બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / bosom nature hardships are immense contact tradition become bridge

અ'સુવિધા' / કુદરતનો ખોળો પણ હાડમારી અપાર, હવે સંપર્ક અને પરંપરાનો સધાશે સેતુ, વલસાડવાસીઓ વેઠી રહ્યા છે મહાતકલીફ

Kishor

Last Updated: 11:55 PM, 22 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિકાસ શબ્દનું મૂર્ત સ્વરૂપ માત્ર માત્ર શહેરોમાં જોવા મળે છે. પરંતુ હવે એક એવા આદિવાસી વિસ્તારમાં પણ વિકાસનો બ્રિજ આકાર પામી રહ્યો છે. જેમાં હવે વલસાડના કપરાડા અને દૂધની વચ્ચે દમણગંગા નદી પર બ્રિજનું કામ અંતિમ તબક્કામાં છે. જેને લઈને વિસ્તારવાસીઓમાં ઓઅણ નવી આશા જન્મી છે.

  • દમણગંગા નદી પર આવેલા દૂધની જળાશયની કુદરતનો ખોળો પણ હાડમારી અપાર
  • માત્ર કહેવા ખાતર ચાલતી બોટસર્વિસ
  • લોકાર્પણ થશે પછી હાડમારીનો આવશે અંત

વલસાડ જિલ્લામાં દમણગંગા નદી પર આવેલા દૂધની જળાશયની આજુબાજુના ગામડાઓના લોકો હાડમારી ભોગવી રહ્યા છે. દૂધની જળાશયની એક બાજુ કૌંચા ગામ આવેલું છે અને બીજી તરફ દૂધની ગામ આવેલું છે. કૌંચા તરફના દસથી પંદર ગામો અને દૂધની તરફના એટલા જ ગામોને અરસ પરસ સંપર્ક માટે, દરરોજ આ બોટમાં આવી રીતે જ આવવુ જવું પડે છે. સરકાર દ્વારા બોટની સુવિધા તો આપવામાં આવી છે પરંતુ બોટની ફ્રીક્વન્સિ ઓછી હોવાના કારણે લોકોએ સામે પાર જવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે અને જ્યારે બોટ આવે ત્યારે આ રીતે ખીચોખીચ સવાર થઈને મુસાફરી માટે મજબૂર થવું પડે છે. આ વિસ્તારના સ્કૂલે જતાં વિદ્યાર્થીઓ હોય કે ગૃહિણીઓ હોય કે પછી વેપારીઓ હોય દરેક લોકો  માટે આ રોજિંદી હાડમારી છે.

આઝાદીના 75 વર્ષ બાદ પહોંચેલો પ્રથમ વિકાસ

હવે  દૂધની જળાશયની આજુબાજુના સ્થાનિક લોકોની હાડમારીનો અંત નજીકમાં આવી જશે તેવો લાગી રહ્યું છે. કેમ કે, કપરાડા અને દૂધની વચ્ચે દમણગંગા નદી પર બ્રિજનું કામ પૂર્ણતાને આરે છે. પરંતુ દમણગંગા નદી આસપાસના આદિવાસી વિસ્તારમાં આઝાદીના 75 વર્ષ બાદ પહોંચેલો પ્રથમ વિકાસ છે. કેન્દ્ર સરકાર બનાવાઈ રહેલા આ બ્રિજનું કામકાજ અંતિમ તબક્કામાં છે, આ બ્રિજ માટે  રૂપિયા 72 કરોડનો ખર્ચ કરાયો છે. બ્રિજની લંબાઈ 900 મીટર છે અનેપહોળાઈ 7.5 મીટર છે.એપ્રોચ રોડ સાથે આ બ્રિજની લંબાઈ 1.5 કિલો મીટર છે. બ્રિજની બન્ને તરફ 2 મીટરની ફૂટપાથ છે.

70 કિમીં ઘેરાવો કાપવામાંથી છૂટકારો મળશે.

મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આ વધારાના બ્રિજની ઘણા સમયથી  જરૂરિયાત હતી. કેમકે દાદરાનગર હવેલી અને કપરાડા વિસ્તારના અનેક ગામોના લોકો વર્ષોથી બાકીના વિસ્તારો સાથે રોટી અને સામાજિક સંપર્ક માટે મુશ્કેલી વેઠી રહ્યા હતા.જ્યારે આ બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકાશે, ત્યારે કપરાડા અને દૂધની વિસ્તારના લોકોને રોડ માર્ગ પરનો 70 કિમીં ઘેરાવો કાપવામાંથી છૂટકારો મળશે. સાથે જ બોટમાં હકડેઠઠ બેસી સવારી કરવાના જોખમ વહોરવાથી પણ મુક્તિ મળશે.આમ, આઝાદીના 75 વર્ષ બાદ દમણગંગા નદી પર દૂધની અને કૌંચા ગામ વચ્ચે જે બ્રિજ ખુલ્લો મૂકાવાની તૈયારી થઈ રહી છે,

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ