બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bootlegger dressed as BJP at BJP event in Chotaudepur
Last Updated: 06:34 PM, 24 March 2024
લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યાં છે. તો ક્યાંક હજુ પણ ઉમેદવારોના નામને લઈને મનોમંથન ચાલી રહ્યું છે. મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય હલચલો તેજ બની છે. એક તરફ નિવેદનબાજીથી રાજકીય બજાર ગરમ છે. તો બીજી તરફ પક્ષપલટાની મોસમ પૂરબહારમાં ખીલી છે. તેવામાં ભાજપમાં સામેલ થતા નેતાઓનો આંકડો વધતો જઇ રહ્યો છે. કોંગ્રેસ સહિત અનેક પક્ષોના નાના-મોટા નેતાઓ ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે છોટાઉદેપુરમાં ભાજપના કાર્યક્રમમાં બુટલેગરને ખેસ પહેરાવવાને લઇને વિવાદ વકર્યો છે.
ADVERTISEMENT
બુટલેગરને ભાજપનો ખેસ પહેરાવ્યો
છોટાઉદેપુરમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ બુટલેગરને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. જે કાર્યક્રમમાં કોંગ્રેસના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. મધ્યઝોનના પ્રભારી ગોરધન ઝડફિયા, સાંસદ ગીતાબેન રાઠવા હાજર હતા. જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, લોકસભાના ઉમેદવાર જશુ રાઠવા હાજર હતા.અત્રે જણાવીએ કે, મધ્યપ્રદેશના અલીરાજપુરના બુટલેગરને ભાજપનો ખેસ પહેરાવાતા વિવાદ વકર્યો છે. બુટલેગર ભગવતીપ્રસાદ ઉર્ફે પિન્ટુ દ્વારકા પ્રસાદ ભાજપમાં જોડાયો છે.
ADVERTISEMENT
વાંચવા જેવું: પરશોત્તમ રૂપાલા રજવાડા પર એવું તો શું બોલ્યા કે માંગવી પડી માફી, બંને વીડિયો વાયરલ
'પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી'
આ મુદ્દે છોટાઉદેપુરના પ્રભારી રમેશ ઉકાણીની સ્પષ્ટતા સામે આવી છે. તેમણે કહ્યું કે, શરતચૂકથી સ્ટેજ પર બુટલેગર આવી ગયો હતો. તેને કોઈ હોદ્દો આપવામાં આવશે નહી. બુટલેગરની કોઈ જમીન વેચાતી લીધી છે દાનમાં લીધી નથી. કાર્યકમ પત્યા પછી આવ્યો હતો અને પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.