બ્રેકિંગ ન્યુઝ
આ ઘટના એક આંતરરાષ્ટ્રીય વિમાનમાં ટેકનીકી ખરાબીને કારણે થઇ છે. વિમાનમાં ખરાબી આવ્યા બાદ વિમાનના ટુકડાં ઘરો પર પડવા લાગ્યા. એની સાથે નોર્વેઝિયન એરલાયન્સના પ્રવક્તાએ યૂરોન્યૂઝથી ફ્લાઇટ ખરાબ હોવાની પુષ્ટિ કરી છે. હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
જાણવા મળી રહ્યું છે કે રોમથી લૉસ એન્જલસ માટે ઉડાન ભરેલી એક ફ્લાઇટમાં અચાનક ટેકનીકી ખરાબી આવી ગઇ. આ કારણે વિમાને પરત જવું પડ્યું. એક મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટનામાં 25 કાર અને 12 ઘરને નુકસાન થયું છે. વિમાનનો એક ટુકડો 54 વર્ષના વ્યક્તિ પર પડ્યો, જેને થોડી ઇજા પહોંચી છે.

ADVERTISEMENT
આ ઘટના માટે સ્થાનિક લોકોને જણાવ્યું કે રસ્તા પર વિમાનના 4 થી 8 ઇંચ સુધીના ટુકડાં પડેલા મળ્યા છે. આ ઘટાનાની પુષ્ટિ સ્થાનિક મેયર દ્વારા કરવામાં આવી છે. હાલ એની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ એની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
આ ઘટનાને લઇને સ્થાનિક મેયરે લખ્યું, 'શનિવારની સાંજ 4.40 વાગ્યે Leonardo da Vinci એરપોર્ટ' પરથી ઉડાન ભર્યા બાદ એક વિમાનમાં ખરાબી આવી ગઇ હતી અને એને પરત ફરવું પડ્યું હતું, જો કે Boeing 787 વિમાનનું લેન્ડિંગ સુરક્ષિત રીતે થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.