બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / blockbuster film jawan will go for oscars director atlee says he will discuss this with shahrukh khan

મનોરંજન / શું ફિલ્મ Jawan જશે ઓસ્કારમાં? ડાયરેક્ટર એટલીએ કહ્યું 'શાહરૂખ સાથે વાત કરીશ'

Manisha Jogi

Last Updated: 09:24 AM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોક્સ ઓફિસ ફિલ્મ જવાનનો જલવો જોવા મળી રહ્યો છે. ફિલ્મમેકર એટલીએ ફિલ્મ ‘જવાન’ને ઓસ્કર્સમાં મોકલવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

  • બોક્સ ઓફિસ ફિલ્મ જવાનનો જલવો
  • ફિલ્મ ‘જવાન’એ 11 દિવસમાં 858 કરોડનો બિઝનેસ કર્યો
  • ફિલ્મમેકરે ‘જવાન’ને ઓસ્કર્સમાં મોકલવાની ઈચ્છા વ્યક્ત કરી

બોક્સ ઓફિસ ફિલ્મ જવાનનો જલવો જોવા મળી રહ્યો છે. ફિલ્મ ‘જવાન’એ હિંદી વર્ઝનમાં 430 કરોડની કમાણી કરી છે અને વૈશ્વિક સ્તરે 11 દિવસમાં 858 કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મ ‘જવાન’ ગ્લોબલ લેવલે જવા માટેની તૈયારી કરી છે. ફિલ્મમેકર એટલીએ ફિલ્મ ‘જવાન’ને ઓસ્કર્સમાં મોકલવાની ઈચ્છા વ્યક્ત કરી છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર ડાયરેક્ટર એટલીએ ફિલ્મ ‘જવાન’ને ઓસ્કર્સમાં મોકલવા માટેનું કહ્યું છે. એટલીએ જણાવ્યું છે કે, ‘જો બધું જ બરાબર હશે તો ફિલ્મ ‘જવાન’ને ઓસ્કર્સમાં એન્ટ્રી મળી જશે. તમામ ડાયરેક્ટર, તમામ ટેક્નીશિયન જે પણ ઈન્ડસ્ટ્રીનો એક હિસ્સો છે, તેની ગોલ્ડન ગ્લોબ, ઓસ્કર્સ, નેશનલ એવોર્ડ પર નજર રહે છે.’

સિનેમા લવર્સને શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ ખૂબ જ પસંદ આવી રહી છે. જો આ ફિલ્મ ઓસ્કર માટે પસંદ થશે, તો ફેન્સ માટે તે ખૂબ જ ખુશીની વાત હશે. શાહરૂખ ખાને વર્ષ 2023 પોતાના નામે કરી લીધું છે. પહેલા ફિલ્મ ‘પઠાન’ અને ફિલ્મ ‘જવાન’થી દર્શકોના દિલ પર જાદુ ચલાવ્યો છે અને બોક્સ ઓફિસના કિંગ બની ગયા છે. 

શાહરૂખ ખાનની બંને ફિલ્મોએ એક વર્ષમાં 1,000 કરોડનો બિઝનેસ કર્યો છે અને બોલીવુડ અભિનેતા અક્ષય કુમારને પાછળ છોડી દીધા છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ હિંદી સિનેમા અને તેના કરિઅરની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ