બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / BJP's connection in recruitment scam in energy department of Gujarat

કૌભાંડ / ઉર્જા વિભાગમાં ભરતી કૌભાંડમાં ભાજપ કનેક્શનનો ખુલાસો, વચેટિયો નીકળ્યો યુવા મોરચાનો મહામંત્રી

Khyati

Last Updated: 01:48 PM, 4 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ઉર્જા વિભાગમાં ભરતી કૌભાંડ મુદ્દે થયો ચોંકાવનારો ખુલાસો. વચેટિયાની ભૂમિકામાં ભાજપના યુવા મોરચાના મહામંત્રીનું ખૂલ્યુ નામ

  • ઉર્જા વિભાગમાં ભરતી કૌભાંડના આક્ષેપ મુદ્દે ખુલાસો
  • ભરતી કૌભાડમાં વેચેટિયાની ભૂમિકામાં છે અવધેશ પટેલ
  • વચેટિયો અવધેશ પટેલ જિલ્લા ભાજપ યુવા મોરચાનો મહામંત્રી

ગુજરાત ઉર્જાવિભાગમાં ભરતી કૌભાંડ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. સમગ્ર કૌભાંડમાં વચેટિયા તરીકે ભાજપ યુવા મોરચાના મહામંત્રી અવધેશ પટેલની ભૂમિકા સામે આવી છે. ગુજરાત અને કૌભાંડ જાણે એકબીજાના પર્યાય બની ગયા હોય તેમ લાગી રહ્યુ છે. ક્યાંક ડિગ્રી કૌભાંડ તો ક્યાંક માર્કશીટ કૌભાંડ સામે આવી રહ્યા છે. ત્યારે ઉર્જાવિભાગમાં પણ ભરતીને લઇને કૌભાંડ થયુ હોવાના ગંભીર આક્ષેપો થયા છે.  આમ આદમી પાર્ટીના  વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે એક  પ્રેસ કોન્ફ્રન્સ સંબોધીને આરોપ લગાવ્યો છે કે ઉમેદવારો પાસેથી રૂપિયા લઇને સરકારી ખાતાઓમાં નોકરી આપવામાં આવે છે.  

યુવરાજસિંહે શું લગાવ્યા આરોપ ? 

યુવરાજ સિંહે ઉર્જા વિભાગની PGVCL, DGVCL અને UGVCLની  ભરતીની પરીક્ષામાં કૌભાંડ થયાના ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે, આ કૌભાંડ એપી સેન્ટર સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા છે. તેમણે ઉમેર્યુ કે, UGVCL જુનિયર આસિસન્ટન્ટમાં એક જ સિક્વંસ અને નંબર ધરાવતા લોકોને એક સરખા માર્ક મળ્યા છે. સાથે જ આ કૌભાંડમાં કોની સંડોવણી છે, તેઓનું નામ પણ તેણે આપ્યું છે. તેમણે જણાવ્યું કે ધનસુરાના શિક્ષક અને બાયડના અવધેશ પટેલની આ કૌભાંડમાં સંડોવણી છે. બાયડમાં ટ્યુશન ક્લાસ ચલાવતો અજય પટેલ કૌભાંડ ચલાવે છે.

એક જ ગામના 18 યુવાનોએ કૌભાંડ કરી સરકારી નોકરી મેળવી 

આ કૌભાંડ દ્વારા કોને કોને લાભ લીધો છે, તેઓનું નામ પણ તેમણે લીધુ છે. ધવલ પટેલ, કૃશાંગ પટેલ, હિતેશ પટેલ, રજનીશ પટેલ, પ્રિયંક પટેલ, આંચલ પટેલ, પ્રદિપ પટેલ, બાબુ પટેલ, જીગીશા પટેલ, ધ્રુવ પટેલ ભરતી કૌભાંડનો લાભ લીધો છે, તેમ યુવરાજસિંહે જણાવ્યું છે. એક જ ગામના 18 યુવાનોએ કૌભાંડ કરી સરકારી નોકરી મેળવી છે. જ્યારે જેટકોની પરીક્ષામાં મિતુલ પટેલે ભરતી કૌભાંડનો લાભ લીધો છે.

આ મુદ્દાને રાજકીય રંગ આપવો નથી -યુવરાજસિંહે

ઉમેદવારો પાસેથી રૂપિયા લઈ તેઓની ભરતી કરવામાં આવે છે. શરૂઆતમાં ટોકન અને ત્યાર બાદ નોકરી મળતા પુરૂ કરાતુ હોવાનો આરોપ યુવરાજસિંહે લગાવ્યો છે. કૌભાંડ આચરનાર અને કૌભાંડ કરી રહેલા લોકોના પુરાવા હોવાનો યુવરાજસિંહે દાવો કર્યો છે. સાથે જ યુવરાજસિંહે સ્પષ્ટતા કરી છે કે અમે સમગ્ર મુદ્દાને રાજકીય રંગ આપવા નથી માગતા. આ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. SITની રચના કરી તમામ સ્પાર્ધાત્મક પરીક્ષાઓની તપાસ કરવામાં આવે તેવી માંગ યુવરાજ સિંહે કરી છે.
 
યુવરાજસિંહનો આરોપ શું? 

- 3 વર્ષમાં ઉર્જા વિભાગની ભરતીમાં ગેરરીતિ થઈ
- ઉર્જા વિભાગની પરીક્ષામાં કૌભાંડ થયો છે
- 352 જુનિયર એન્જિનિયરિંગની ભરતી ચાલી રહી છે
- ઉર્જા વિભાગની ભરતી કૌભાંડનું એપી સેન્ટર અરવલ્લી જિલ્લો છે
- પટેલ, ચૌધરી અને પ્રજાપતિ સમાજના ઉમેદવારોની સંડોવણી વધુ
- UGVCL, PGVCL, DGVCLમાં ગેરરીતિથી પાસ થયેલા ફરજ બજાવે છે

કૌભાંડમાં કોની સંડોવણીનો આરોપ?

- ગુજરાત ઉર્જા વિકાસ નિગમના અધિકારીઓની સંડોવણી
- GUVNLના ઉચ્ચ અધિકારી પ્રજાપતિ છે
- કૌભાંડીઓ સેન્ટ્રલ રૂમથી PC ઓપરેટ કરે છે
- કુલ 11 વિદ્યાર્થીઓ કૌભાંડમાં સંડોવાયેલા છે
- ધવલ પટેલ, કૃશાંગ પટેલ, રજનીશ પટેલ, આંચલ પટેલ પર આરોપ
- રાહુલ પટેલ, પ્રદીપ પટેલ, ધ્રુવ પટેલ ગેરરીતિથી પાસ થયા
- બાબુ પટેલ, જીગીશા પટેલ પર ગેરરીતિથી પાસ થયા
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ