બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Big ruckus in Tajia procession, 10 policemen injured in stone pelting, curfew-like situation, what caused this

ધર્મ માટે અધર્મીવેડા / તાજિયાના સરઘસમાં મોટી બબાલ, પથ્થરમારો થતાં 10 પોલીસકર્મીને ઈજા, કર્ફ્યૂ જેવી સ્થિતિ, શું કારણે આવું બન્યું

Vishal Khamar

Last Updated: 11:48 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં મોહર્રમના જુલૂસ દરમિયાન હોબાળો થયો હતો. મળતી માહિતી મુજબ ઝુલૂસમાં રહેલા કેટલાક અસામાજીક તત્વો દ્વારા રસ્તા પર રોકીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

  • દિલ્હીનાં નાંગલોઈ વિસ્તારમાં મોહરમ ઝુલૂસ દરમ્યાન થયો હોબાળો
  • ઝુલૂસમાં રહેલ કેટલાક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરાયો
  • પથ્થરમારાની ઘટનામાં 10 પોલીસકર્મી થયા ઘાયલ

નાંગલોઈ વિસ્તારમાં મોહર્રમના જુલૂસમાં રહેલા કેટલાક અસામાજીક તત્વોએ ઝુલૂસને રોડ ઉપર અટકાવ્યું હતું. અને ત્યાર બાદ અચાનક જ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ ઘટનામાં 10 પોલીસકર્મીઓને થોડી ઈજા થઈ હતી. તેમજ એક ડઝનથી વધુ વાહનોને નુકસાન થયું હતું. કેટલાક અસામાજીક તત્વોએ પેસેન્જર બસને પણ નુકશાન કર્યું હતું.  ત્યારે બસમાં બેઠેલા કેટલાક મુસાફરો સીટો પાછળ છુપાઈને પોતાનો જીવ બચાવ્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરી તમામ ટોળાઓને વિખેરી નાખ્યા હતા. હાલ આ વિસ્તારમાં  ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

કેવી રીતે શરૂ થયો હોબાળો
ડીસીપી હરેન્દ્ર સિંહે જણાવ્યું કે શનિવારે લગભગ 10,000 લોકોની ભીડ મોહરમના જુલૂસમાં નક્કી કરેલ માર્ગ પર તાજિયા લઈને જઈ રહી હતી.  શાંતિપૂર્ણ માહોલમાં ઝુલૂસ પસાર થઈ રહ્યું હતું. પરંતુ અચાનક જ  જુલુસમાં રહેલા કેટલાક લોકો દ્વારા તાજિયા લઈને નક્કી કરેલ માર્ગ પર જવાનો ઈન્કાર કરી દીધો હતો. જે બાદ એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સરઘસમાં સામેલ કેટલાક લોકો સૂરજ માલ સ્ટેડિયમ પાસે નાસ્તો કરવા રોકાયા હતા. બાદમાં જેઓ બળજબરીથી સ્ટેડિયમમાં પ્રવેશવાનું શરૂ કર્યું. જેથી સુરક્ષા કર્મીએ તેઓને અટકાવ્યા પણ હતા. 

વીસ મિનિટ સુધી ભારે પથ્થરમારો થયો
પોલીસે સ્ટેડિયમમાં જઈ રહેલા લોકોને અટકાવતા અચાનક જ તાજિયા લઈ રહેલા લોકો રોષે ભરાયા હતા. તેઓએ રસ્તા પર દોડી રહેલા વાહનો અને પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. પેસેન્જર બસોને પણ બક્ષવામાં આવી ન હતી. નાંગલોઈની શેરીઓમાં લગભગ 20 મિનિટ સુધી પથ્થરમારો ચાલુ રહ્યો. પથ્થરબાજોએ પોલીસની બે જીપને નુકસાન પહોંચાડ્યું હતું. આ પથ્થરમારાના કારણે રસ્તા પર ભયનો માહોલ છવાઈ ગયો હતો.  લોકો પોતાનો જીવ બચાવવા દોડવા લાગ્યા હતા. ડીસીપી હરેન્દ્ર સિંહ અને જિલ્લાના અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 

પોલીસે લાઠીચાર્જ કર્યો અને પછી અસામાજીક તત્વો ભાગી ગયા
ડીસીપી હરેન્દ્ર સિંહે જણાવ્યું કે જે લોકો પથ્થરમારો કરી રહ્યા હતા. તેઓને ચેતવણી આપવા છતાં પણ તેઓએ પથ્થરમારો રોક્યો ન હતો.  ત્યારબાદ પોલીસ ફોર્સે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરતાની સાથે જ પથ્થરબાજો ભાગવા લાગ્યા હતા. તેમના ભાગી જવાના કારણે રોડ પર જતા બાઇક સવારો નીચે પડી ગયા હતા. પોલીસે તમામને લાઠીચાર્જ કરીને દસ મિનિટમાં હટાવી દીધા હતા. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ