બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / Big news came 5 days before the start of Asia Cup, Corona crisis threatened the tournament, 2 players tested positive for Covid.

Big news / Asia Cup શરૂ થવાના 5 દિવસ પહેલા આવ્યા મોટા સમાચાર, ટૂર્નામેન્ટ પર તોળાયું કોરોનાનું સંકટ, 2 ખેલાડી Covid પોઝિટિવ આવતા હડકંપ

Pravin Joshi

Last Updated: 10:45 AM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2023 : એશિયા કપ 2023 પર કોરોનાનો ખતરો તોળાઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ પહેલા બે સ્ટાર ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

  • એશિયા કપ 2023 નું આયોજન પાકિસ્તાન દ્વારા કરવામાં આવશે
  • એશિયા કપ શરૂ થવાના 5 દિવસ પહેલા મોટા સમાચાર સામે આવ્યા
  • ટૂર્નામેન્ટ પહેલા બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું 

એશિયા કપ 2023 નું આયોજન પાકિસ્તાન દ્વારા કરવામાં આવશે. તે 30 ઓગસ્ટથી શરૂ થશે અને ફાઇનલ 17 સપ્ટેમ્બરે રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની પ્રખ્યાત મેચ શ્રીલંકામાં યોજાશે. જ્યારે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 30 ઓગસ્ટના રોજ મુલ્તાનમાં પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે. આ ટૂર્નામેન્ટ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. એશિયા કપ 2023 પર કોરોનાનો ખતરો તોળાઈ રહ્યો છે.

Topic | Page 12 | VTV Gujarati

એશિયા કપ 2023 પર કોરોનાનો ખતરો 

એશિયા કપ શરૂ થવાના 5 દિવસ પહેલા શ્રીલંકાના કેમ્પમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર શ્રીલંકાના બે ખેલાડીઓ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ ખેલાડીઓ છે ઓપનર અવિષ્કા ફર્નાન્ડો અને ટીમનો વિકેટકીપર બેટ્સમેન કુસલ પરેરા. બંને ખેલાડીઓનો રેન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Topic | VTV Gujarati

અગાઉ પણ બંને ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા

ગયા વર્ષે શ્રીલંકા અને ઝિમ્બાબ્વેની વનડે શ્રેણી પહેલા અવિશકા ફર્નાન્ડો કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. પછી બૂસ્ટર ડોઝ લીધા પછી પણ તેને ચેપ લાગ્યો. જ્યારે કુસલ પરેરા પણ બીજી વખત કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. કુસલ પરેરા આફ્રિકા સામેની સીરીઝ પહેલા 2 વર્ષ પહેલા કોવિડ પોઝીટીવ આવ્યો હતો.

એ સાચવજો પાછો આવ્યો કોરોના ! ગુજરાતમાં આજે નોંધાયા આટલા કેસ, અમદાવાદમાં  સૌથી વધારે | Corona came back save it! 19 cases reported in Gujarat today,  most in Ahmedabad

શ્રીલંકાએ હજુ સુધી ટીમની જાહેરાત કરી નથી

શ્રીલંકાએ હજુ એશિયા કપ 2023 માટે પોતાની ટીમની જાહેરાત કરી નથી. ભારત, પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશની ટીમોએ તેમની ટીમની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ પર રમાશે. એશિયા કપની 4 મેચ પાકિસ્તાનમાં રમાશે અને બાકીની મેચો શ્રીલંકામાં રમાશે. એશિયા કપ 2023માં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળની ટીમો મેદાનમાં ઉતરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ