બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / BJP workers from other states came to Gujarat for election campaign in Gujarat Assembly

સટીક રણનીતિ / પ્રચારના શ્રી ગણેશ: ગુજરાતમાં 5 રાજ્યોના ભાજપ કાર્યકરોએ નાખ્યા ધામા, ઝોન વાઈઝ સોંપાઈ જવાબદારી

Published By: Vishnu

Last Updated: 05:47 PM, 6 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપી અને રાજસ્થાનના કાર્યકરો બે દિવસમાં ચૂંટણી રણનીતિ ઘડશે, ઉત્તર ઝોનમાં સૌરાષ્ટ્ ઝોનમાં કરશે ભાજપ માટે પ્રચાર

  • ચૂંટણીને લઇ ભાજપ એક્શનમાં 
  • 5 રાજ્યના કાર્યકરોના ગુજરાતમાં ધામા
  • ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવ્યા 

છેલ્લી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એટલે કે 2017માં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બરાબરીની ચૂંટણી જંગ જામી હતી. હંમેશા 3 આંકડામાં જીતતા ગુજરાત ભાજપને 99 બેઠક જીતી સંતોષ માનવો પડયો હતો. પણ આ વખત ગુજરાતમાં AAPની એન્ટ્રીથી ત્રિપાંખિયો જંગ નક્કી છે. શહેર  બેઠકો પર ભાજપનું રાજ છે જ્યારે ગામડાઓ પર કોંગ્રેસનું વર્ચસ્વ પણ  AAPની મજબૂત ઈનિંગથી ભાજપ અને કોંગ્રેસમાં ડર બેઠો છે. આગળની કોઈપણ ચૂંટણીમાં અન્ય રાજ્યના કાર્યકર્તા પર નિર્ભર ન રહેતા ગુજરાત ભાજપે પણ 5 રાજ્યોના કાર્યકરોને ગુજરાતમાં ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપી છે.એનો સીધો જ મતલબ છે કે કોઈ પણ ભોગે ભાજપ ચૂંટણીમાં ઢીલી નીતિ રાખવા માંગતુ નથી.

અન્ય રાજ્યોના ભાજપ કાર્યકરો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા
તેના જ ભાગ રૂપે પ્રદેશ ભાજપ દ્વારા અત્યારથજી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જુદા જુદા 5 રાજ્યોના કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં આવ્યા છે.આજથી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કાર્યકરોએ બે દિવસ માટે ગુજરાતમાં ધામા નાખ્યા છે. જેમાં ઝોન વાઇઝ અલગ અલગ રાજ્યોને જવાબદારી સોંપી ચૂંટણીલક્ષી રણનીતિને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ઉત્તર ઝોનની જવાબદારી રાજસ્થાન ભાજપના કાર્યકરોને સોંપવામાં આવી છે. જે ઘરે ઘરે જઈ ગુજરાત ભાજપના કાર્યકરો સાથે ચૂંટણી પ્રચારમાં જોતરાશે.કોંગ્રેસની મજબૂત પકડ ધરાવતા સૌરાષ્ટ્ ઝોનમાં કાઠું કાઢવાની જવાબદારી બિહાર ભાજપને આપવામાં આવી છે.યુપી અને રાજસ્થાન ભાજપના નેતાઓને અલગ અલગ જિલ્લા અંગે માહિતી આપી દેવામાં આવી છે.બેઠકમાં અન્ય રાજ્યના નેતાઓને વિધાનસભા પ્રભારીઓ ગુજરાતની ચૂંટણી વિશે સમજ આપી કાર્યકરોને અત્યારથી જ ચૂંટણી જંગ માટે તૈયાર કરશે.

શહેરી વિસ્તારમાં ભાજપને ડર
ગુજરાતની રાજનીતિમાં હાલમાં ભાજપનું પલડું ભારે છે અને ભાજપે એવું દર્શાવી રહી છે કે આગામી ચુંટણીમાં જીત આશાન છે. હકીકતમાં આ વખતે  ભાજપને શહેરી વિસ્તારમાં હારનો ડર વધારે છે અને એટલે જ અન્ય રાજ્યોમાં જેમાં પ્રચાર કરવામાં આવે છે. એ રીતે આ વખતે ગુજરતમાં પણ પ્રચાર કરવામાં આવશે. ભાજપે પ્રચાર માટે 4 ઝોનમાં વહેચીને પ્રચાર કરવા માટે આયોજન કરેલું છે. જેમાં મધ્ય ઝોનની જવાબદારી મધ્યપ્રદેશ અને ઝારખંડના નેતાઓને સોપી છે. તો દક્ષીણ ગુજરાતની જવાબદારી મહારાષ્ટ્રને સોપવામાં આવી છે. ઉત્તર ઝોનની જવાબદારી રાજસ્થાન અને સૌરાષ્ટ્ર-કચ્છની જવાબદારી બિહારના નેતાઓને સોપવામાં આવી છે.

કોઈ કચાશ છોડવા માંગતુ નથી ભાજપ
આમ તો ગુજરાતમાં ચુંટણી સમયે અન્ય પ્રદેશના નેતાઓ પ્રચાર,સભા કે રોડ શો માટે આવતા હોય છે..પરંતુ આ વખતે કાર્યકર્તાઓની મોટી ફોજ ગુજરાત આવશે અને ઘરે ઘરે જઈને પ્રચાર કરશે મહોલ્લા મીટીંગ કરશે. આ રીતેનો પ્રચાર સામાન્ય રીતે અન્ય રાજ્યોમાં થતો હોય છે. પરંતુ ગુજરાતમાં થતો નથી. પરંતુ આ વખતે આ પેટર્ન પર પ્રચાર કરવામાં આવશે. કારણ કે  ભાજપને ડર  છે કે નાના સમાજના લોકો ભાજપથી અંતર રાખે છે અને તેના કારણે નુકશાન થઇ શકે છે.. જેથી હાઈ કમાંડ કોઇપણ પ્રકારે રિસ્ક લેવાં માંગતું નથી. આમ  ભાજપ  દ્વારા હવે ચુંટણીના 4 કે 5 માસ અગાઉ જ આ પ્રકારના પ્રચારનું આયોજન કરેલું છે. જેથી કરી કોઇપણ મહોલ્લો પ્રચારમાં બાકાત ના રહી જાય અને ભાજપને આસાનીથી જીત મળી શકે કારણ કે  ભાજપને શહેરી સીટ તૂટવાનો ડર છે અને એટલે જ જોરશોરથી પ્રચાર કરશે.

કેન્દ્રિય નેતાઓનું ગુજરાત પર ફોકસ
આ માટે કેન્દ્રિય નેતાઓ સતત ગુજરાત પ્રવાસ ખેડશે. ખાસ કરીને PM અને અમિત શાહ દિલ્લીથી ગુજરાત સુધી સતત સભાઓ ગજવશે. રાજ્યમાં અનેક રેલીઓ, રોડશો અને કાર્યક્રમો ગોઠવાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ ગુજરાતની મુલાકાતે આવશે. ભાજપ રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ સંતોષ પણ સતત ચૂંટણીની વ્યુરચના સંદર્ભે જીણવટ ભર્યા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી આયોજનો કરવામાં વ્યસ્ત છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat BJp Gujarat elections 2022 bjp election campaign ગુજરાત ભાજપ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ભાજપ ચૂંટણી પ્રચાર Gujarat Elections 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ