બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / BJP youth president beaten up by 8 people, CCTV footage surfaced

રાજકોટ / ACનો હપ્તો ન ભરતાં ભાજપના યુવા પ્રમુખને 8 લોકોએ ભેગા થઈને માર માર્યો, CCTV ફૂટેજ સામે આવતા પોલીસે શરૂ કરી કાર્યવાહી

Priyakant

Last Updated: 11:48 AM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News:રાજકોટના ભાયાદવર ભાજપ યુવા પ્રમુખે ACનો હપ્તો ન ભરાતા 8 શખ્સોએ કર્યો હુમલો, માર મારવો અને ધમકી મળ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ, હુમલાની ઘટના CCTVમાં કેદ

  • ભાજપ યુવા પ્રમુખ પર હુમલાની ઘટના CCTVમાં કેદ
  • હુમલો કરવા સાથે આરોપીએ ધમકી પણ આપી
  • હુમલાની ઘટનાને હાર્દિક રામાણીએ પોલીસમાં કરી ફરિયાદ
  • પોલીસે CCTVના આધારે આગળની કાર્યવાહી હાથધરી

રાજકોટના ભાયાદવરના ભાજપ યુવા પ્રમુખ હાર્દિક રામાણી પર હુમલાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. વાત જાણે એમ છે કે, હાર્દિક રામાણીએ ACનો હપ્તો ન ભરાતા 8 લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. આ તરફ આ સમગ્ર હુમલાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેને લઈ હાર્દિક રામાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.  

રાજકોટ જિલ્લાના ભાયાદવરના ભાજપ યુવા પ્રમુખ હાર્દિક રામાણી પર AC નો હપ્તો નહિ ભરવા બાબતે હુમલો થયો છે. હાર્દિક રામાણીએ જણાવ્યું હતું કે, મારે ભાયાવદરમા બાલાજી ટેલિકોમ નામની મોબાઈલની જુના બસ સ્ટેન્ડ ચોક પાસે દુકાન છે. જ્યાં હું બજાજ ફાઈનાન્સના હપ્તા પર મોબાઈલની લે-વેચ કરૂ છુ. ગત તા 17.05.2023ના રોજ સાંજના 08.30 વાગ્યાની આસપાસ હું મારી દુકાનની સામેની બાજુથી ચાલીને મારી દુકાન તરફ આવતો હતો. આ દરમ્યાન અચાનક કેટલાક લોકોએ મારી પર હુમલો કર્યો હતો. 

અચાનક બાઇક પર આવેલા ઇસમો હાર્દિક પર તૂટી પડ્યા
હાર્દિક રામાણીના કહેવા મુજબ અચાનક 4 મોટરસાયકલ ડબલ સવારીમાં આવેલ અને જેમા પ્રથમ બે જણા કલ્પેશ બારોટ તથા મયંક વાડોદરીયા હતા. તેઓ બને મને પકડી ગાળાગાળી કરી માર માર્યો હતો. જે બાદમાં પ્રકાશ ઉર્ફે કારો જોગલ  તથા તેની સાથેના 5 અજાણ્યા માણસો આવેલ અને મને પકડીને માર મારવા લાગ્યા હતા. આ દરમ્યાન મારો ભાઈ અને સ્થાનિકોએ વચ્ચે પડી મને બચાવ્યો હતો. આ બધા લોકો ભેગા મળી બજાજ ફાઈનાન્સનો A.C.નો હપ્તો 2400નો ભરવાનો બાકી હોય હાર્દિકને માર મારી હપ્તો નહીં ભરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

સારવાર બાદ નોંધાવી ફરિયાદ
આ તરફ હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ હાર્દિક રામાણીને ભાયાવદર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ તરફ હાર્દિકે સારવાર બાદ તમામ ઇસમો સામે  ભાયાવદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેને લઈ  ભાયાવદર પોલીસે CCTV અને હાર્દિકની ફરિયાદને આધારે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ