બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત કેબિનેટ વિસ્તરણમાં ફેરફારને હાલ કોઇ અવકાશ નહીં! કારણ ચોંકાવનારું
Last Updated: 02:44 PM, 26 September 2025
મુખ્યમંત્રીની નવી દિલ્હી મુલાકાતના આગલા દિવસે વહેતી થયેલી કેબિનેટના વિસ્તરણની અટકળો માત્ર અફવા સાબિત થઇ છે. પાર્ટીના ટોચના સૂત્રોએ કહ્યું કે ગુજરાતની શાસક પાંખમાં હાલ તુરત કોઇ બદલાવ થવાનો નથી. એટલું જ નહીં રાજ્ય ભાજપના પ્રદેશ પ્રમુખની નિમણૂકનો મુદ્દો પણ ગૂંચવાયેલો જોવા મળે છે. એટલે કે મંત્રીમંડળમાં ફેરફાર, સંગઠનની નિયુક્તિ અને બોર્ડ-નિગમમાં નિમણૂકો કરવાની હાઇકમાન્ડની કોઇ ઇચ્છા નથી.
ADVERTISEMENT
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જ શાસનના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઇ ફેરફારને અવકાશ નથી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ૨૦૨૭ના વર્ષમાં થવાની છે ત્યારે ગુજરાત ભાજપમાં એવું લાગતું હતું કે નવરાત્રી થી દિવાળીના દિવસો વચ્ચે મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને નવા પ્રદેશ પ્રમુખની વરણી થઇ જશે પરંતુ રાજ્યમાં હાલ જેમ ચાલે છે તેમ ચાલતું રહેશે.
પાર્ટી હાઇકમાન્ડ હાલ તુરત કોઇ બદલવા કરવાના મૂડમાં નથી. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની નિમણૂક અટવાઇ પડી છે તેમ ગુજરાતમાં પણ સરકાર અને સંગઠનમાં થોભો અને રાહ જુઓની નીતિ જોવા મળે છે. પાર્ટીના ટોચના નેતાએ કહ્યું હતું કે હાલ વિસ્તરણ કરવામાં આવે તો રહી જતાં ધારાસભ્યોમાં અસંતોષ ફેલાઇ શકે છે જે આવનારી સ્થાનિક ચૂંટણી માટે પડકારરૂપ બની શકે છે.
ADVERTISEMENT

થોડાં સમય પહેલાં પાર્ટીના હાલના પ્રમુખ સીઆર પાટીલે એવો ઇશારો કર્યો હતો કે ટૂંક સમયમાં કેબિનેટમાં નવા સભ્યોનો સમાવેશ થશે. એટલું જ નહીં તેમણે એ પણ કહ્યું હતું કે હાલના મંત્રીઓએ ભગવાનને પ્રાર્થના કરવી પડશે. જો કે તેમનો આ સંકેત સ્થાનિક ચૂંટણી પહેલાં પાર્ટી સંગઠનના પ્રતિભાવ જાણવાનો હોઇ શકે છે.
ADVERTISEMENT
સરકારમાં સમાવેશ થવા માટે હાલ કોંગ્રેસમાંથી આવેલા અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર સક્રિય જણાઇ રહ્યાં છે, કારણ કે તેમને પાર્ટીમાં લેતી વખતે મંત્રીપદનું પ્રોમિસ આપવામાં આવ્યું હોવાનું કહેવાય છે. બીજીતરફ ભાજપના બીજા ધારાસભ્યો પણ વિસ્તરણની રાહ જોઇ રહ્યાં છે. ભપેન્દ્ર પટેલની સરકારમાં હાલ તેમના ઉપરાંત 8 કેબિનેટ સભ્યો અને 8 રાજ્યકક્ષાના સભ્યો છે. રાજ્ય સરકાર નિયમાનુસાર 23 સભ્યો લઇ શકે છે.
ADVERTISEMENT
ભાજપનું હાઇકમાન્ડ માને છે કે ઓછા સભ્યોથી કેબિનેટ ચાલતી હોય તો તેનુ કદ વધારવાની કોઇ આવશ્યકતા નથી. હવે ગુજરાતમાં જ્ઞાતિ અને વિસ્તાર પ્રમાણે પ્રતિનિધિત્વ આપવું એ જરૂરી નથી, કારણ કે ભૂતકાળની સરકારમાં પણ આ બન્ને પેરામિટર્સ જોવામાં આવ્યા નથી. સરકાર અત્યારે નવરાત્રીના તહેવારોની ઉજવણીમાં વ્યસ્ત છે.

ADVERTISEMENT
દિવાળી પહેલાં રાજ્યમાં મહેસાણામાં રાજ્ય સરકાર ત્રેત્રિય વાયબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ યોજી રહી છે ત્યારે ડઝન કરતાં વધુ વિભાગો તેની તૈયારીઓમાં પડ્યાં છે. ગુજરાતમાં વિસ્તરણની અટકળો નવી નથી. છેલ્લા અઢી વર્ષથી કેબિનેટના વિસ્તારની વાતો થયા કરે છે. સરકારમા અત્યારે એક ડઝન કરતાં વધુ ધારાસભ્યો કોઇને કોઇ ઇસ્યુન કારણે સરકાર અને સંગઠનથી નારાજ છે. તેવા સમયે જો વિસ્તરણ કરવામાં આવે તો રહી જતાં બીજા ધારાસભ્યો સ્થાનિક ચૂંટણી સમયે નિષ્ક્રિય રહેવાનો પ્રદેશ તેમજ હાઇકમાન્ડના નેતાઓને ડર સતાવી રહ્યો છે.
આ પણ વાંચોઃ Video: '...એટલે કહીશું', CMને મંત્રીમંડળનો સવાલ પૂછતા જ CR પાટીલે આપ્યો ચોંકાવનારો જવાબ
ADVERTISEMENT
હાલ તો ચૂંટણી સુધી આવી અટકળો વહેતી કરીને ધારાસભ્યોને ખૂશ રાખવાની કવાયત ચાલી રહી છે. સંગઠનના નેતાએ કહ્યું હતું કે પાર્ટી હાઇકમાન્ડ ઇચ્છે તો દિવાળીના તહેવારો દરમ્યાન નવા પ્રદેશ પ્રમુખની વરણી કરી શકે છે પરંતુ સરકારમાં હાલ કોઇ ફેરફારોને અવકાશ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.