બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / Black pepper is beneficial for diabetes, regular consumption to stay healthy

સ્વાસ્થ્ય ટિપ્સ / શરદીથી લઇને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રાખવા 'કાળાં મરી' છે રામબાણ ઈલાજ: ફાયદા એવાં કમાલના કે જાણીને ચોંકી જશો

Malay

Last Updated: 04:01 PM, 15 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાળા મરી એક એવો મસાલો છે, જે તમારા રસોઈ ઘરમાં ફરજીયાત મળી જશે. જેનો સ્વાદ તીખો અને મસાલેદાર હોય છે.કાળા મરીમાં એવા ઘણા ગુણ હોય છે, જે તમારા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.

 

  • સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે કાળા મરી
  • કાળા મરી હોય છે ઘણાં પોષક તત્ત્વો
  • ડાયાબિટિસના દર્દી માટે તો તે આશીર્વાદરૂપ 

આરોગ્યમાં કહેવાયું છે કે, સ્વસ્થ રહેવા માટે તમારે સ્વસ્થ આહારનું પાલન કરવું જરૂરી છે. જો તમે બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાશો તો તમારા સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. આપણા ઘરનાં રસોડામાં એવા ઘણા મસાલા છે, જે તમને સારા સ્વાસ્થ્યની ભેટ આપે છે, તેમાંથી એક છે-કાળાં મરી. કાળાં મરીમાં ખનિજ, વિટામિન, પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ અને અન્ય ઘણાં પોષક તત્ત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ડાયાબિટિસના દર્દી માટે તો તે આશીર્વાદરૂપ છે.     

ડાયાબિટિસમાં પણ ઉપયોગી
નિષ્ણાતોના મતે કાળાં મરીમાં ફાયદાકારક એન્ટઓક્સિડન્ટ હોય છે, જે લોહીમાં શુગરના સ્તરને સ્થિર કરવામાં મદદ કરી શકે છે. તે હાઈ બ્લડ શુગરને નિયંત્રિત કરે છે, જે ડાયાબિટિસની સારવારમાં મદદ કરે છે. એક અભ્યાસમાં સાબિત થયું છે કે કાળાં મરીનું તેલ બે ઉત્સેચકને રોકે છે, જે સ્ટાર્ચને ગ્લુકોઝમાં તોડી નાખે છે અને ડાયાબિટિસનાં લક્ષણોને વધુ ખરાબ બનાવે છે. મરી ખાવાથી કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રહે છે. 

દાંતને મજબૂત બનાવશે
કાળાં મરીમાં બળતરા વિરોધી ગુણધર્મ છે. દાંત સાથે જોડાયેલી સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે મીઠા સાથે કાળાં મરી ઉમેરી શકો છો. ફક્ત પાણીમાં મીઠું-મરી મિક્સ કરો અને તમારાં પેઢાં પર આ મિશ્રણ લગાવો.

શરદીમાં રામબાણ ઈલાજ
કાળાં મરીમાં એ‌િન્ટઓક્સિડન્ટ હોય છે, જે શરદીના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. આ સિવાય તે લાળને પણ ઘટાડે છે અને શ્વાસની તકલીફમાં પણ રાહત આપે છે તેમજ અસ્થમાવાળા લોકો માટે કાળાં મરી ખૂબ જ ફાયદાકારક છે.

વજન ઓછું કરવામાં મદદરૂપ
કાળાં મરીનો ઉપયોગ વજન ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક છે. કાળાં મરીમાં ફાઇબર હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેના કારણે વ્યક્તિ ઓવરઇટિંગ કરવાનું ટાળે છે. આ સિવાય ચરબી બર્ન કરવામાં પણ મદદ કરે છે. કાળાં મરીમાં ઓછી માત્રામાં કેલરી પણ હોય છે, જેના કારણે મેદ‌િસ્વતા ધરાવતા લોકો જો તેનું નિયમિત સેવન કરે તો તેમના વજનમાં ઘટાડો જોવા મળી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ