ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / કોણ બનશે બિહારના CM? પ્રધાનમંત્રી મોદીએ કરી દીધો ઈશારો, શું મોટી પાર્ટી પોતાનો બનાવશે સીએમ?
Last Updated: 08:23 AM, 15 November 2025
ADVERTISEMENT
બિહારમાં 202 બેઠકો જીત્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ નવા સીએમના નામનો ઈશારો કર્યો છે. પીએમ મોદીની વાત પરથી ચર્ચા છે કે બિહારના સીએમ પદે નીતિશ કુમાર જ રહેશે. પીએમ મોદીએ કહ્યું કે "સુશાસન જીત્યું છે. વિકાસ જીત્યો છે. જન કલ્યાણની ભાવના જીતી છે. સામાજિક ન્યાય જીત્યો છે. બિહારમાં મારા પરિવારના સભ્યો પ્રત્યે હું ખૂબ ખૂબ આભાર માનું છું જેમણે 2025 ની વિધાનસભા ચૂંટણીમાં NDA ને ઐતિહાસિક અને અભૂતપૂર્વ વિજય સાથે આશીર્વાદ આપ્યા છે. આ પ્રચંડ જનાદેશ આપણને લોકોની સેવા કરવા અને બિહાર માટે નવા સંકલ્પ સાથે કામ કરવા માટે સશક્ત બનાવશે.
ADVERTISEMENT
નીતિશ કુમારનો આભાર માન્યો
હું આ જબરદસ્ત જીત માટે મુખ્યમંત્રી નીતિશ કુમાર જી અને અમારા એનડીએ પરિવારના સાથીઓ ચિરાગ પાસવાન જી, જીતન રામ માંઝી જી અને ઉપેન્દ્ર કુશવાહા જીને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.
ADVERTISEMENT
મતગણતરી વચ્ચે જેડીયુએ સીએમના નામનું ટ્વિટ કર્યું
બિહારમાં જ્યારે મતગણતરી ચાલી રહી હતી ત્યારે જેડીયુએ લખ્યું કે નીતિશ કુમાર મુખ્યમંત્રી હતા અને ભવિષ્યમાં પણ રહેશે. જો કે, પાર્ટીએ થોડા સમય પછી તેને ડિલીટ કરી દીધું. JDU એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "ન તો ભૂતકાળ કે ન તો ભવિષ્ય... નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી હતા, છે અને રહેશે.
ADVERTISEMENT
પોસ્ટ કરીને તરત કરી નાખી ડિલિટ
જેડીયુએ થોડા સમય પછી પોસ્ટ ડિલીટ કરી દીધી, જેનાથી અટકળો શરૂ થઈ ગઈ. એ નોંધનીય છે કે NDA એ બિહાર ચૂંટણી ફક્ત નીતિશ કુમારના ચહેરા પર લડી હતી. NDA નેતાઓએ કહ્યું હતું કે CM પદ માટે કોઈ ખાલી જગ્યા નથી, પરંતુ ક્યારેય ખુલ્લેઆમ કહ્યું નથી કે નીતિશ કુમાર CM હશે. છેલ્લી ચૂંટણીમાં, JDU એ BJP કરતા ઘણી ઓછી બેઠકો જીતી હતી, છતાં BJP એ નીતિશ કુમારને CM બનાવ્યા. આ વખતે, રાજ્યનો સૌથી મોટો પક્ષ બનતા, BJP એ NDA ગઠબંધનમાં મોટા ભાઈની ભૂમિકા ભજવી છે.
ADVERTISEMENT
બિહારમાં મોટી પાર્ટી બની ભાજપ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે એનડીએને બિહારમાં 202 બેઠકો મળી છે જેમાં ભાજપને સૌથી વધુ 89 અને જેડીયુને 85 બેઠકો મળી છે એટલે મોટી પાર્ટી બની હોવા છતાં ભાજપ પોતાનો સીએમ બનાવશે કે કે પછી નીતિશ કુમારને જાળવી રાખે તે હવે જોવાનું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો