બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Biryani reduces men's sex drive: Why did the former minister close the shops?

બંગાળ / પુરુષોની સેક્સ ડ્રાઈવ ઓછી કરે છે બિરિયાની: પૂર્વ મંત્રીએ કેમ બંધ કરાવી દુકાનો ?

Priyakant

Last Updated: 01:54 PM, 24 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીએમસી નેતાએ આરોપ લગાવ્યો કે, બિરયાનીમાં પડતા મસાલાને કારણે પુરૂષોની સેક્સ્યુઅલ ડ્રાઈવ ઘટી રહી છે

  • તૃણમૂલ કોંગ્રેસના નેતાએ કૂચ બિહારમાં બિરયાનીની દુકાનો બંધ કરાવી 
  • બિરયાનીના મસાલાને કારણે પુરૂષોની સેક્સ્યુઅલ ડ્રાઈવ ઘટી રહી: પૂર્વ મંત્રી 
  • ફરિયાદો પછી જાણવા મળ્યું કે દુકાનો પાસે ટ્રેડ લાઇસન્સ નથી, તેથી દુકાનો બંધ કરવામાં આવી: પૂર્વ મંત્રી 

નોન-વેજ બિરયાની સાથે દેશમાં ઘણી બધી વેજ બિરયાની છે. જોકે તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પૂર્વ રાજ્ય મંત્રી રવિન્દ્ર નાથ ઘોષે પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં બે સ્થાનિક બિરયાનીની દુકાનો બંધ કરાવી દીધી છે. વાત જાણે એમ છે કે, ટીએમસી નેતાએ આરોપ લગાવ્યો કે, બિરયાનીમાં પડતા મસાલાને કારણે પુરૂષોની સેક્સ્યુઅલ ડ્રાઈવ ઘટી રહી છે.

મમતા બેનર્જીની સરકારના મંત્રી રવીન્દ્ર નાથ ઘોષે જણાવ્યું હતું કે, ઘણા લોકો તરફથી એવા આક્ષેપો થયા છે કે, બિરયાની બનાવવા માટે વપરાતા ઘટકો અને મસાલાએ પુરૂષોની સેક્સ ડ્રાઇવમાં ઘટાડો કર્યો છે. ઘોષે કહ્યું કે, છેલ્લા ઘણા દિવસોથી વિસ્તારના લોકો તરફથી એવી ફરિયાદો આવી રહી છે કે, તેઓ જાણતા નથી કે બિરયાની બનાવવા માટે કયા મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે, જે પુરુષોની જાતીય ઇચ્છાને અવરોધે છે.

આ સાથે કૂચ બિહાર નગરપાલિકા પ્રમુખે આરોપ લગાવ્યો કે, બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોના લોકો આ વિસ્તારમાં બિરયાની વેચતા હતા અને દુકાનો લાયસન્સ વિના ચાલી રહી હતી. તેમણે કહ્યું કે, તમામ ફરિયાદો પછી અમે અહીં આવ્યા અને જાણવા મળ્યું કે દુકાનો પાસે ટ્રેડ લાઇસન્સ નથી, તેથી દુકાનો બંધ કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, બિરયાની સૌપ્રથમ ભારતીય ઉપખંડમાં મુસ્લિમો દ્વારા બનાવવામાં આવી હતી. તે ચોખા, ભારતીય મસાલા અને સામાન્ય રીતે માંસ સાથે તૈયાર કરવામાં આવે છે. જોકે તે ક્યારેક કોઈ માંસ વિના પણ રાંધવામાં આવે છે. તેમજ ક્યારેક બિરયાનીમાં ઈંડા અને બટાકાનો ઉપયોગ કરી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ