બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Big News: Education Minister Chudasama's U-turn on school fees in Gujarat, new decision likely soon

શિક્ષણ વિભાગ / મોટા સમાચાર : ગુજરાતમાં શાળાઓની ફી મુદ્દે શિક્ષણમંત્રી ચુડાસમાનું યુ-ટર્ન, ટૂંક સમયમાં નવો નિર્ણય લેવાય તેવી શક્યતા

Kiran

Last Updated: 02:12 PM, 26 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાનગી શાળાઓમાં ફી માફી મુદ્દે શિક્ષણમંત્રીનો યુ ટર્ન લીધો છે ખાનગી શાળાઓમાં 25 ટકા ફી માફીની જાહેરાત બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ફરેવી તોડી છે

  • 25 ટકા ફી માફી મુદ્દે શિક્ષણમંત્રીનો યુ ટર્ન
  • ફી માફી, નવો નિર્ણય ન આવે ત્યાં સુધી જ રહેશે
  • ફીને લઈ સરકાર નવો નિર્ણય લે તેવી શક્યતા

ખાનગી શાળાઓમાં ફી માફી મુદ્દે શિક્ષણમંત્રીનો યુ ટર્ન લીધો છે ખાનગી શાળાઓમાં 25 ટકા ફી માફીની જાહેરાત બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ફરેવી તોડી છે, અને પોતાના નિવેદનથી યુ ટર્ન લીધો છે 
 

ગઇ કાલે શિક્ષણમંત્રીએ એક નિવેદનમાં શાળાઓમાં ફી માફી યથાવત રહેશે તેવું જણાવ્યું હતું પરતું આજે ફરી ફેરવી તોડી આજે ફરી પોતાના નિવેદનથી યુ ટર્ન લીધો છે અને ફી માફી નવો નિર્ણય ન આવે  ત્યા સુધી જ રહેશે તેવું જણાવ્યું છે.

25 ટકા ફી માફી મુદ્દે શિક્ષણમંત્રીનો યુ ટર્ન

શાળાઓમાં 25 ટકા ફી માફીની જાહેરાત કરાતા વાલીઓ એ હાસકારો અનુભવ્યો હતો પરતું આજે ફરી વાલીઓમાં ફીને લઈને ચિંતા જોવા મળી રહી છે ફી વધારા મુદ્દે સરકાર નવો નિર્ણય લે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે 25 ટકા ફી માફીની જાહેરાત કરાતા શાળા સંચાલક મંડળોએ વિરોધ કર્યો હતો પરતું શિક્ષણમંત્રીએ આ વિરોધ વચ્ચે પણ 25 ટકા ફી માફીની જાહેરાત કરી હતી પરતું આજે ફરી ફેરવી તોડી ફી વધારો નવા નિર્ણય સુધી જ માન્ય રહેશે તેવું જણાવ્યું છે જેથી હવે વાલીઓમાં ફીને લઈ ચિંતા વધી ગઈ છે. 

ફી માફી મુદ્દે શાળા મંડળ સંચાલકોએ કર્યો વિરોધ 

મહત્વનું છે કે ગયા વર્ષે ખાનગી શાળાઓમાં 25 ટકા ફી માફી અપાઈ હતી જેને લઈ ખાનગી શાળા સંચાલકોએ ફી માફી સામે વિરોધ ઉઠાવ્યો હતો સમગ્ર મામલે ખાનગી શાળા સંચાલક મંડળનું નિવેદન આપતા જણવ્યું હતું કે 50 ટકા વાલીઓએ ફી ભરવામાં ઉદાસિનતા દર્શાવી રહ્યા છે જે વાલીઓ નોકરી કરે છે તેમને પગાર આવે છે તો ફી માફી શું કામ આપવામાં આવે તેમજ જે વાલીઓની પરિસ્થિતિ ખરાબ છે તેને સ્કૂલો સામેથી મદદ કરે છે આમ 25 ટકા ફી માફીને કારણે સ્કૂલોની વ્યવસ્થા ખોરવાઈ છે છેલ્લા બે વર્ષથી ફી ન આવવાને કારણે સ્કૂલોનું સંચાલન કરવામાં મુશ્કેલી પડી રહી હોવાનું જણાવતા શાળા સંચાલક મંડળે  સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા.



ફી માફી, નવો નિર્ણય ન આવે ત્યાં સુધી જ રહેશે

બીજી તરફ શિક્ષણમંત્રીએ શાળાઓમાં 25 ટકા ફી માફી આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો આજે હવે શિક્ષણમંત્રીએ ફેરવી તોડી 25 ટકા ફી માફી સમગ્ર વર્ષ દરમિયાન યથાવત રહેશે કે કેમ તે અંગે હજુ નક્કર નિર્ણય નહી કર્યો હોવાનું જણાવ્યું હતું ગત વર્ષે લેવાયેલા 25 ટકા ફી માફીનો નિર્ણય નવા નિર્ણય સુધી જ ચાલુ રહેશે તેવું શિક્ષણમંત્રીએ જણાવ્યું છે જેથી હવે આખા વર્ષ દરમિયાન 25 ટકા ફી માફી મળશે તેવી આશા પર પાણી ફરી વળ્યું છે. બીજી તરફ શાળાઓની ફીને લઈને સરકાર ટૂંક સમયમાં જ નવો નિર્ણય લે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Decision Fee education minister school ગુજરાત શિક્ષણ વિભાગ ફી માફી ફી મુદ્દે નિર્ણય શિક્ષણમંત્રી Education Minister
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ