બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / BJP MLA Thrashed By Farmers In Punjab, Chief Minister Condemns Attack

શરમજનક ઘટના / કૃષિ કાયદા સમજાવવા ગયેલા ભાજપના MLAને ખેડૂતોએ ધીબેડી કાઢ્યા, કપડાં પણ ફાડી નાંખ્યા

Hiralal

Last Updated: 09:25 PM, 27 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબમાં કૃષિ કાયદાના ફાયદા સમજાવવા ગયેલા ભાજપના ધારાસભ્ય અરુણ નારંગને લોકોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો અને તેમના કપડાં પણ ફાડી નાખ્યાં.

  • અરુણ નારંગ અબોહરના ભાજપના ધારાસભ્ય
  • ખેડૂતોને કૃષિ કાયદાના ફાયદા સમજાવવા ગયા
  • ગુસ્સે થયેલા ખેડૂતોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો
  • કપડાં ફાડી નાખ્યા, ગડદાપાટૂનો માર પડ્યો
  • સુરક્ષાકર્મીઓએ જેમ તરીકે બચાવ્યા, ઘટનાનો વીડિયો વાયરલ

અબોહરના ભાજપના ધારાસભ્ય અરુણ નારંગને કૃષિ કાયદાના લાભ સમજાવવા ભારે પડી ગયા છે અને તેમનો ખેડૂતોનો રોષનો ભોગ બનવું પડ્યું હતું. 

ખેડૂતોને કૃષિ કાયદાના ફાયદા સમજાવવા પડ્યાં ભારે 

 ભાજપના ધારાસભ્ય નારંગ શનિવારે માલોટ શહેર આવ્યાં હતા. નારંગે પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂતોને કૃષિ કાયદાના લાભ સમજાવવાના હતા. અરુણ નારંગ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે તેવી ખેડૂતોને પહેલેથી જ જાણ થઈ હતી અને તેથી તેઓ ભાજપ ઓફિસની સામે ટાંપીને બેઠા હતા. અને તેમણે પ્રેસ કોન્ફન્સમાં બોલવાનું શરુ કર્યું ત્યારે ખેડૂતો તેમની પર તૂટી પડ્યાં હતા.  

ધારાસભ્યના કપડાં ફાડી નાખ્યાં, શરીર પર કાળી શાહી ફેંકી

હાજર ખેડૂતોએ તેમને ચારેબાજુએથી ઘેરી લીધા અને તેમના કપડા ફાડી નાખ્યાં તથા તેમને ગડદા પાટૂનો માર મારવા લાગ્યા. એટલું જ નહીં પરંતુ આટલેથી ન અટકતા ગુસ્સે થયેલા ખેડૂતોએ ધારાસભ્યના કપડા ફાડીને નગ્ન કરી નાખ્યાં હતા અને ત્યાર બાદ આખા શરીર પર કાળી શાહી રેડી દીધી હતી. નારાજ ખેડૂતો જીવ પર આવી ગયા હતા અને ધારાસભ્યને મૂકે તેવી સ્થિતિમાં નહોતા, આ જોઈને સુરક્ષાકર્મીઓ ધારાસભ્યની મદદે દોડ્યા હતા અને જેમ તેમ કરીને તેમને ખેડૂતોની ચૂંગાલમાંથી બચાવ્યાં હતા. 

ભાજપ ધારાસભ્યની મારઝૂડનો વીડિયો વાયરલ 

પંજાબ ભાજપના એક સભ્ય વરુણ પૂરી આ ઘટનાનો વીડિયો ટ્વિટ કરીને જણાવ્યું કે ભાજપના અબોહરના ધારાસભ્ય અરુણ નારંગજીની સાથે પાર્ટીના બીજા બે નેતાઓની માલોટ શહેરમાં મારપીટ કરવામાં આવી. લોકશાહીય રાજ્યમાં ચૂંટાયેલા પ્રતિનિધિ પર હુમલો કરવો દંડનીય અને બેશરમીભર્યો અપરાધ છે. હું તત્કાળ આરોપીઓ સામે કાર્યવાહીની માગ કરુ છું. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો જેમાં ખેડૂતો નારંગની મારઝૂડ કરી રહેલા અને પોલીસ તેમને બચાવી રહી હોવાનું દેખાતું હતું. ખેડૂતોએ નારંગને ખૂબ ગાળો પણ આપી હતી. રિપોર્ટ અનુસાર ધારાસભ્ય નારંગ અને એક પોલીસ અધિકારી ઈજાગ્રસ્ત થયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ