એટલે ગ્રામવાસીઓ પણ પોતાને ખૂબ નસીબદાર માને છે. માતાજીના અનેક પરચાઓના પુરાવા છે. વલભીપુર રજવાડામાં રાજાના માનીતા પાડાને ખોડિયાર માતાજી છોડીને આવ્યા અને રાજાના આદેશથી બે પગી શોધતા શોધતા રોહિ‌શાળા ગામે આવીને ખોડિયાર માતાજીને તોછડા વહેણ કહેતા માતાજીએ બંનેને શ્રાપ આપી સ્થળ પર જ પથ્થર બનાવી દીધા જે હાલમાં પણ મંદિર પરિસરમાં હયાત છે.

વાંચવા જેવું: ગુજરાતનું પ્રતાપી મંદિર, રજવાડાના તપતા સૂર્યે સ્થપાયા ભાવેણાના નગરદેવી,જ્યાં પગ મૂકતાં દુખડા દૂર થાય છે

ભોળાનાથે કહ્યું સાત ભવ સુધી નથી સંતાન સુખ
પરદેશમાં સ્થાયી થયેલા અને ખોડીયાર માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો જ્યારે પણ દેશમાં આવે ત્યારે ખોડીયાર માતાજીના ચરણોમાં અચુક પહોંચી જાય છે. વર્ષો પહેલા શિવજીના આદેશથી રાજકવિ પર વાંઝિયાપણાનુ મહેણુ દૂર કરવા પ્રસન્ન થયેલા માં ખોડીયારના મંદિરે નિસંતાન દંપતિ માતાજી સમક્ષ સંતાનપ્રાપ્તિ માટે ખોળો પાથરે છે અને માતાજી તેમના ઘરે પારણુ બંધાવી આશીર્વાદ આપે છે. ભાવિકો પોતાના દુખ દૂર કરવા સાચી શ્રદ્ધા આસ્થાથી માતાજીને પાર્થના કરે એટલે માતાજી તેના દુખ દુર કરી આશીર્વાદ વરસાવે છે. માતાજી પ્રત્યે શ્રધ્ધાને લઈને રાખેલી માનતા પુરી કરવા લોકો  મોટી સંખ્યામાં પગપાળા મંદિરે આવે છે. ખોડીયાર માતાજીના મંદિરે રોજ ભાવિકો દેશ વિદેશમાંથી દર્શન કરવા આવે છે. લોકો પોતાની માનતા આખડીઓ પૂર્ણ થતાં માતાજીને સાડી, છત્તર, ચુંદડી, લાપસી અને નિસંતાન લોકોને ત્યાં જન્મેલા બાળકોના ફોટા મંદિરે લગાવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ