ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Big decision regarding Adipurush film: The makers have decided to change the dialogue of this film

BIG NEWS / આદિપુરુષ ફિલ્મને લઈને મોટો નિર્ણય: ભયંકર ટ્રોલિંગ બાદ મેકર્સને મોડે-મોડે ભાન પડ્યું, ડાયલોગ્સ બદલાશે

Published By: Malay

Last Updated: 01:03 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને ક્રિતિ સેનન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' સામે દર્શકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. દર્શકો સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

ADVERTISEMENT

 

  • 'આદિપુરુષ' ફિલ્મે સોશિયલ મીડિયા પર મચાવ્યો હોબાળો 
  • ફિલ્મ સામે નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે દર્શકો 
  • 'આદિપુરુષ ફિલ્મના વિવાદિત ડાયલોગ બદલાશે'

આદિપુરુષ ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આદિપુરુષ ફિલ્મના વિવાદિત ડાયલોગ ખૂબ ટ્રોલ થઇ રહ્યા છે. સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને ક્રિતિ સેનન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' સામે દર્શકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ વચ્ચે ફિલ્મને લઈને મેકર્સ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મેકર્સે આ ફિલ્મના ડાયલોગ બદલવાનો નિર્ણય લીધો છે. મનોજ મુન્તશીરે ટ્વિટ કરીને આ અંગે જાહેરાત કરી છે. 


પહેલા દિવસથી ફિલ્મની થઈ રહી છે ટીકા
સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ'ને જોવા માટે શુક્રવારે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. રામાયણની કહાની પર આધારિત આ ફિલ્મના ડાયલોગ્સે દર્શકોને ખૂબ જ નિરાશ કર્યા હતા. રામાયણની કહાની દર્શાવતી ફિલ્મના ઘણા ડાયલોગ્સ આજની સામાન્ય ભાષામાં હતા, જેના કારણે પહેલા દિવસથી જ આ ફિલ્મની ખૂબ જ ટીકા થઈ છે.  સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને યુઝર્સ અલગ-અલગ રિએક્શન આપી રહ્યા છે. મોટાભાગના લોકોનું રિએક્શન ફિલ્મને લઈને ખરાબ છે. લોકો ફિલ્મ મેકર્સ પર ગુસ્સો ઉતારી રહ્યા છે. ત્યારે હવે મનોજ મુન્તશીરે કહ્યું છે કે 'આ અઠવાડિયે ફિલ્મના વિવાદાસ્પદ ડાયલોગ્સ બદલવામાં આવશે અને તેને ફિલ્મમાં સામેલ કરવામાં આવશે.'

adipurush 8 biggest mistakes ravan look tapori dialogues upset netizens brutally trolled om raut

ડાયલોગ્સને લઈને ટ્વિટર પર એક લાંબી પોસ્ટ શેર કરી
'આદિપુરુષ'ના ડાયલોગ્સ લખનાર લેખક મનોજ મુન્તશીરે કહ્યું કે, આવી ભાષાનો ઉપયોગ ભૂલથી કરવામાં આવ્યો નથી, પરંતુ તે જાણી જોઈને કરવામાં આવ્યો છે જેથી યુવા પ્રેક્ષકો રિલેટ કરી શકે. તેમણે કહ્યું કે ભારતના ઘણા કથાકારો સમાન ભાષામાં કથા સંભળાવતા આવ્યા છે. પરંતુ હવે મનોજ મુન્તશીરે ફિલ્મના ડાયલોગ્સને લઈને ટ્વિટર પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. 

સીતા નવમી પર Adipurushના મેકર્સે બહાર પાડ્યું ઓડિયો મોશન પોસ્ટર, 'જાનકી;ના  અવતારમાં દેખાઈ Kriti Sanon | The makers of Adipurush released the audio  motion poster on Sita Navami, featuring ...

આદિપુરુષ પર શા માટે હોબાળો? 
એક તરફ 'આદિપુરુષ' એ પહેલા જ દિવસે રેકોર્ડ તોડી નાખ્યા તો બીજી તરફ આ ફિલ્મને લઈને વિવાદ પણ વધી ગયો છે. લોકો ફિલ્મના ડાયલોગને ટપોરી ગણાવી રહ્યા છે. રાવણથી લઈને ઈન્દ્રજીતના પાત્રને પણ ચપરી કહેવામાં આવે છે. લોકોને આશા નહોતી કે, મનોજ મુન્તશીર ઓમ રાઉતની 'આદિપુરુષ'માં ટપોરી સ્ટાઇલના ડાયલોગ્સનો ઉપયોગ કરશે. જોકે મનોજ તેમનો બચાવ કરતા કહ્યું છે કે, તેમણે તે જાણી જોઈને કર્યું છે જેથી લોકો આ ડાયલોગ્સ સાથે રિલેટ કરી શકે.

સંકળાયેલા મુદ્દાઓ

Big Decision Controversy film Film Adipurush આદિપુરુષ ફિલ્મ આદિપુરુષ ફિલ્મ વિવાદમાં મોટો નિર્ણય Film Adipurush

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ