બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:45 PM, 22 May 2026
વર્ષની શરૂઆતમાં વરુણ ધવનની ફિલ્મ 'બોર્ડર 2' રિલીઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મ પછી, દર્શકોને તેના આગામી પ્રોજેક્ટ્સ માટે ખૂબ જ અપેક્ષાઓ છે. વરુણ ધવન ટૂંક સમયમાં 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ'માં જોવા મળશે, જેનું નિર્દેશન ડેવિડ ધવન કરી રહ્યા છે. આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર અને પૂજા હેગડે વરુણ ધવન સાથે જોવા મળશે. આ ફિલ્મ 5 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. વરુણ ધવનની ફિલ્મ હજુ રિલીઝ થવાની બાકી છે, પરંતુ બીજી તરફ, અભિનેતાને એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે. ખબર મળી છે કે, વરુણ ધવનને એક મોટી હોલિવુડ ફિલ્મની ઓફર મળી છે.
ADVERTISEMENT
બોલિવૂડમાં મજબૂત પગપેસારો કર્યા પછી, હવે એવું લાગે છે કે વરુણ ધવન હોલીવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વરુણ ધવનને હોલીવુડ ફિલ્મની ઓફર મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે ‘Mortal Kombat’ના નિર્માતા લોરેન્સ કાસાનોફ દ્વારા નિર્મિત હોલીવુડ-સપોર્ટેડ એક એક્શન ફિલ્મ માટે વરુણ ધવન સાથે ચર્ચા ચાલી રહી છે અને આ વાતચીત એડવાન્સ સ્ટેજમાં છે.

ADVERTISEMENT
વરુણ ધવનને હોલિવુડથી ઓફર
મીડિયાના અહેવાલમાં ખુલાસો કર્યો છે કે, વરુણને હોલીવુડના એક પ્રોજેક્ટ માટે ઓફર મળી છે. વરુણને એક 'ઇન્ટર-પેરેલલ-યુનિવર્સ' એક્શન ફિલ્મ ઓફર કરવામાં આવી છે, જેનું નિર્માણ અમેરિકન ફિલ્મ નિર્માતા લોરેન્સ કાસાનોફ કરી રહ્યા છે - જે ‘Mortal Kombat’ માટે જાણીતા છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી આ પ્રોજેક્ટ અંગે બંને વચ્ચે ચર્ચાઓ સતત આગળ વધી રહી છે. તાજેતરમાં જ લોરેન્સ કાસાનોફથી કોન્ટેક્ટ કર્યો અને બંને વચ્ચે હાલમાં ચર્ચા ચાલી રહી છે. જોકે હજુ પણ વસ્તુઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે, આ પ્રોજેક્ટ વરુણની કારકિર્દીમાં એક મોટો ઇન્ટરનેશનલ પગલુ સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વધુ એક લોકગાયિકાનો પારિવારિક વિવાદ ચર્ચામાં, પૂર્વ પતિએ કહ્યું ''મારા પરિવારને કંઇ થયું તો...''
ઇન્ટર-પેરેલલ યુનિવર્સ એક્શન ફિલ્મો હિન્દી સિનેમામાં એક એવી જોનર છે જેનો ભાગ્યે જ કોઈ અભ્યાસ થયો છે. જોકે, વરુણ ધવન હવે આ યુનિવર્સ પર પગ મૂકવા માટે તૈયાર છે. આ દરમિયાન, વરુણ ધવન 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ' સાથે બબલી રોમાંસનો જાદુ પાછો લાવી રહ્યો છે. ડેવિડ ધવન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 5 જૂન, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.