બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / રાજકોટના સમાચાર / Big relief to Parshottam Rupala given a clean chit
Last Updated: 11:05 AM, 3 April 2024
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને ચૂંટણી પંચ દ્વારા રાહત મળી છે. આચાર સંહિતા ભંગની ફરિયાદમાં રૂપાલને ક્લિનચીટ મળી છે. એક કાર્યક્રમમાં સમાજ સામે નિવેદન બદલ ફરિયાદ નોંધાઈ હતી. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને આચારસંહિતા ભંગની ફરિયાદમાં ક્લિનચીટ મળી છે. રૂપાલા સામે કાર્યક્રમમાં સમાજ સામે આપેલા નિવેદન મામલે ફરિયાદ કરવામાં આવી હતી. જેનો રીપોર્ટ કરવામાં આવ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીના રિપોર્ટમાં રૂપાલાને ક્લિનચીટ આપવામાં આવી છે.
ADVERTISEMENT
પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન બાદ ભારે રોષ પ્રસર્યો છે. ત્યારે રૂપાલાના નિવેદનથી આચાર સંહિતા ભંગ થઇ છે કે કેમ? તે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. નોડલ ઓફિસર અને પ્રાંત અધિકારી દ્વારા તપાસ કરીને વીડિયો સહિતની તમામ બાબતની ચકાસણી કરવામાં આવી હતી અને ગઇકાલે સાંજે જિલ્લા કલેક્ટર તપાસનો રિપોર્ટ ચૂંટણીપંચને મોકલી આપ્યો હતો. આ રીપોર્ટમાં રૂપાલાને રાહત મળી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
લોકસભા ચૂંટણી સમયે પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન બાદ ભારે રોષ પ્રસર્યો છે. આ રોષનું કારણ રુપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય રાજા રજવાડા અને બહેન દિકરીઓ પર કરેલી ટિપ્પણી હતી. ત્યારબાદ રોષ એટલો બધો વધ્યો કે સમગ્ર ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. રૂપાલાએ બે વખત માફી માગી છે પરંતુ રાજપુત સમાજનું કહેવું છે કે રૂપાલાએ કરેલી ભુલ માફીને પાત્ર નથી. રૂપાલાને ભાજપે ટિકિટ કાપવી જોઇએ. સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજ દ્વારા રુપાલા સામે પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. રાજકોટ લોકસભા ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા ટિપ્પણી મામલે આજે ભાજપના ક્ષત્રિયા આગેવાનો અને સમાજના આગેવાનોની બેઠક મળવાની છે, મુખ્ય બેઠક પહેલા ક્ષત્રિય સમાજના આગેવાનોની કોર કમિટીની બેઠક મળશે. ભાજપ આગેવાન સાથે થનાર બેઠક અંગે ચર્ચા કરવામાં આવશે.
ADVERTISEMENT
રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, એમના ભરોશે તો રામ આવ્યો હતો. તે દિવસે આ લોકો તલવાર આગળ નહોતા ઝુક્યાં, તે તો નાની સમાજ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પરષોત્તમ રૂપાલાએ જાહેરમાં માફી માગી હોવા છતાં ગુજરાતના ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત છે. રાજકોટથી રૂપાલાનો વિરોધ શરૂ થયો જે ધીરેધીરે મહેસાણા જિલ્લો, બનાસકાંઠા, સાંબરકાંઠા, મોરબી જિલ્લાના વાંકાનેર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને સુરત જિલ્લાના માંગરોળમાં ક્ષત્રિય સમાજે પણ રૂપાલાના નિવેદન મામલે વિરોધ વ્યક્ત કર્યો હતો. મહેસાણામાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આવેદન પત્ર આપી રૂપાલા સામે કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી. એટલુ જ નહી રુપાલા સામે રોષ હવે રાજસ્થાન સુધી પહોચ્યો છે. શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના શીલા શેખાવત દ્વારા રુપાલાની ટીપ્પણીને વખોડી છે અને રૂપાલાની ટીકીટ રદ કરવા માંગણી કરવામાં આવી છે. રાજકોટ બેઠક પરથી પરષોત્તમ રૂપાલાને બદલવાની માગ સાથે ક્ષત્રિય સમાજે આવેદનપત્ર આપ્યુ હતુ. રાજકોટમાં ઉમેદવાર નહીં બદલે તો ભાજપ વિરોધી મતદાન કરવાની ક્ષત્રિય સમાજે ચીમકી આપી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.