બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ધર્મ / ગુજરાત / ભાવનગર / Bahucharmata temple is located in Bhavnagar city

દેવ દર્શન / ગુજરાતનું પ્રતાપી મંદિર, રજવાડાના તપતા સૂર્યે સ્થપાયા ભાવેણાના નગરદેવી,જ્યાં પગ મૂકતાં દુખડા દૂર થાય છે

Dinesh

Last Updated: 07:12 AM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર શહેરનો વિકાસ થયો ન હતો ત્યાં સુધી બહુચરમાતાનું મંદિર, નગરના દેવી તરીકે ઓળખાતું હતું. માતાજીના દર્શને હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે

  • ભાવેણાના નગરદેવી માં બહુચરના દર્શન
  • રજવાડાના તપતા સૂર્યે સ્થપાયા માં બહુચર
  • ભાવેણાના રૂવાપરી દરવાડે બિરાજતા માં બહુચર


આજથી 300 વર્ષ પહેલા રાજધાની સિહોરથી ફેરવીને વડવા ગામની સ્થાપના કરી હતી જે આજે ગોહિલવાડ સ્ટેટ ભાવનગર તરીકે ઓળખાય છે તે સમયે નગર ફરતે ચાર દરવાજા હતા અને તેમાંનો એક દરવાજો એટલે રૂવાપરી દરવાજા, આ દરવાજાની બહાર બહુચર માતાના મન્દિરની સ્થાપના કરવામાં આવી હતી જે મંદિર આજે સમય જતા વિકસિત બન્યું છે.

'દવેદર્શન'મા ભાવેણાનાં માં બહુચરના દર્શન
300 વર્ષ પહેલા ભાવનગરની સ્થાપના થઇ હતી. રાજવીઓની દીર્ઘદ્રષ્ટિથી રાજધાની સિહોરથી ખસેડીને ભાવનગરના વડવા ગામ ખાતે ફેરવી અને ત્યારથી વિકાસયાત્રા શરુ થઇ ભાવનગરની 
ખારગેટ,રૂવાપરી દરવાજા સહીત અન્ય દરવાજાની વચ્ચે નગરની સ્થાપના કરવામાં આવી. તે સમયે રૂવાપરી દરવાજાની બહાર એક નાની દેરી હતી. જ્યાં બહુચર માતાજીનું મંદિર બનાવાયુ  જેને આજે 200થી પણ વધુ વર્ષ થયા.

મોટા બહુચર મંદિરની જેમ જ થાય છે યંત્રપૂજા
ભાવનગર શહેરનો વિકાસ થયો ન હતો ત્યાં સુધી બહુચરમાતાનું મંદિર, નગરના દેવી તરીકે ઓળખાતું હતું. માતાજીના દર્શને હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. ભાવનગર પંથકમાં બહુચરમાતાનું આ એક માત્ર મંદિર છે જ્યાં વર્ષમાં આવતી 4 નવરાત્રીની ઉજવણી આવે છે અને નવરાત્રી ઉપરાંત દરેક તહેવારો અહિં ધામધૂમથી ઉજવાય છે. મહેસાણાના મોટા બહુચરાજીમંદિરમાં યંત્રપૂજા કરવામાં આવે છે  તેમ ભાવનગરના માં બહુચરાજી મંદિર પણ બાલાયન્ત્રની પૂજા કરવામાં આવે છે.  યંત્ર ઉપરાંત બહુચર માતાની મૂર્તિની પણ લોકો આસ્થાભેર પૂજા કરે છે 

વાંચવા જેવું: ગુજરાતમાં ગુફામાં બિરાજે છે જગત દેવી, પાંડવોએ કર્યું હતું સ્થાપન, સુર્યદેવ અને મા રાંદલ પણ હાજરાહજૂર

માં બહુચરના સાનિધ્યમાં પૂનમ ભરવાનું અનેરૂ મહત્વ
મંદિરમાં છેલ્લા 50 વર્ષથી માતાજીનો ગોખ પુરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભાવિકો આનંદના ગરબાનું ગાન કરી ધન્ય બને છે. ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરતી માં બહુચરાજીના ચરણે દર્શનાર્થીઓ પૂનમ ભરવા આવે છે. કુદરતી કે માનવસર્જીત કોઈપણ આફત સમયે કયારેય માં બહુચરાજીના મંદિરના દ્વાર બંધ નથી રહ્યા દરેક ધર્મના લોકોને આ મંદિર પ્રત્યે આદર અને માન છે. મંદિર માં રોજ કુકડાના એક દર્શન થાય છે જે સમયાંતરે અવાજ કરે છે.. શહેરની મધ્યમાં બિરાજમાન માંબહુચરાજીના મંદિરે ભાવિકો માનતા રાખે છે અને માતાજી તેમની મનોકામના પૂર્ણ કરે છે   


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ