બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Bollywood actress Kangana again in controversy over her statement

નવો વિવાદ / કંગના બોલી અસલી આઝાદી 2014માં મળી, પહેલા તો ભીખ હતી, ભાજપ સાંસદે આપ્યો આ જવાબ

Published By: Ronak

Last Updated: 02:45 PM, 11 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડ અભિનેત્રી કંગના તેના નિવેદનને લઈને ફરી વિવાદોમાં આવી છે. જેમા તેણે આઝાદીને લઈને નિવેદન આપ્યુું હતું જે મામલે હવે વરૂણ ગાંધી દ્વારા કંગના પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે.

  • બોલીવૂડ અભિનેત્રી કંગના ફરી વિવાદોમાં 
  • આઝાદીને લઈને આપેલા નિવેદનને લઈ વિવાદોમાં 
  • વરૂણગાંધીએ સોશિયલ મીડિયા પર કર્યા પ્રહાર

કંગના રાણવતે થોડાક દિવસો પહેલા એક નીવેદન આપ્યું હતું જેના કારણે હાલ તે વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. જેમા વરુણ ગાંધી દ્વારા તેમના પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે કંગના ફરી ચર્ચાનું કેન્દ્ર બની છે. 

આઝાદીને લઈને આપ્યું હતું નિવેદન 

કંગનાએ આઝાદીને લઈને એવું નિવેદન આપ્યું હતું કે આઝાદી જો ભીખમાં મળે તો તેને આઝાદી ન કહી શકાય. સાથેજ તેણે  સાવરકર, રાણી લક્ષ્મીબાઈ અને નેતા સુભાષચંદ્ર બોઝ વીશે કહ્યું કે આ લોકોને ખબર હતી લોહી વહેવાનું છે પરંતુ હિન્દુસ્તાનીજ હિન્દુસ્તાનીનું લોહી ન વહાવે. વધુમાં તેણે કહ્યું કે તેમણે આઝાદીની કિંમત ચુકાવી હતી. પરંતુ તે આઝાદી ન હતી તે ભીખ હતી. સાથેજ કંગનાએ એવું પણ કહ્યું કે ખરી આઝાદી આપણાને 2014માં મળી છે. 

સ્વાતંત્રતા સેનાનીઓનું અપમાન ગણાવ્યું 

સમગ્ર મામલે ભાજપ સાંસદ વરુણ ગાંધીએ કહ્યું કે કંગનાએ સ્વતંત્રતા સેનાનિઓનું અપમાન કર્યું છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે કંગનાના વિચારોને હું ગાંડપણ કહું કે દેશદ્રોહ કહું તે મને ખ્યાલ નથી આવી રહ્યો છે. 

ટ્વીટર પર કર્યા પ્રહાર 

ટ્વીટર પર વરૂણ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે ક્યારેક મહાત્મગાંધીના ત્યાગ અને તપસ્યાનું અપમાન ક્યારેક તેમના હત્યારાનું સન્માન. સાથેજ હવે રાની લક્ષ્મીબહાઈ, ભગતસિહ, બોસની કુરબાનીનો તિરસ્કાર હવે આ વિચારોને હું ગાંડપણ કહું કે દેશદ્રોહ તે મને ખ્યાલ નથી આવી રહ્યો . 

અકાળી દળના નેતાએ પણ કર્યા પ્રહાર 

ઉલ્લેખનીય છે કે માત્ર વરૂણ ગાંધી નહી પરંતું અકાળી દળના વરિષ્ઠ નેતા મનજિંદર સિંહે પણ કંગનાના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમા તેમણે એવું કહ્યું છે કે મણિકર્ણિકાનો રોલ પ્લે કરવા વાળી આર્ટિસ્ટ આઝાદીને ભીખ કેવી રીકે કહી શકે તે ખબર નથી પડતી. સાથેજ તેમણે કંગાનાના માનસીક સંતુલન ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે. ઉપરાંત તેમણે એવી અપીલ પણ કરી છે કે કંગનાને રાષ્ટ્રપતિ દ્વારા જે સન્માન આપવામાં આવ્યું છે તેના પર ફરીથી વિચાર કરવામાં આવે. વધુમાં તેમણે એવું પણ કહ્યું કે જો કંગના માફી નહી માગે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામા આવશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Varun Gandhi kangna ranaut new controvercy કંગના રનૌત નવી વિવાદ વરૂણ ગાંધી kangana new controvercy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ