બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / bollywood hasin jahan again target on cricketer mohammed shami over past life

સ્પોર્ટ્સ / ફરી છલકાયું મોહમ્મદ શમીની પત્નીનું દર્દ, ડરપોક માણસ ગણાવીને કહ્યું- કોઈ મહાન ક્રિકેટર પોતાની દીકરીને...

Manisha Jogi

Last Updated: 07:33 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર પોતાની દર્દભરી જિંદગી વિશે એક પોસ્ટ શેર કરી છે. મોહમ્મદ શમી અને અંગત જીવનને લગતી આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

  • હસીન જહાંએ ફરી એકવાર પોસ્ટ કરી
  • મોહમ્મદ શમીને લગતી પોસ્ટ શેર કરી
  • વીડિયો શેર કરીને તેની લાગણી વ્યક્ત કરી

વર્લ્ડ કપ 2023ની પૂર્ણાહુતિ થઈ છે, પરંતુ ભારતીય ટીમના બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં હજુ પણ કમેન્ટ્સ કરી રહી છે. હસીન જહાંએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર પોતાની દર્દભરી જિંદગી વિશે એક પોસ્ટ શેર કરી છે. મોહમ્મદ શમી અને અંગત જીવનને લગતી આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

હસીન જહાંએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને તેની લાગણી વ્યક્ત કરી છે. વીડિયોમાં એક વૃદ્ધ મહિલા સંબંધો વિશે વાત કરતી જોવા મળે છે કે, 'કાયર વ્યક્તિ માટે પોતાની ભૂલો બીજા પર સહેલાઈથી ઢોળી દે છે. જેની સાથે અત્યાચાર થયો હોય સાચા દિલથી તેની માફી માંગો.'

હસીને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, 'મારો અલ્લાહ સાક્ષી છે કે મેં શમી અને તેના પરિવાર સાથે ક્યારેય કંઈ ખોટું કર્યું નથી, પરંતુ તેમણે મારી સાથે ઘણું ખોટું કર્યું છે, મને દુ:ખ અને તકલીફ આપી છે, જે તમે ક્યારેય સમજી શકશો નહીં. હું એક સામાન્ય મહિલા છું અને મારા ભૂતકાળને ભૂલીને સારી જિંદગી જીવવાનો પ્રયાસ કરું છું, જેથી મારી પરિસ્થિતિ સમજી નહીં શકો. હું શમી અને તેના પરિવાર સાથે રહી છું. હું જાણું છું કે તેઓ કેવા છે. તમે તેમની સાથે રહ્યા નથી, તો શમી સાચો છે તેવું તમે પ્રમાણપત્ર કેવી રીતે આપી શકો?’

હસીન જહાંએ વધુમાં લખ્યું કે, 'મારા વિશે ખોટી અફવા ફેલાવવામાં આવી હતી કે મેં પૈસા માટે કેસ કર્યો છે. જો હું તેની સાથે રહી હોત, તો શું તેના પૈસા મારા પૈસા ના હોત? એક સ્ત્રી પોતાનું ઘર શા માટે તોડે, તે પણ ભારતમાં જ્યાં સમાજની હાલત અત્યંત ખરાબ છે. કોર્ટમાં તમામ લોકો મેનેજ કરી રહ્યા હતા, મારા વકીલ પૈસા લઈને મારો કેસ ડિસમિસ કરવાની કોશિશ કરી રહ્યા હતા. જો હું ખોટી હોત તો શું શમીએ આ ગેરકાયદેસર કામો કરવા પડ્યા હોત? મેં 2018માં 125નો કેસ દાખલ કર્યો હતો. જેમાં જજે એક પણ સુનાવણી કરી ન હતી અને માત્ર તારીખ આપી રહ્યા હતા.’

હસીન જહાંએ પોસ્ટમાં વધુમાં જણાવ્યું છે કે, ‘શમીએ ક્યારેય પણ તેની દીકરી બેબો સાથે વાત કરવાની કે મળવાની કોશિશ નથી કરી. બેબોને તેના જન્મદિવસની શુભેચ્છા પણ નથી આપતા, જ્યારે મેં તેની સાથે વાત કરવાનો કોશિશ કરી તો શમીએ બેબોને કહ્યું કે તે બિઝી છે અને કોલ ના કરીશ.’

મોહમ્મદ શમી અરબપતિ છે, તો શું તેની દીકરીએ સારી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ના ભણવું જોઈએ? તેણે બેબોના એડમિશન માટે ના પાડી દીધી. પિતાની કોઈ જવાબદારી લીધી નથી. શમી ક્રિકેટર છે તો શું તમે તેના ગુનાને અવગણી દેશો? તમારા ઘરમાં પણ મહિલાઓ છે, તેમને પૂછજો કે શમીએ મારી સાથે જે કર્યું તે સહન કરવા લાયક છે?
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ