ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BJP-Congress on the issue of whether to keep the Gujari market closed due to the epidemic
ADVERTISEMENT
ADVERTISEMENT
એક તરફ રાજ્યભરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. સરકાર પણ સમયાંતરે કડક નિયંત્રણ લાદી રહી છે. ત્યારે જામનગરમાં ગુજરી બજાર ચાલુ અને બંધ રાખવાના મુદ્દે ભાજપ અને કોંગ્રેસના બે કોર્પોરેટર આમને સામને આવી ગયા છે. અને આ વાત એટલી હદે વણસી ગયા કે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
કોર્પોરેશનની ટીમ બજાર બંધ કરાવવા જતા થઈ બોલાચાલી
નવાગામ ઘેડ વિસ્તારમાં ગાયત્રી ચોક પાસે દર બુધવારે ભરાતી ગુજરી બજાર ભરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતાં જો કે કોરોના મહામારીને પગલે આ ગુજરી બજારને બંધ રાખવું કે કેમ તે મુદ્દે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો આમને-સામને આવી ગયા હતાં. આખરે બંને કોર્પોરેટરો વચ્ચે બોલાચાલી એટલી ઉગ્ર હતી કે પોલીસ પણ દોડી આવી હતી.આ ગુજરી બજારને કોર્પોરેશન બંધ કરાવવા ગયું પરંતુ આ બજાર ચાલુ રાખવા કોંગ્રેસ કોર્પોરેટરે માંગણી કરી હતી. પરતું કોરોનાના કારણે બંધ રહે તેવો મત ભાજપના કોર્પોરેટરે વ્યક્ત કરતા વાતાવરણ તંગ બન્યું હતું
પોલીસે પહોંચી બજાર બંધ કરાવીને મામલો થાળે પાળ્યો
બીજી તરફ રોજી રોટીને લઈને સામાન્ય માણસનું ગજરાણ ચલાવવા બજાર ચાલુ રહે તેવી માંગ કોંગ્રેસે કરી હતી કોંગ્રેસ નગરસેવીકા ગુજરી બજાર ખાતે પહોંચીને નાના ધંધાર્થીઓને વેપાર કરવા દેવાની માંગ કરી હતી. પરંતુ કોવિડની ગાઈડલાઈનનું ઉલ્લંઘ્ઘન થતું હોવાથી તંત્ર ગુજરી બજાર બંધ કરાવવા દોડી આવ્યું હતું. જો કે કોંગ્રેસ નગરસેવીકાએ ગુજરી બજાર બંધ નહિ થાય તેવી ચીમકી ઉચ્ચારી દેતા મામલો ગરમાયો હતો અને પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. અંતે ભારે રકઝક બાદ લોકોના હિતમાં બજાર બંધ કરાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ